)
Health Benefits Of Apple: સફરજન ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે. સફરજન ખાવાથી શરીર અંદરથી મજબૂત થાય છે. રોજ 1 સફરજન ખાવાની સલાહ આપવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર રોજ 1 સફરજન ખાવાથી કેટલાક પોઝિટિવ ફેરફાર તો શરીરમાં 10 દિવસમાં જ દેખાવા લાગે છે. આ 5 ફાયદા કયા છે ચાલો જાણીએ.
હાર્ટ હેલ્થ સુધરશે
રિસર્ચમાં સામે આવ્યું છે કે સફરજનમાં ઘુલનશીલ ફાઈબર હોય છે જે રક્તમાં કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં પોલીફેનોલ્સ અને ફ્લાવોનોયડ્સ હોય છે જે ધમનીઓને સુરક્ષિત રાખે છે અને બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેનાથી હાર્ટ હેલ્થ સુધરે છે.
હાડકા થશે મજબૂત
સફરજન ખાવાથી હાડકા મજબૂત થાય છે. સફરજનમાં કેલ્શિયમ, પોટેશિમય અને બોરોન જેવા પોષકતત્વો હોય છે જે હાડકાને મજબૂત કરવા માટે જરૂરી હોય છે. રોજ એક સફરજન ખાવાથી હાડકાનું ઘનત્વ વધે છે અને હાડકાની ગંભીર બીમારી થવાની સંભાવના ઘટે છે.
ડાયાબિટીસ
સફરજનમાં પેક્ટિન ફાઈબર હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સાથે જ તેના એન્ટી ઓક્સીડન્ટ શરીરમાં ફ્રી રેડિકલ્સ સામે લડે છે જેના કારણે કેન્સર જેવી બીમારી થવાનું જોખમ ઘટી શકે છે. આ સિવાય સફરજન ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક હોય છે.
ઈમ્યૂન સિસ્ટમ સુધરશે
સફરજનમાં વિટામિન સી, એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. તે શરીરને વાયરલ સંક્રમણ, શરદી, ઉધરસ અને અન્ય વાયરલ બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. નિયમિત રીતે એક સફરજન ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
વજન ઘટાડવામાં મદદગાર
જે લોકોનું વજન વધારે છે તેમણે રોજ સફરજન ખાવું જોઈએ. સફરજનમાં ફાઈબર હોય છે અને કેલેરી ઓછી હોય છે તેનાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે અને વારંવાર ભુખ નથી લાગતી. તે વજન ઘટાડવામાં મદદરુપ થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)