)
Pet Ka Cancer Kya Hota Hai: આજના સમયમાં સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું અને શરીરમાં થઈ રહેલા ફેરફારો પર ધ્યાન આપવું જરૂરી થઈ ગયું છે. ઘણીવાર સાધારણ દેખાતા લક્ષણ પણ કોઈ ગંભીર બીમારીનો સંકેત ગોઈ શકે છે, જેની સમય પર ઓળખ કરવી જરૂરી છે. તેવામાં જો તમારા પેટમાં દુખાવો છે અને દવા લીધા બાદ ફરી શરૂ થાય છે તો તેને નજરઅંદાજ ન કરો. આ પેટનું કેન્સર હોવાનું શરૂઆતી લક્ષણ હોઈ શકે છે. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ઓન્કોલોજીના ડાયરેક્ટર ડોક્ટર ગણેશ નાગરાજનનું કહેવુ છે કે પેટના કેન્સરના શરૂઆતી સંકેતોમાં સતત પેટમાં દુખાવો કે બળતરા, થોડું ભોજન કર્યા બાદ પેટ ભારે લાગવું કે ભૂખની કમી હોઈ શકે છે. તેથી આવા લક્ષણોને નજરઅંદાજ ન કરવા જોઈએ.
પેટનું કેન્સર શું છે?
પેટના કેન્સરને ગેસ્ટ્રિક કેન્સરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ બીમારીમાં પેટની અંદરની પરત ખરાબ થઈ જાય છે. સાથે અંદરના સેલ્સ અસામાન્ય રૂપથી વધવાને કારણે પેટમાં ગાંઠ બની શકે છે, જેને ટ્યુમર કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ સમસ્યા પેટની સૌથી અંદરની પરતથી શરૂ થાય છે અને સમય પર સારવાર ન કરાવવામાં આવે તો તે શરીરના બીજા ભાગમાં ઝડપથી ફેલાઈ શકે છે.
પેટના કેન્સરના શરૂઆતી લક્ષણ
નબળાઈ- પેટમાં દુખાવાની સાથે-સાથે શરીરમાં નબળાઈ આવે છે અને વ્યક્તિનું શરીર થાકેલું રહે છે. તેવામાં દરરોજના કામ કરવામાં મુશ્કેલી આવે છે.
મળમાં લોહી પડવું- પેટનું કેન્સર થવા પર ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઇનલ ટ્રેક્ટમાં બ્લીડિંગ થઈ શકે છે. તેના કારણે ઉલ્ટી કે મળની સાથે લોહી આવી શકે છે, પરંતુ મળમાં લોહી આવવું કોઈ બીજી અંદરની બીમારીનો પણ સંકેત હોઈ શકે છે.
ભૂખ ઓછી લાગવી- આ બીમારીમાં વ્યક્તિને ભૂખ ઓછી લાગે છે અને ધીમે-ધીમે ખતમ થતી જાય છે. આ કારણે વ્યક્તિનું વજન ઝડપથી ઘટે છે અને કેન્સર સામે લડવું મુશ્કેલ બની જાય છે.
પેટમાં હળવો દુખાવો અને બેચેની- પેટમાં દુખાવો થવો સામાન્ય છે પરંતુ જો આવું દરરોજ થાય છે અને તમને બેચેની રહે છે તો તે કેન્સરનું શરૂઆતી લક્ષણ હોઈ શકે છે. તમારે આ લક્ષણને નજરઅંદાજ ન કરવું જોઈએ.
ઉલ્ટી થવી- થોડું ભોજન કર્યા બાદ કે કોઈ વસ્તુ જોવા પર ઉલ્ટોનો અનુભવ થવો પણ પેટના કેન્સરનું શરૂઆતી લક્ષણ હોઈ શકે છે. આ દરમિયાન ભોજન કરવા સમયે કે કંઈ ખાધા વગર પણ ઉલ્ટી જેવો અનુભવ થઈ શકે છે.
જો દવા લીધા બાદ પણ પેટમાં દુખાવો મટી રહ્યો નથી તો તમારે એકવાર ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.