No Sweating: ગરમીમાં પરસેવો થાય તે જરૂરી, પરસેવો ન થવો આ 5 બીમારીનું છે ગંભીર લક્ષણ

No Sweating in Summer: ઘણા લોકો એવા હોય છે જેમને ઉનાળામાં પણ પરસેવો થતો નથી. જો કોઈ સાથે આવું થાય છે તો તેણે આ વાતને ગંભીરતાથી લેવી જોઈએ. કારણ કે પરસેવો ન થવો તે શરીરની અંદર વધતી 5 બીમારીનું લક્ષણ પણ છે. 
 

No Sweating: ગરમીમાં પરસેવો થાય તે જરૂરી, પરસેવો ન થવો આ 5 બીમારીનું છે ગંભીર લક્ષણ

No Sweating in Summer: ગરમીમાં પરસેવો થાય તે એક સામાન્ય પ્રક્રિયા છે. ઉનાળા દરમિયાન આ પ્રક્રિયા થતી રહે તે જરૂરી પણ છે કારણ કે પરસેવો જ શરીરના તાપમાનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જ્યારે તાપમાન વધી જાય છે તો શરીર પરસેવાના માધ્યમથી પોતાને ઠંડુ કરવાનું પ્રયત્ન કરે છે. પરસેવો થવાની પ્રક્રિયા હીટ સ્ટ્રોક અને ડીહાઇડ્રેશનથી બચાવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. 

પરસેવાના માધ્યમથી શરીરના ટોક્સિન પણ બહાર નીકળે છે. જો ઉનાળામાં પણ પરસેવો ન થતો હોય તો તે શરીરની અંદર વધતી કેટલીક બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિને ઉનાળામાં પણ પરસેવો ન થતો હોય તો તેને ઇગ્નોર કરવાની ભૂલ કરવી નહીં તેણે આ પાંચ બાબતે ગંભીર થવું જોઈએ. 

ઇનહાઇડ્રોસીસ 

ઇનહાઈડ્રોસીસ જેને પરસેવો ન થવો કે ખૂબ ઓછો પરસેવો થવાની સ્થિતિ ગણવામાં આવે છે. આ એક દુર્લભ અને ગંભીર સ્થિતિ છે. જેમાં શરીર પરસેવો કાઢવાની ક્ષમતા ગુમાવી બેસે છે અથવા તો આ ક્ષમતા ઘટી જાય છે. આ સમસ્યા આંશિક રીતે આખા શરીરમાં થઈ શકે છે. જેને આ તકલીફ હોય તેના શરીરનું તાપમાન સામાન્ય રહેતું નથી અને ઉનાળામાં હીટ સ્ટ્રોકની સંભાવના વધી જાય છે. 

ડાયાબિટીક ન્યુરોપેથી 

ડાયાબિટીસના દર્દીમાં હાઈ બ્લડ સુગરના કારણે નુકસાન થઈ શકે છે જેને ડાયાબિટીક ન્યુરોપેથી કહેવામાં આવે છે. તેનાથી પરસેવાની ગ્રંથિઓ પણ પ્રભાવિત થાય છે અને પરસેવો આવવાનું ઘટી જાય છે. ખાસ કરીને હાથ પગ અને ચહેરા પર પરસેવો ન થતો હોય તો તેને ઇગ્નોર કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. 

થાઇરોડની સમસ્યા 

હાયપોથાઈરોડિઝમ એટલે કે થાઇરોડ હોર્મોનના અભાવમાં શરીરનું મેટાબોલિઝમ સ્લો પડી જાય છે અને તેની અસર પરસેવાની ગ્રંથિઓ પર પણ થાય છે જેના કારણે પરસેવો ઓછો આવે છે. તેના અન્ય લક્ષણ પણ છે જેમ કે વજન વધે છે, થાક લાગે છે અને શરીર વધારે પડતું ઠંડુ લાગે છે. 

સ્કિન ઓર્ડર 

જો સ્કિન પર કોઈ ઈજા થઈ હોય કે ત્વચા બળી ગઈ હોય તો તે ભાગમાં પરસેવાની ગ્રંથીઓ થતી ક્ષતિગ્રસ્ત થઈ જાય છે જેના કારણે ત્યાં પરસેવો થતો નથી. જો આ સમસ્યા શરીરના અન્ય ભાગોમાં પણ હોય તો તે ગંભીર સ્કિન ડીસઓર્ડર કે ન્યુરોલોજીકલ સમસ્યાનું લક્ષણ પણ હોઈ શકે છે. આવું હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. 

ઓટોઇમ્યુન બીમારીઓ 

કેટલાક ઓટોઈમ્યુન રોગમાં પણ શરીરની પ્રતિક રક્ષા પ્રણાલી પરસેવાની ગ્રંથિ પર હુમલો કરે છે જેના કારણે આ ગ્રંથીનું કાર્ય ધીમું થઈ જાય છે તો કેટલીક વખત સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. આ સ્થિતિમાં શરીરમાં પરસેવો આવતો નથી અથવા તો ઓછો આવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news