Honey: મધ ખાવાનો આ નિયમ ફોલો ન કરો તો દવાને બદલે મધ બની જાય ઝેર, જાણી લો ફટાફટ

Honey: આયુર્વેદમાં મધને ઔષધી માનવામાં આવે છે. મધની મદદથી રોગ અને સંક્રમણનો ઈલાજ સરળતાથી થઈ શકે છે. પરંતુ મધ ખાવાનો નિયમ શું છે તે ખબર હોવી જોઈએ. જો ખોટી રીતે મધ ખાવામાં આવે તો તે શરીર માટે ઝેરી બની જાય છે. 
 

Honey: મધ ખાવાનો આ નિયમ ફોલો ન કરો તો દવાને બદલે મધ બની જાય ઝેર, જાણી લો ફટાફટ

Honey: મધનો ઉપયોગ નેચરલ અને હેલ્ધી સ્વીટનર તરીકે કરવામાં આવે છે. આયુર્વેદમાં મધને ઔષધી ગણવામાં આવે છે. મધ નો ઉપયોગ અલગ અલગ રોગમાં દવા તરીકે પણ કરવામાં આવે છે. પરંતુ મધ શરીર માટે દવા જેવું કામ ત્યારે કરે છે જ્યારે તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે. પરંતુ મધને જો ખોટી રીતે ઉપયોગમાં લેવામાં આવે તો તે શરીર માટે ઝેરી બની જાય છે જેમકે કુકિંગ પ્રોસેસમાં મધનો ઉપયોગ કરવો અથવા ગરમ દૂધમાં મધ ઉમેરવું આયુર્વેદ અનુસાર આ વિરુદ્ધ આહાર છે. વિરુદ્ધ આહાર એટલે ખરાબ ફૂડ કોમ્બિનેશન જે શરીરને ફાયદો કરવાને બદલે નુકસાન કરે છે. તો ચાલો તમને જણાવીએ આયુર્વેદ અનુસાર મધ કઈ કઈ વસ્તુઓ સાથે ન લેવું. 

Add Zee News as a Preferred Source

કઈ વસ્તુઓ સાથે મધ ન લેવું ?

1. મધ પોષક તત્વોથી ભરપૂર હોય છે પરંતુ જો તમે ખોટી વસ્તુ સાથે મધનું સેવન કરો છો તો તે શરીર માટે ટોક્સિક સાબિત થાય છે.. જેમકે આયુર્વેદ અનુસાર મધને ક્યારેય ગરમ કરવું નહીં. ગરમ કરવાથી મધમાં એવા તત્વ નીકળે છે જે શરીર માટે ઝેરી સાબિત થાય છે. ગરમ કરેલું મધ ખાવું લાંબા સમયે સ્કિન ડીસીઝનું કારણ બની શકે છે. તેથી મધને હંમેશા કાચું જ ખાવું જોઈએ. 

2. મધને હુંફાળા પાણીમાં ઉમેરી શકાય છે પરંતુ ઉકળતા પાણીમાં મધ ઉમેરવું નહીં. પાણીમાં મધ ઉમેરતા પહેલા સૌથી નાની આંગળી પાણીમાં ડુબાડો.જો તમે પાંચ સેકન્ડ સુધી પાણી સહન કરી શકો એટલું તાપમાન હોય ત્યારે જ તેમાં મધ ઉમેરો. તેનાથી વધારે ગરમ પાણીમાં મધ ઉમેરવાથી બચવું. ચા, કોફી, કૂકીઝ, કેક જેવી વસ્તુઓમાં મધ ઉમેરીને તેને પકાવવા નહીં તેનાથી તે ઝેરી થઈ જાય છે. 

3. ઘી સાથે મધ સમાન માત્રામાં ખાવું નહીં.. તેનાથી પણ અપચો થઈ શકે છે. તેવી જ રીતે તેલ અને તલ સાથે પણ મધ લેવું નહીં. તેનાથી પણ ગટ હેલ્થમાં સમસ્યા ઊભી થઈ શકે છે. 

4. જો તમે ખાંડનો હેલ્ધી અલ્ટરનેટિવ શોધી રહ્યા છો તો મધ સારું છે પરંતુ ગરમ દૂધમાં મધ ઉમેરવાનું ટાળજો. કારણકે તે નુકસાન કરી શકે છે. દૂધ પણ જ્યારે હુંફાળું થઈ જાય ત્યારે જ તેમાં મધ મિક્સ કરવું. ઉકળતા દૂધમાં મધ ઉમેરવું નહીં અથવા તો મધ ઉમેરીને દૂધ ઉકાળવા મૂકવું નહીં. 

5. ફળ સાથે પણ મધનો ઉપયોગ કરવો નહીં. ફળમાં પહેલાથી જ સુક્રોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ હોય છે. મધ પણ મીઠું હોય છે. ફ્રુટ અને મધ એક સાથે ખાવાથી શરીરમાં વધારે પડતું ગ્લુકોઝ વધી જાય છે. તેથી ફળ સાથે મધનો ઉપયોગ કરવો નહીં.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news