Shilajit Benefits in Summer for naturally boosting immunity and body energy : ઉનાળાની કાળઝાળ ગરમીમાં હેલ્ધી રહેવું બહુ જ જરૂરી છે. નહિ તો તબિયત કથળતા વાર નથી લાગતી. આવામાં લોકો આયુર્વેદિક ઉપચાર પણ અપનાવતા હોય છે. જેથી આયુર્વેદિક ઉપચારમાં શિલાજીત (Shilajit) બહુ જ કામનું સાબિત થઈ શકે છે. ઉનાળામાં શિલાજીત ખાવાથી શું ફાયદા થઈ શકે છે, ક્યારે અને કેવી રીતે શિલાજીતનું સેવન કરવું તે વિશે વિગતે જાણો.

Does Eating Shilajit In Summer Cause Digestive Problems : મોટાભાગના લોકો માને છે કે, શિલાજીતનું સેવન ઠંડીમાં જ કરવું જોઈએ. કારણ કે તેની તાસીર ગરમ હોય છે. પરંતું જો તમે ફીટનેસ ફ્રીક છો તો ઉનાળામાં પણ શિલાજીત લેવાના અસંખ્ય ફાયદા છે. તે ફીટનેસ ફ્રીક લોકોને પોતાના ફીટનેસ ગોલ મેળવવામાં મદદ કરે છે. તો જાણી લો ઉનાળામાં શિલાજીત સેવન કરવાની સાચી રીત.
શિલાજીત ઔષધીય ગુણોથી ભરપૂર આયુર્વેદિક જડીબુટ્ટીઓમાંની એક ગણાય છે. તેનું સેવન સ્વાસ્થય સંબંધી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. પરંતું ગરમીમાં તેના સેવથી પાચન સંબંધી અનેક સમસ્યાઓ થઈ શકે છે. કારણ કે, શિલાજીતની તાસીર ગરમ હોય છે. આવામાં ગરમીમાં શિલાજીતનું સેવન કરવું જોઈએ કે નહિ તે સમજી લેવું બહુ જ જરૂરી છે. શું ગરમીમાં શિલાજીતના સેવનથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે, તે પણ એક્સપર્ટસ પાસેથી જાણી લઈએ.
શું ગરમીમાં શિલાજી ખાવાથી પાચન સંબંધી સમસ્યા થાય છે
એક્સપર્ટ કહે છે કે, ગરમીમાં શિલાજીત ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને જેની પ્રકૃત્તિ પિત્તવાળી છે, તેને સમસ્યા વધુ થઈ શકે છે. કારણ કે, શિલાજીતની તાસિર ગરમ હોય છે. જે પાચન અગ્નિને વધારો કરવા, મેટાબોલિઝમને બુસ્ટ કરવા, કફના દોષને બેલેન્સ કરવામાં મદદ કરે છે. પરંતું તેની તાસિર ગરમ હોવાછી તે પિત્ત દોષ વધારી શકે છે. પિત્ત પ્રકૃતિના લોકોની સમસ્યાઓ વધી શકે છે. તેથી તબીબોની સલાહ લીધા વગર તેનું સેવન કરવુ હિતાવહ નથી.
શિલાજીતને ગરમીમા સેવ કરવાની ટિપ્સ