)
Heart Attack: હાર્ટ સંબંધિત બીમારીઓ વર્તમાન સમયમાં ઝડપથી વધી રહી છે. જેમાં હાર્ટ એટેક સૌથી ગંભીર સમસ્યા છે. ઘણીવાર જોવા મળે છે કે વહેલી સવારના સમયે હાર્ટ અટેક આવે. ખાસ કરીને વહેલી સવારે 4 થી સવારે 10:00 વાગ્યા વચ્ચે હાર્ટ એટેક વધારે આવતા હોય છે. આ અંગે હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે શા માટે સવારના સમયે હાર્ટ અટેક વધારે આવે છે.
હેલ્થ એક્સપર્ટ ના જણાવ્યા અનુસાર સવારે જાગીએ ત્યારે શરીરમાં અલગ અલગ પ્રકારના ફેરફાર થાય છે. ઊંઘમાંથી જાગ્યા પછી હોર્મોનલ એક્ટિવિટી વધી જાય છે. ખાસ કરીને કોર્ટિસોલ નામનું હોર્મોન વધારે બનવા લાગે છે. જેના કારણે શરીરમાં બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ અચાનક વધી જાય છે. તેના કારણે હૃદય પર પ્રેશર પડે છે અને નબળી આર્ટરીમાં બ્લોકેજ હોય તો હાર્ટ એટેકનું જોખમ ઊભું થાય છે.
સવારના સમયે શરીરમાં પાણીની ઉણપ વધારે રહે છે. કારણ કે આખી રાત પાણી પીધું નથી હોતું. જેના કારણે રક્ત પણ થોડું ઘટ્ટ હોય છે. સવારના સમયે ઘટતો બ્લડ ક્લોટ બની જાય તેવી સંભાવના વધી જાય છે. જો આ બ્લડ ક્લોટ હૃદયની ધમનીને બ્લોક કરે તો અચાનક હાર્ટ એટેક પણ આવી શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર સવારના સમયે ઠંડી હવાના કારણે પણ હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.. ખાસ કરીને શિયાળો હોય ત્યારે ધમનીઓ સંકોચાઈ જાય છે અને બ્લડ પ્રેશર વધી જાય છે જેના કારણે હાર્ટ એટેક આવી શકે છે.
ઘણા લોકો સવારે જાગે કે તુરંત જ કામ માટે દોડધામ કરવા લાગે છે અને ઓફિસના કામની ચિંતા કરવા લાગે છે. ઊંઘમાંથી જાગીને તુરંત જ આ પ્રકારના સ્ટ્રેસના કારણે બ્લડ પ્રેશર વધી જાય છે અને હૃદય પર દબાણ વધે છે. તેના કારણે પણ સવારના સમયે હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય છે.
હાર્ટ અટેકથી બચવા શું કરવું?
સવારના સમયે કોઈ પણ અણધારી ઘટનાથી બચવું હોય તો સવારે જાગીને વધારે મહેનત વાળું કામ ન કરવું. ઊંઘમાંથી જાગો એટલે સૌથી પહેલા પાણી પીવો અને શરીરને હાઇડ્રેટ કરો. ત્યાર પછી થોડી હળવી એક્સરસાઇઝ કરો. જો તમને ડાયાબિટીસ કે હાઈ બીપી જેવી સમસ્યા છે તો તેની જે નિયમિત દવાઓ હોય તે ભૂલ્યા વિના લઈ લેવી. સવારના સમયે કામ કે અન્ય કોઈપણ બાબતનો સ્ટ્રેસ લઈને ચિંતા ન કરવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)