Vitamin B12 Deficiency: સુતી વખતે દેખાય છે વિટામિન બી12 ની ખામીનું આ લક્ષણ, આ 5 સુપરફુડ ખાવાથી દુર થશે ઉણપ

Vitamin B12 Deficiency: આજના સમયમાં લોકો ત્યાં સુધી સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતા જ્યાં સુધી શરીરમાં સર્જાયેલી ખામીના લક્ષણો દેખાવા ન લાગે. જેમકે વિટામિન બી12ની ખામી, વિટામિન બી12ની ખામી શરીરમાં સર્જાય ત્યારે રાતના સમયે આ લક્ષણો દેખાય છે. 
 

Vitamin B12 Deficiency: સુતી વખતે દેખાય છે વિટામિન બી12 ની ખામીનું આ લક્ષણ, આ 5 સુપરફુડ ખાવાથી દુર થશે ઉણપ

Vitamin B12 Deficiency: આજકાલ લોકો પોતાની લાઈફસ્ટાઈલમાં એટલા વ્યક્ત થઈ જાય છે કે તેમને પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માટે પણ સમય મળતો નથી. ઘણા લોકો અલગ અલગ પ્રકારના વિટામિનની ઊણપથી પરેશાન હોય છે પરંતુ તેમને જ્યાં સુધી લક્ષણો ન દેખાય ત્યાં સુધી ખ્યાલ આવતો નથી. ખાસ તો જ્યારે વિટામીન બી12 ની ઊણપ પર ધ્યાન આપવામાં ન આવે તો વ્યક્તિને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યારે વિટામિન બી12 ઓછું હોય ત્યારે કેટલાક લક્ષણો રાત્રે જોવા મળે છે. આ લક્ષણો કયા છે ચાલો તમને જણાવીએ.

Add Zee News as a Preferred Source

વિટામીન બી12 શરીર માટે કેટલું જરૂરી છે એવા લોકો ત્યારે સમજે છે જ્યારે તેની ઉણપ પરેશાન કરવા લાગે છે. વિટામીન b12 શરીરમાં રેડ્સ બ્લડ સેલ્સ બનાવવાથી લઈને નર્વસ સિસ્ટમને એક્ટિવ કરવા સુધીના કામ કરે છે. વિટામીન બીટવેલ ની ખામી વિશે લોકોને મોડી ખબર પડે છે. કારણકે તેના લક્ષણ ખૂબ જ મામુલી હોય છે. ખાસ કરીને એવા લક્ષણ જે ફક્ત રાતના સમયે દેખાય છે તેને લોકો ઇગ્નોર કરી દેતા હોય છે. તો ચાલો આજે તમને જણાવીએ શરીરમાં વિટામીન બીટલ ઓછું હોય તો કયા લક્ષણ રાતે જોવા મળે છે. 

વિટામીન બી12 ની ખામીના રાત્રે દેખાતા લક્ષણ 

શરીરમાં વિટામીન b12 ઓછું હોય તો રાત્રે ઊંઘમાં પરસેવો વધારે થાય છે. મોટાભાગના લોકો તેને ગરમી સમજીને ઇગ્નોર કરે છે. પરંતુ આવું ત્યારે થાય છે જ્યારે શરીરમાં વિટામીન બી12 ઓછું હોય. આ સિવાય વિટામીન બી12 ઓછુ હોય તો નર્વસ સિસ્ટમ ડેમેજ થાય છે, નબળાઈ લાગે છે, થાક અનુભવાય છે અને હાથ પગમાં ઝણઝણાટી થાય છે. 

વિટામીન b12 ઓછું હોય તે લોકોને મોઢામાં ચાંદા અને એનિમિયા જેવી સમસ્યા પણ થાય છે. લોકોને અચાનક રાત્રે ધૂંધળું દેખાય છે, રાતના સમયે વસ્તુ જોવામાં કે વ્યક્તિને ઓળખવામાં પણ સમસ્યા થાય છે. આ સમસ્યા પણ વિટામીન b12 ની ઉણપનો સંકેત હોઈ શકે છે. 

વિટામીન બી 12 વધારતા સુપર ફુડ 

વિટામીન બી12 ની ઉણપને દૂર કરવા માટે ડાયટમાં ડેરી પ્રોડક્ટ, ઈંડાનો પીળો ભાગ, ફોર્ટીફાઈડ ફૂડ અને સી ફૂડનો સમાવેશ કરી શકો છો. આ વસ્તુઓને નિયમિત લેવાથી શરીરમાં વિટામીન b12 ઓછું થઈ જાય તેની સંભાવના પણ ઘટી જાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news