Walk Timing: ખોટા સમયે વોક કરવાથી શરીરને થઈ શકે છે નુકસાન, જાણો વોક કરવાનો સાચો સમય કયો?
Walk Timing: જો તમે ફીટ રહેવા માટે રોજ વોક કરો છો તેમ છતા તમને કંઈ ફાયદો નથી જણાતો તો શક્ય છે કે તમે ખોટા સમયે વોક કરવા નીકળી પડો છો. વોક કરવાથી લાભ થાય છે પરંતુ તેના માટે પણ યોગ્ય સમય હોય છે.
Trending Photos
Walk Timing: વજન ઘટાડવું હોય કે જનરલ ફિટનેસ લેવલ જાળવવું હોય વોકિંગ બેસ્ટ એક્સરસાઈઝ સાબિત થાય છે. સવારે સાંજે ખુલ્લી હવામાં વોક કરવાથી શરીરને ફાયદો થાય છે. વોકિંગ મહિલા અને પુરુષો બંનેને લાભ કરે છે. જો કે ઉનાળા દરમિયાન વોક કરતી વખતે સમયનું ખાસ ધ્યાન રાખવું.
ગરમીના દિવસોમાં કયા સમયે વોક કરવા જવું, કેટલા સમય સુધી ચાલવું તે જાણવું જરૂરી છે. જો તમે ઉનાળામાં આ બાબતોને ધ્યાને નથી લેતા તો તબિયતને ગંભીર નુકસાન પણ થઈ શકે છે.
ઉનાળામાં વોક કરવાનો યોગ્ય સમય
જો તમે સવારે વોક કરવાનું પસંદ કરો છો તો સવારે સૂર્યોદય આસપાસ વોક કરી શકો છો. સૂર્યોદય થતા જ તમે વોક માટે નીકળી શકો છો. તેનાથી લેટ નીકળો તો પણ 8 વાગ્યા સુધીમાં વોક પુરી કરી લેવી. ઉનાળામાં 8 વાગ્યા પછીના તડકામાં વોક કરવી હાનિકારક છે.
સાંજની વોકનો સમય
જો તમને સવારે સમય મળતો નથી તો તમે સાંજે પણ વોક કરી શકો છો. તેના માટે સાંજે 4 વાગ્યા પછી કોઈપણ સમયે વોક પર જઈ શકાય છે. જો કે બેસ્ટ સમય 6 થી 8 નો રહે છે. કારણ કે આ સમયે તડકો નથી હોતો અને વાતાવરણમાં ઠંડક હોય છે. આ સમયે વોક કરવામાં વધારે તકલીફ પણ નહીં થાય અને ફાયદો થશે.
ખોટા સમયે વોક કરવાથી થતા નુકસાન
- જો તમે વધારે પડતા તડકામાં વોક કરવા નીકળો છો તો હીટસ્ટ્રોક સંબંધિત સમસ્યા થઈ શકે છે.
- ઠંડીના દિવસોમાં વહેલી સવારે વોક કરવાથી અસ્થમા, ઉધરસ અને શરદી જેવી સમસ્યા થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે