)
Raisins Benefits: દેખાવમાં નાનકડી અને સ્વાદિષ્ટ કિસમિસ શરીરની મોટી મોટી સમસ્યાઓને દૂર કરવાની શક્તિ ધરાવે છે. દરેક ઘરમાં હોય છે પરંતુ તેનો ઉપયોગ મોટાભાગે મીઠાઈ બને ત્યારે જ કરવામાં આવે છે. ખૂબ ઓછા લોકો શિયાળામાં કિસમિસ ખાવાથી થતા ફાયદા વિશે જાણે છે. જેમકે રોજ તમે 10 થી 12 કિસમિસ ખાશો તો થોડા જ દિવસમાં શરીરની કેટલીક સમસ્યાઓ દૂર થતી હોય તેવું અનુભવશો. કિસમિસ ખાવાથી શરીરમાં પોઝિટિવ ફેરફાર જોવા મળે છે.
કિસમિસ સૂકી દ્રાક્ષ હોય છે, જેમાં પોષક તત્વ વધારે માત્રામાં હોય છે. આયરન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. કિસમિસ એનર્જીનો સૌથી સારો સોર્સ છે તેમાં નેચરલ શુગર અને કાર્બોહાઈડ્રેટ હોય છે. આયુર્વેદ અનુસાર જો તમે સૂકી કિસમિસ ખાવાને બદલે રાત્રે પાણીમાં પલાળેલી કિસમિસ સવારે ખાવ છો તો તેનાથી તેના ફાયદા વધી જાય છે.
કિસમિસથી થતા લાભ મેળવવા માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં 10 થી 15 કિસમિસ પલાળી દેવી. સવારે ખાલી પેટ આ કિસમિસ ચાવીને ખાઈ લેવી. પાણીમાં પલાળેલી કિસમિસ ખાવાથી પાચન સારું રહે છે એનર્જી લેવલ વધી જાય છે અને શરીર ડિટોક્ષ થાય છે.
ખાલી પેટ પલાળેલી કિસમિસ ખાવાથી ઈમ્યુનીટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધે છે. પલાળેલી કિસમિસમાં એવા પોષક તત્વો હોય છે જે ઠંડીની ઋતુમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. જો તમને ઠંડીમાં વારંવાર શરદી-ઉધરસ થતા હોય તો તમારે રોજ કિસમિસ ખાવી જોઈએ.
કિસમિસ ખાવાથી હાડકાને પણ ફાયદો થાય છે. જે લોકોને સાંધાના દુખાવા રહેતા હોય તેમણે પાણીમાં પલાળેલી કિસમિસ ખાવી જોઈએ. સવારે ખાલી પેટ પલાળેલી કિસમિસ ખાવાથી હાડકા મજબૂત થાય છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર સવારે ખાલી પેટ પલાળેલી કિસમિસ ખાય અને તેનું પાણી પણ પી લેવામાં આવે તો ડાયજેશન સુધરે છે અને પેટ સાફ આવે છે. એટલું જ નહીં જે લોકોને વજન ઘટાડવું હોય તેમના માટે પણ પલાળેલી કિસમિસ ફાયદાકારક સાબિત થાય છે. નિયમિત એક્સરસાઇઝ કરવાની સાથે તમે કિસમિસ ખાવ છો તો ફેટ બર્ન કરવામાં મદદ મળે છે અને શરીર અંદરથી હેલ્ધી પણ રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)