Health Tips: ઘરથી નીકળો ત્યારે આ વાતોનું રાખો ધ્યાન, ગરમ હવાના પ્રકોપથી બચી જશો અને લૂ પણ નહીં લાગે

Heat Wave Safety Tips: ઉનાળામાં દિવસેને દિવસે ગરમી વધે છે. આ સમય દરમિયાન ગરમ હવાના કારણએ લૂ લાગી જવાનું જોખમ વધારે હોય છે. આંકરો તાપ અને ગરમ હવા બીમાર કરી શકે છે. તેથી આ સમય દરમિયાન ઘરેથી નીકળવાનું થાય ત્યારે આ બાબતોનું ધ્યાન દરેક વ્યક્તિએ રાખવું જોઈએ.
 

Health Tips: ઘરથી નીકળો ત્યારે આ વાતોનું રાખો ધ્યાન, ગરમ હવાના પ્રકોપથી બચી જશો અને લૂ પણ નહીં લાગે

Heat Wave Safety Tips: દેશના ઘણા જ રાજ્યોમાં ગરમીનો પારો વધી રહ્યો છે. અનેક શહેરો છે જ્યાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યું છે. ઉનાળામાં જ્યારે તાપમાન સતત વધતું હોય ત્યારે સ્વસ્થ રહેવું પડકાર બની જાય છે. ગરમ હવા અને લૂના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાનું જોખમ વધી જાય છે. જોકે ઉનાળા દરમિયાન ઘરમાંથી બહાર નીકળવાનું થાય ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ભીષણ ગરમી અને લૂ થી બચી શકાય છે. આજે તમને લૂથી બચવાના સરળ ઉપાય વિશે જણાવીએ. 

ભીષણ ગરમી અને લૂથી બચવાના ઉપાય 

સુતરાઉ અને ઢીલા કપડાં પહેરો 

ગરમીના વાતાવરણમાં લાઈટ કલરના, સુતરાઉ અને ઢીલા કપડાં પહેરવા જોઈએ. જે કપડાં પહેરવામાં આરામદાયક હોય તે શરીર માટે સારા રહે છે. ઉનાળા દરમિયાન લાઈટ કલર શરીરને ગરમીથી પણ બચાવે છે. જ્યારે પણ ઘરમાંથી બહાર નીકળો ત્યારે ફૂલ સ્લીવના કપડા પહેરવા અને માથે ટોપી પણ પહેરવી જેથી તડકો માથા પર ન લાગે. 

બપોરના સમયે બહાર જવાનું ટાળો 

ગરમીના વાતાવરણમાં જરૂરી ન હોય ત્યાં સુધી ઘરમાંથી બહાર નીકળવું જ નહીં. ખાસ કરીને બપોરે 12 થી લઈને સાંજે 4 સુધી ગરમી સૌથી વધારે હોય છે આ સમય દરમિયાન લૂ પણ ચાલતી હોય છે આ સમયે બહાર નીકળવાથી તબિયત ખરાબ થઈ શકે છે તેથી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું. 

ભરપૂર માત્રામાં પાણી પીવો 

ઘરમાંથી બહાર જવાનું હોય તેની પહેલા પર્યાપ્ત માત્રમાં પાણી પી લેવું. જો પાણી ઓછું પીવાતું હોય અને તડકામાં રહેવાનું થાય તો તબિયત બગડી શકે છે. દિવસ દરમિયાન પણ નાળિયેર પાણી, છાશ, લીંબુ શરબત, બેલનું શરબત વગેરે પીતા રહેવું જોઈએ. ઉનાળા દરમિયાન ઘરમાંથી નીકળો ત્યારે પોતાની સાથે પાણીની બોટલ હંમેશા રાખવી. 

ગરમીથી બચવાના અન્ય ઉપાય 

- ઘરમાંથી બહાર નીકળો ત્યારે સન સ્ક્રીનનો ઉપયોગ અવશ્ય કરો. 

- ઉનાળા દરમિયાન ખાવા પીવામાં ઠંડી વસ્તુઓનો સમાવેશ વધારે કરો. તેનાથી શરીર નેચરલી હાઇડ્રેટ રહે છે. 

- તડકામાંથી ઘરે આવીને તુરંત જ ઠંડું પાડી ન પીવું. તરસ લાગી હોય તો નોર્મલ પાણી પીવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news