Health Tips: અડદની દાળ હાડકા મજબૂત કરે, મગની દાળ ઘટાડે કોલેસ્ટ્રોલ, જાણો કયા રોગમાં કઈ દાળ ફાયદો કરે
Dal and Diseases: દાળ ભારતીય ભોજનનું અભિન્ન અંગ છે. આપણે ત્યાં વિવિધ દાળ બને છે. દરેક દાળનો સ્વાદ જે રીતે અલગ હોય છે તે રીતે દાળના ગુણ અને લાભ પણ અલગ અલગ છે. આજે તમને જણાવીએ કઈ દાળ કઈ સમસ્યામાં લાભ કરે છે.
Trending Photos
Dal and Diseases: ભારતીય ભોજનનો મહત્વનો ભાગ દાળ હોય છે. દરેક ઘરમાં રોજ અલગ અલગ શાકની સાથે અલગ અલગ દાળ પણ બનતી હોય છે. દાળ પ્રોટીન અને ફાઇબરનો સૌથી સારો સોર્સ છે. તેથી જ વજન ઘટાડવાનું હોય તો પણ દાળ અને ડાયટમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. અલગ અલગ પ્રકારની દાળને સ્વાદ લઈને ખાતાં મોટાભાગના લોકો એ વાત નથી જાણતા કે કઈ દાળ શરીરને કેવા ફાયદા કરે છે.
આજે તમને જણાવીએ કઈ દાળનું સેવન કરવાથી શરીરને કેવો ફાયદો થાય છે. જે રીતે દાળના પ્રકાર અલગ અલગ હોય છે તે રીતે તેના ગુણ પણ અલગ અલગ હોય છે. દરેક દાળ અલગ અલગ બીમારીઓમાં અલગ અલગ ફાયદા કરે છે. તો ચાલો તમને જણાવીએ કઈ સમસ્યામાં કઈ દાળ ખાવી જોઈએ.
1. જે લોકોના શરીરમાં આયરનની ખામી હોય તેમણે મસૂરની દાળ ખાવી જોઈએ. મસૂરની દાળ આયરન અને ફોલેટથી ભરપૂર હોય છે જે રેડ બ્લડ સેલના ફોર્મેશનમાં ફાયદો કરે છે. નિયમિત રીતે મસૂરની દાળ ખાવાથી એનિમિયાની સમસ્યા પણ દૂર થઈ શકે છે.
2. જે લોકોનું બ્લડ સુગર હાઈ રહેતું હોય તેમણે શુગર મેનેજ કરવા માટે ચણાની દાળ ખાવી જોઈએ. ચણાની દાળમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે શરીરમાં ગ્લુકોઝ ધીરે ધીરે રિલીઝ કરે છે. તે ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે. તેથી તે બ્લડ સુગરને સ્ટેબલ રાખે છે.
3. જે લોકોના હાડકા નબળા હોય તેમણે અડદની દાળ ખાવી જોઈએ. અડદની દાળ કેલ્શિયમથી ભરપૂર હોય છે. અડદની દાળમાં ફોસ્ફરસ અને મેગ્નેશિયમ પણ હોય છે જે બોન ડેન્સિટી મેન્ટેન કરવામાં મદદ કરે છે.
4. જે લોકોનું કોલેસ્ટ્રોલ વધારે હોય તેમણે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે મગની ફોતરાવાળી દાળ ખાવી જોઈએ. મગની ફોતરાવાળી દાળ ફાઇબરથી ભરપૂર હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે અને લીવરના ફંકશનને પણ સુધારે છે.
5. જે લોકોનું બ્લડપ્રેશર હાય રહેતું હોય તેમણે તુવેરની દાળ ખાવી જોઈએ. તુવેરની દાળ પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે જે રક્તની ધમનીઓને રિલેક્સ કરે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
6. જે લોકોને પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય અથવા તો પાચન નબળું હોય તેમણે પીળી મગની દાળ ખાવી જોઈએ. પીળી મગની દાળ પચવામાં હળવી હોય છે અને તે પાચનતંત્રને ફાયદો કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે