)
Milk Consumption Effects: દૂધ પોષણનું મહત્વનું પાસું છે. તેમાં કેલ્શિયમ, વિટામિન ડી અને પ્રોટીન હોય છે. સવારની ચામાં, ભોજનની સાથે કે સીધું દૂધ પીવું આપણા હાડકાં અને દાંત માટે ફાયદાકારક હોય છે. પરંતુ શું દરેક માટે દૂધનું સેવન સુરક્ષિત છે? તેના પર ડોક્ટરોએ ચેતવણી આપી છે કે કેટલાક લોકો માટે Milk Consumptio ગંભીર હોઈ શકે છે.
કયા લોકોએ દૂધનું સેવન ન કરવું જોઈએ?
- દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે અને દૂધને પચાવવાની ક્ષમતા પણ અલગ હોય છે. ખાસ કરી આ લોકોએ સાવચેતી રાખવી જોઈએ.
- જે લોકો લેક્ટોઝ પચાવી શકતા નથી તેમને દૂધ પીવાથી પેટનું ફૂલવું, ગેસ અને ઝાડા જેવી પાચન સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે.
- દૂધમાં રહેલા પ્રોટીનથી એલર્જી ધરાવતા લોકોને તાત્કાલિક પ્રતિક્રિયાઓ થઈ શકે છે, જેમ કે ત્વચા પર ફોલ્લીઓ, ખાંસી અથવા શ્વાસ લેવામાં તકલીફ.
- ફુલ-ફેટ દૂધ અને ડેરી ઉત્પાદનોમાં સંતૃપ્ત ચરબી હોય છે. આ કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે અને હૃદય રોગનું જોખમ વધારી શકે છે.
- વધુ પડતું દૂધ પીવાથી પેટમાં એસિડ વધી શકે છે, જે એસિડ રિફ્લક્સ અથવા હાર્ટબર્ન તરફ દોરી શકે છે.
દૂધ પીવાના ફાયદા
- હાડકાં અને દાંત માટે Calcium & Vitamin D નો સારો સ્ત્રોત
- સ્નાયુઓની મજબૂતી માટે Protein Intake વધારે છે.
- ઊંઘ અને માનસિક સ્વાસ્થ્ય માટે Tryptophan પ્રદાન કરે છે.
- ત્વચા અને વાળમાં નિખાર લાવે છે.
સુરક્ષિત માત્રા અને વિકલ્પ
એક દિવસમાં 1 ગ્લાસ દૂધ પર્યાપ્ત છે.
High Cholesterol હોય તો ફેટ-ફ્રી દૂધનો વિકલ્પ પસંદ કરો
સોયા, બદામ કે ઓટ મિલ્ક પણ સ્વાસ્થ્યવર્ધક વિકલ્પ છે.
Lactose Intolerant લોકો તેનો ઉપયોગ કરી શકે છે.
દૂધ એક પોષક તત્વોથી ભરપૂર ડ્રિંક છે, પરંતુ બધા માટે સમાનરૂપે ફાયદાકારક નથી. પરંતુ કોઈ સ્વાસ્થ્ય સમસ્યા કે એલર્જીના મામલામાં ડોક્ટરની સલાહ લેવી સૌથી સુરક્ષિત ઉપાય છે. યોગ્ય માત્રા અને યોગ્ય પ્રકારનું દૂધ જ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે.