Weight Loss: ઓટ્સ કે દલિયા ? વજન ઘટાડવા સવારે નાસ્તામાં શું ખાવું જોઈએ જાણી લો

Weight Loss Breakfast: સવારના નાસ્તામાં ઓટ્સ અને દલિયા લોકો લેતા હોય છે. પરંતુ જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમના મનમાં પ્રશ્ન હોય કે સવારે નાસ્તામાં શું ખાવું જોઈએ?

Weight Loss: ઓટ્સ કે દલિયા ? વજન ઘટાડવા સવારે નાસ્તામાં શું ખાવું જોઈએ જાણી લો

Weight Loss Breakfast: સવારનો નાસ્તો દિવસનું પહેલું મીલ હોય છે. આ મીલ સૌથી જરૂરી હોય છે. સવારનો નાસ્તો તમારા વજન પર પણ અસર કરે છે. સવારનો નાસ્તો શરીરને એનર્જી આપે છે સાથે જ શરીરનું એક્સ્ટ્રા ફેટ ઘટાડે છે. 

જે લોકો વજન ઘટવા માંગતા હોય તેઓ ઓટ્સ અને દલિયા ડાયટમાં સામેલ કરતા હોય છે. પરંતુ તેમ છતા ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે કઈ વસ્તુ વધારે હેલ્ધી છે ? તો ચાલો તમને જણાવીએ કે ઓટ્સ અને દલિયામાંથી વધારે હેલ્ધી ઓપ્શન કયો છો. 

વજન ઘટાવા માટે ઓટ્સ

ઓટ્સ પોષકતત્વોથી ભરપુર છે. તે કાર્બોહાઈડ્રેટ, ફાઈબ, પ્રોટીન, આયરન જેવા તત્વોથી ભરપુર હોય છે. સવારે ઓટ્સ ખાવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે. જેના કારણે વારંવાર થતી ક્રેવિંગ ઓછી થાય છે. ઓટ્સમાં કેલેરી ઓછી હોય છે અને તે ડાયજેશનને હેલ્ધી રાખે છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

દલિયાથી થતા લાભ

ઘઉંના ઝીણા ટુકડાને દલિયા કહેવાય છે. દલિયા પણ હેલ્ધી હોય છે. દલિયા પાચનને સ્વસ્થ રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમાં કેલેરી ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે જે પેટને કલાકો સુધી ભરેલું રાખે છે. વજન ઘટાડવામાં દલિયા પણ લાભ કરે છે. તેનાથી પાચન સંબંધિત સમસ્યા દુર થાય છે. 

ઓટ્સ અને દલિયામાં વધારે સારું શું ?

વજન ઘટાડવા માટે દલિયા અને ઓટ્સ પસંદ અનુસાર લઈ શકો છો. બંને વસ્તુઓ નાસ્તા માટે સારી છે. દલિયા એ લોકો માટે સારો ઓપ્શન છે જે લો ગ્લાયસેમિક ઈંડેક્સવાળો નાસ્તો કરવા માંગે છે. ઓટ્સમાં દલિયા કરતાં વધારે શુગર હોય છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news