વૈજ્ઞાનિકોએ ડાયાબિટીસનો નવો પ્રકાર શોધ્યો, સૌથી વધુ આ લોકો પર કરે છે હુમલો
New Type of Diabetes : તાજેતરમાં વૈજ્ઞાનિકો દ્વારા એક અલગ પ્રકારની ડાયાબિટીસનો ખુલાસો થયો છે. આ ટાઈપ 1 અને ટાઈપ 2થી અલગ છે. આવો આ ડાયાબિટીસ વિશે જાણીએ..
Trending Photos
)
New Type of Diabetes : આજના સમયમાં નાની ઉંમરમાં પણ લોકોને ડાયાબિટીસની સમસ્યા વધુ થઈ રહી છે. ઘણા લોકો આ બીમારી વિશે જાણતા હશે. ઘણા લોકોને ખ્યાલ હશે કે ડાયાબિટીસ 2 પ્રકારની હોય છે, જેમાં ટાઈપ-1 અને ટાઈપ-2 સામેલ છે. પરંતુ તમને અત્યાર સુધી તે વાતની જાણકારી નહીં હોય કે લોકોને આ બે ડાયાબિટીસ સિવાય ટાઈપ 5 નામની ડાયાબિટીસ પણ હોઈ શકે છે. હકીકતમાં આ સપ્તાહે વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસ 2025મા ટાઈપ-5 નામની ડાયાબિટીસના એક નવા સ્વરૂપની જાહેરાત કરવામાં આવી છે.
એક વૈશ્વિક ટાસ્ક ફોર્સ દ્વારા આ રેર એટલે કે ઓછી જાણીતી સ્થિતિની તપાસ કરવામાં આવશે, જે ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસથી ખૂબ અલગ છે. મીડિયાના રિપોર્ટ અનુસાર આ સપ્તાહે આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ ફેડરેશનના પ્રેસિડેન્ટ પ્રોફેટર પીટર શ્ચાર્ટ્ઝે આ સપ્તાહે બેંગકોકમાં આયોજીત વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસ 2025માં તેની જાહેરાત કરી છે.
ટાઈપ 1 અને ટાઈપ 2 કરતા અલગ
ઓછા વજનવાળા લોકોને ટાઈપ 5 ડાયાબિટીસ પ્રભાવિત કરે છે. આ સાથે જેના પરિવારમાં ડાયાબિટીસનો કોઈ ઈતિહાસ હોતો નથી અને જેમાં ટાઈપ 1 કે ટાઈપ 2 ડાયાબિટીસના સામાન્ય લક્ષણ જોવા મળતા નથી, તેને આ ડાયાબિટીસ થવાની સંભાવના વધુ રહે છે.
ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ (CMC), વેલ્લોરના એન્ડોક્રિનોલોજી વિભાગના પ્રોફેસર ડૉ. નિહાલ થોમસે જણાવ્યું કે "ટાઈપ 5 ડાયાબિટીસ ધરાવતા લોકોનું વજન સામાન્ય રીતે ઓછું હોય છે, તેઓ ડાયાબિટીસનો કોઈ પારિવારિક ઈતિહાસ ધરાવતા નથી અને તેઓ એવા લક્ષણો દર્શાવે છે જે પ્રકાર 1 અથવા પ્રકાર 2 ડાયાબિટીસ સાથે મેળ ખાતા નથી.
ટાઈપ- 5 ડાયાબિટીસ ઇન્સ્યુલિન પ્રતિરોધક નથી
2022 માં, સીએમસીના ડૉ. થોમસ અને ડૉ. રિદ્ધિ દાસગુપ્તા, આલ્બર્ટ આઈન્સ્ટાઈન કૉલેજ ઑફ મેડિસિન, ન્યુ યોર્કના પ્રોફેસર મેરેડિથ હોકિન્સ સાથે, સ્થિતિનો અભ્યાસ કર્યો અને મુખ્ય શરીરરચનાત્મક તફાવતો ઓળખ્યા. તેના પરિણામો ડાયાબિટીસ કેર જર્નલમાં પ્રકાશિત થયા હતા.
ટાઈપ 5 વાળા લોકો ઇંસુલિનની કમીવાળા હોય છે, પરંતુ ઇંસુલિન પ્રતિરોધક હોતા નથી. આ ટાઇપ 2 ડાયાબિટીસથી એક મહત્વપૂર્ણ અંતર છે, જ્યાં શરીર ઇંસુલિનની ક્રિયાનો પ્રતિરોધ કરે છે, ભલે તે ઇંસુલિન માટે પર્યાપ્ત ન હોય.
ડિસ્ક્લેમર
આ સ્ટોરીમાં આપવામાં આવેલી સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા માટે હંમેશા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














