Weight Loss Tips: આ ચાર લોટમાંથી બનાવેલી રોટલી ખાવાથી માખણની જેમ પીગળી જશે ચરબી!

Updated By: Oct 19, 2021, 04:03 PM IST
Weight Loss Tips: આ ચાર લોટમાંથી બનાવેલી રોટલી ખાવાથી માખણની જેમ પીગળી જશે ચરબી!

નવી દિલ્હીઃ મોટાભાગના ભારતીય ઘરોમાં રોટલી મુખ્ય ભોજનનો એક ભાગ છે. રોટલી શરીરને જરૂરી એવા કાર્બોહાઈડ્રેટ અને એનર્જી પૂરી પાડે છે. પરંતુ જો તમે વજન ઓછુ કરવા માગતા હોવ, તો ઘઉંની રોટલીના બદલે કેટલાક ખાસ પ્રકારના લોટમાંથી બનાવેલી રોટલી ખાવાનું શરૂ દો. તમારા માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે. જ્યારે પણ વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે આપણે સૌ પ્રથમ ભાત અને રોટલી ખાવા પર પ્રતિબંધ મુકીએ છીએ. આપણને લાગે છે કે, તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘટાડવાથી વજન સરળતાથી ઘટી જશે. તમે રોટલીનું સેવન કરવાનું બંધ કરો, તેના કરતા સારું છે કે, તમે રોટલીને એક હેલ્ધી વિકલ્પ બનાવો. પણ કેવી રીતે? શું આમ કરવુ શક્ય છે? જી હાં બિલકુલ શક્ય છે.  તમે તમારી રોટલીને ફાઈબરથી ભરપૂર અને ઓછી કેલરીવાળી બનાવી શકો છો.

Taarak Mehta ના 'નટ્ટુ કાકા' ના મૃત્યુ પછી પણ તેમના ચહેરા પર કેમ કરાયો હતો મેકઅપ? જાણો વિદાય વેળાની આ વાત

સામાન્ય રીતે તમે ઘઉંની રોટલી ખાઓ છો, જે ક્યાંકને ક્યાંક તમારું વજન વધારવા માટે જવાબદાર છે. પરંતુ વજન ઘટાડવા માટે, તમે ચોક્કસ પ્રકારના લોટથી બનેલી રોટલી પસંદ કરી શકો છો. બજારમાં વિવિધ પ્રકારના લોટ ઉપલબ્ધ છે. જેમાંથી બનાવેલી રોટલી તમારું વજન ઘટાડી શકે છે. તો અહીં અમે તમને રોટલીને હેલ્ધી બનાવતા કેટલાક ખાસ પ્રકારના લોટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

No description available.

બદામનો લોટ:
બહુ ઓછા લોકો આ વિશે જાણે છે. બદામનો લોટ વજન ઘટાડવામાં મદદરૂપ થતા લોટમાંથી પૈકીનો એક છે. ઘઉંના લોટથી વિરુદ્ધ બદામના લોટમાં કાર્બોહાઇડ્રેટ્સની માત્રા ખૂબ જ ઓછી હોય છે. તેમાં પ્રોટીન, હેલ્ધી ફેટ અને વિટામિન ઈનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. બદામનો લોટ ગ્લૂટેન ફ્રી છે. તેને મેગ્નેશિયમ, આયર્ન અને કેલ્શિયમનું પાવરહાઉસ માનવામાં આવે છે. બદામના લોટની સૌથી સારી બાબત એ છે કે, તેમાં ફાઈટિક એસિડની માત્રા ખૂબ જ ઓછી હોય છે. એટલે જ્યારે તમે બદામના લોટમાંથી બનાવેલી રોટલી ખાશો ત્યારે ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી રહેશે.

કેવી રીતે બનાવવી-પૌષ્ટિક બદામના લોટની રોટલી બનાવવા માટે એક ચોથાઈ કપ બદામના લોટમાં 3/4 કપ ઘઉંનો લોટ મિક્સ કરો. બદામની રોટલી નિયમિત રૂપે ખાવાથી વજનને નિયંત્રિત કરવામાં મહદંશે મદદ કરે છે.

યુવતીઓ જ નહીં યુવકોના કપડા કઢાવીને પણ મજા લે છે ફિલ્મ નિર્માતાઓ! આ અભિનેતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

No description available.

બાજરીનો લોટ:
બાજરાની રોટલી ઠંડીના દિવસોમાં મોટાભાગના લોકો ખાય છે. પરંતુ જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે બાજરાની રોટલી કોઈ વરદાનથી ઓછી નથી. જે લોકો રોટલી ખાવાના શોખીન છે તેઓ પોતાની ઈચ્છાને માર્યા વગર બાજરીની રોટલીનો વિકલ્પ અપનાવી શકે છે. બાજરાની રોટલી પારંપરિક ગ્લૂટન ફ્રી ફૂડ છે. જે પ્રોટીન, ફાઈબર, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વોથી ભરપૂર છે. બાજરાની રોટલી લાંબા સમય સુધી તમારુ પેટ ભરેલુ રાખે છે. આ રોટલીની ખાસિયત એ છે કે, તેને ખાધા પછી તમને અન્ય કંઈ ખાવાની ક્રેવિંગ નથી ઉપડતી. જે વજન નિયંત્રિત રાખવામાં મદદરૂપ છે.
કેવી રીતે બનાવવી - બાજરાની રોટલી બનાવવા માટે અડધો કપ બાજરીનો લોટ અને એટલો જ ઘઉંનો લોટ લો. તમને આ લોટમાંથી બનેલી રોટલી ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને તમને તમારા વજનમાં પણ ફેર દેખાશે.

No description available.

રાગી + ઘઉંનો લોટ:
રાગી વધુ એક ગ્લુટેન ફ્રી ઓપ્શન છે, જે ફાઈબર અને એમિનો એસિડથી ભરપૂર છે. રાગી લોટના આ ગુણધર્મો ભૂખ શાંત કરવામાં અને ચમત્કારિક રીતે વજન ઘટાડવામાં મદદરૂપ છે. નિષ્ણાંતો કહે છે કે રાગી સ્થૂળતા ઘટાડે છે, એનર્જી આપે છે, પાચન સુધારે છે અને હૃદયરોગની બીમારીઓથી પણ બચાવે છે.
બનાવવાની રીત - રાગીના લોટમાંથી બનેલી રોટી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને બનાવવા માટે, 1/4 કપ રાગીના લોટને 3/4 કપ ઘઉંના લોટ સાથે મિક્સ કરો. રાગીના લોટમાંથી બનેલી રોટી એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

Virat Kohli ના માનીતા અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરની પત્નીએ Topless થઈ Video શેર કર્યો! પત્નીની હરકતથી ખેલાડીને લાગ્યો આઘાત

No description available.

જુવાર + ઘઉંનો લોટ:
જુવાર એક ગ્લૂટન ફ્રી લોટ છે. જે પ્રોટીન, ડાયટ્રી ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, વિટામિન બી અને વિટામિન સી થી ભરપૂર હોવાના કારણે વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. જુવાર પાચનતંત્ર સુધારવામાં મદદરૂપ હોવાની સાથે સાથે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હૃદયના સ્વાસ્થ્યને સુધારવા માટે પણ જુવારનો લોટ ગુણકારી છે.
કેવી રીતે બનાવવી - જુવારની રોટલી બનાવવા માટે, તમે અડધો કપ જુવારના લોટમાં અડધો કપ આખા ઘઉંના લોટને મિક્સ કરીને રોટલી બનાવી શકાય છો. આ રોટલી નિયમિત ખાવાથી તમારું વજન ઝડપથી ઘટશે.

રૂપાલમાં પલ્લી નીકળે ત્યારે ગામ આખામાં કેમ વહે છે ઘી ની નદીઓ? જાણો રસ્તા પર વહેતા ઘી નું પછી શું થાય છે

Activa મેળવો માત્ર 25 હજારમાં! સાવ મફતના ભાવમાં એક્ટિવા લેવા થઈ રહી છે પડાપડી!

Alia Bhatt ને પારદર્શક સલવાર પહેરવી પડી ભારે! વરુણ ધવને આલિયાને ઉંચી કરી અને ના થવાનું થઈ ગયું!

Deepika ને છોડીને Ranveer કોની જોડે જઈને બેઠો છે? અચ્છા અચ્છા હીરો પણ આ છોકરીનું ફિગર જોઈને થઈ જાય છે ફિદા!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube