ગુજરાતી ન્યૂઝHealthSaunf Mishri: ઉનાળામાં વરિયાળી અને સાકરનું પાણી પીશો તો નહીં થાય આ સમસ્યાઓ, આ રીતે બનાવી રોજ પીવું

Saunf Mishri: ઉનાળામાં વરિયાળી અને સાકરનું પાણી પીશો તો નહીં થાય આ સમસ્યાઓ, આ રીતે બનાવી રોજ પીવું

Saunf Mishri Benefits: ઉનાળામાં સાકર અને વરિયાળી શરીરને ઠંડક આપે છે. કાળઝાળ ગરમીમાં સવારે સાકર અને વરિયાળીનું પાણી પીવાથી શરીરને તાજગી અને ઠંડક મળે છે. સાથે જ ઘણી સ્વાસ્થ્ય સમસ્યા દુર થાય છે.
 

Saunf Mishri: ઉનાળામાં વરિયાળી અને સાકરનું પાણી પીશો તો નહીં થાય આ સમસ્યાઓ, આ રીતે બનાવી રોજ પીવું

Saunf Mishri Benefits: ઉનાળામાં વારંવાર તરસ લાગે છે અને કંઈક ઠંડુ અને તાજગી આપે એવી વસ્તુ પીવાની ઈચ્છા થાય છે. તડકામાં રહ્યા પછી શરીરની એનર્જી ઘટી જાય છે. આ સ્થિતિમાં શરીરને પોષકતત્વોથી ભરપુર વસ્તુ આપવી જરૂરી છે. તેના માટે ઉનાળામાં તમે સાકર અને વરિયાળીનું પાણી પી શકો છો. વરિયાળી અને સાકરનું પાણી પીવાથી શરીર હાઈડ્રેટેડ રહે છે અને એનર્જી પણ વધે છે. 

Add Zee News as a Preferred Source

વરિયાળીના દાણા અને સાકરનું પાણી શરીરને તાજગી આપે છે અને પેટ સંબંધિત સમસ્યામાં આરામ આપે છે. વરિયાળી અને સાકરનું પાણી કેવી રીતે બનાવવું અને તેને કયા સમયે પીવું ચાલો તમને જણાવીએ. 

વરિયાળી અને સાકરનું પાણી બનાવવાની 2 રીત

1. એક લીટર પાણીમાં 4 ચમચી વરિયાળી રાત્રે પલાળી દો. બીજા દિવસે સવારે પાણીમાં 1 ચમચો મિસરી પાવડર ઉમેરો. આ પાણી સવારે ખાલી પેટ પીવું અને દિવસ દરમિયાન પણ પીતા રહેવું.

2. અડધા લીટર પાણીમાં 3 ચમચી વરિયાળી અને મિસરી ઉમેરી બરાબર ઉકાળો. આ પાણી ઉકળીને અડધું થઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરો. ત્યારબાદ ગેસ બંધ કરી પાણીને ઠંડુ થવા દો. ત્યારબાદ તેને પીવાનું રાખો. 

સાકર અને વરિયાળીનું પાણી પીવાના ફાયદા

1. વરિયાળી અને સાકરનું પાણી પીવાથી પાચનશક્તિ વધે છે. તેનાથી પાચન સુધરે છે અને એસિડિટી, ગેસ, પેટનો દુખાવો જેવી તકલીફો ઓછી થાય છે.

2. ગરમીના દિવસોમાં સાકર અને વરિયાળીનું પાણી પીવાથી શરીરને ઠંડક મળે છે અને બોડી ટેમ્પરેચર ઠીક રહે છે.

3. વરિયાળી અને સાકરનું પાણી પીવાથી ઓરલ હેલ્થ સુધરે છે અને મોંમાંથી આવતી વાસની સમસ્યા પણ દુર થાય છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news