ગુજરાતી ન્યૂઝHealthસવારે ઉઠતા જ પગમાં જોવા મળે આ 6 લક્ષણ...તો સમજી જજો બ્લોક થઈ ગઈ છે બધી નસો! ડોક્ટર પાસે ભાગો ફટાફટ

સવારે ઉઠતા જ પગમાં જોવા મળે આ 6 લક્ષણ...તો સમજી જજો બ્લોક થઈ ગઈ છે બધી નસો! ડોક્ટર પાસે ભાગો ફટાફટ

નસો શરીર માટે ખુબ જરૂરી છે અને નસો દ્વારા જ સમગ્ર શરીરને ઓક્સીજન અને પોષક તત્વો મળતા હોય છે. નસો બ્લોક થઈ જાય તો તેની અસર સમગ્ર શરીર પર પડે છે. નસો બ્લોક થવાના સંકેત પગમાં જોવા મળતા હોય છે. 

સવારે ઉઠતા જ પગમાં જોવા મળે આ 6 લક્ષણ...તો સમજી જજો બ્લોક થઈ ગઈ છે બધી નસો! ડોક્ટર પાસે ભાગો ફટાફટ

લોહીની ધમનીઓ દ્વારા શરીરમાં લોહી, ઓક્સીજન અને પોષકતત્વો તમામ અંગો સુધી પહોંચતા હોય છે. ધમનીઓ બ્લોક થવાના કારણે હાર્ટ એટેકનું જોખમ રહે છે. જ્યારે શરીરની નસો બંધ  થાય તો તેના કારણે અન્ય અંગો પણ પ્રભાવિત થાય છે. નસો બંધ થવા પર સવાર સવારમાં પગમાં અનેક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણોની ઓળખ કરીને નસોના બ્લોકેજને ઠીક કરી શકાય છે. 

નસ બંધ થવાના કારણ
જ્યારે ફેટ નસો કે ધમનીઓની અંદર જમા થવા લાગે ત્યારે નસો બ્લોક થઈ શકે છે. ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ધુમ્રપાનના કારણે નસો બંધ થઈ શકે છે. આ ઉપરાંત વર્કઆઉટ કે કસરતો ન કરવાના કારણે પણ નસો બ્લોક થઈ શકે છે. 

Add Zee News as a Preferred Source

નસોમાં બ્લોકેજના લક્ષણો

પગનું સૂન્ન થવું
સવારના સમયે પગ સૂન્ન થવા એ પણ નસોમાં બ્લોકેજનું લક્ષણ હોઈ શકે છે.  સવારે તમે ઉઠો ત્યારે પગમાં સૂન્નપણું લાગે તો તેને નજરઅંદાજ કરવું જોઈએ નહીં. તરત ડોક્ટરને દેખાડવું જોઈએ. 

પગમાં દુખાવો
ચાલો ત્યારે પગમાં દુખાવો કે ખેંચાણ પણ બ્લોક નસોનો સંકેત હોઈ શકે છે. આવામાં પગના દુખાવાને નજરઅંદાજ ન કરવો અને જલદી ડોક્ટર પાસે જવું જોઈએ. 

પગમાં નબળાઈ
પગમાં નબળાઈ પણ નસોના બ્લોકેજનું એક લક્ષણ હોઈ શકે છે. સતત પગમાં નબળાઈ મહેસૂસ થતી હોય તો તમારે તરત ડોક્ટર પાસે જવું જોઈએ. 

પગ ઠંડા પડવા
સવારે ઉઠતાની સાથે જ તમારા પગના તળિયા ઠંડા લાગે તો તેને અવગણવું નહીં. કારણ કે તે બંધ નસોનું કારણ હોઈ શકે છે. 

પગની આંગળીઓમાં ઘા
પગની આંગળીઓમાં ઘા પડી જવા, ઘાની શરૂઆત સ્કિન લાલ રંગથી થવી, લાંબા સમય સુધી ઘા ન રૂંઝાય તો નસોમાં બ્લોકેજનો સંકેત હોઈ શકે છે. 

નખોની ચમક ઘટી જવી
નસોમાં બ્લોકેજ હોય તો નખોની ચમક ઘટી જાય છે. જો તમારા નખની ચમક ઘટી હોય તો તે પણ નસોના બ્લોકેજનું લક્ષણ હોઈ શકે છે. 

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news