Weight Loss માટે Japanese Water Therapy, જાણો કેવી રીતે ઘટાડશે તમારું વજન?
Trending Photos
Weight Loss Therapy: આપણાં શરીરનો 55 ટકા ભાગ પાણીથી બનેલો છે અને શરીરમાં પાણીનું (Water) પ્રમાણ સંતુલન અને ટોક્સિન્સને (Toxins) બહાર કાઢવા માટે જરૂરી છે કે, તમે યોગ્ય માત્રામાં પાણી પીવો. પરંતુ પાણી પીવાથી માત્ર એટલો જ ફાયદો થતો નથી. ઘણા સંશોધનોમાં આ વાત સામે આવી છે કે, પાણી મેટાબોલિઝ્મને (Metabolism) તેજ કરે છે અને વજન ઘટાડવામાં (Weight Loss) પણ મદદગાર સાબિત થયા છે. મોટાભાગે લોકો વજન સાથે જોડાયેલી સમસ્યાથી પેરશાન રહે છે. તેથી જો તમે માત્ર પાણી પીને વજન ઘટાડવા માંગો છો, તો અમે તમને એક ખાસ રીત જણાવી રહ્યા છીએ. જેનું નામ છે Japanese Water Therapy.
શું છે Japanese Water Therapy
આ થેરાપીમાં તમારે સવારે ઉઠતાની સાથે જ તમારા રૂમના તાપમાનમાં રાખેલા ઘણા ગ્લાસ પાણી (Water) પીવા પડે છે. આ ઉપરાંત સ્ટ્રિક્ટ ઇટિંગ પેટર્નને (Eating Pattern) પણ ફોલો કરવી પડશે. તેમાં એક વ્યક્તિને 15 મિનિટના સમયમાં ખાવું પડે છે. જો તમે આ પદ્ધતિ અપનાવો છો, તો તમારે નાસ્તા (Snacks) અને ભોજન (Meals) વચ્ચે લાંબું અંતર રાખવું પડશે.
પાણી કેવી રીતે ઘટાડે છે વજન
કેટલાક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, પાણી વજનને ઘટાડવામાં (Weight Loss) મદદ કરે છે. આવા જ એક સંશોધન અનુસાર, પુખ્ત વયના લોકો જેઓ વજન ઘટાડવા માંગતા હતા, જ્યારે તેઓ ભોજન પહેલા 2.1 કપ અથવા 500 મિલી પાણી (Water) પીતા હોય ત્યારે તેમણે આવા પુખ્ત વયના લોકો કરતા 13 ટકા ઓછું ખોરાક ખાધો હતો. જેમણે જમતા પહેલા પાણી પીધું ન હતું. અન્ય સંશોધન મુજબ જો તમે તમારા સુગર ડ્રિંક્સને બદલે પાણી પીવો છો, તો તેનાથી તમારી કેલરી ઇનટેક ઘટી જાય છે.
એક્સ્ટ્રા કેલેરીથી બચો
એવું માનવામાં આવી રહ્યું છે કે, પાણીમાં હાજર હાઈડ્રેશન કોમ્પોનેન્ટ વજન ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે ભોજન કરતા પહેલા પાણી પીવો છો, તો તે તમને ઓવર ઇટિંગથી રોકે છે અને તેનાથી બે ટાઈમના ભોજન વચ્ચે તમારી અંદર જે ફૂળને લઇને ક્રેવિંગ હોય છે, તે પણ ઘટી જાય છે. તેનાથી તમે એક્સ્ટ્રા કેલેરી સ્ટોર કરવાથી બચી શકો છો.
Meals વચ્ચે ઓછામાં ઓછા બે કલાકનો ગેપ
સવારે ઉઠ્યા બાદ તમારા રૂમના તાપમાને રાખવામાં આવેલ 180 મિલીમીટર પાણી પીવું જોઇએ. ધ્યાનમાં રાખો કે પ્રથમ ભોજન પહેલાં 45 મિનિટ પહેલાં પાણી પીવો. ત્યારબાદ તરસ લાગે છે તેટલું પાણી પીવો અને પોતાને હાઈડ્રેટેડ રાખો. ખોરાક અંગે કડક નિત્યક્રમનું પાલન કરો. 15 મિનિટમાં ખોરાક લો અને Meals ની વચ્ચે ઓછામાં ઓછું બે કલાકનું અંતર રાખો. આ ઉપચાર વિશેની સૌથી અગત્યની બાબત એ છે કે શું ખાવું અને શું નહીં તે વિશે કોઈ માહિતી નથી. પરંતુ આ બાબત ચોક્કસપણે છે કે તમે જે કંઈપણ ખાશો તે સ્વસ્થ હોય.
એક્સપર્ટ્સે કહી આ વાત
આ થેરાપી જાપાનમાં તો પોપ્યુલર છે, દુનિયાના ઘણા ભાગમાં પણ લોકો તેને અપનાવી રહ્યા છે. જો કે, વૈજ્ઞાનિકોનો અભિપ્રાય મિશ્રિત છે. કેટલાક કહે છે કે, આ ઉપચાર અસરકાર છે, જ્યારે કેટલાક કહે છે કે, 15 મિનિટની ભોજન કરી લેવું લોન્ગ ટર્મમાં વજન ઘટાડવા માટે મદદરૂપ નથી. આવા ટૂંકા સમયમાં પેટ મગજમાં સંકેત આપી શકતું નથી કે તમારું પેટ ભરાઈ ગયું છે. તેનું પરિણામ એ છે કે, તમે વધુ ખોરાક લો છો.
ઓવર હાઇડ્રેશનનો ભોગ બની શકો છો તમે
બીજી બાજુ, જો તમે ધીમે ધીમે ખોરાક ચાવશો, તો તે વજન ઘટાડવા અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. નિષ્ણાતોના મતે, Japanese water therapy શરૂઆતમાં વજન ઘટાડવામાં મદદ કરે છે પરંતુ તે સસ્ટેનેબલ નથી. આ સિવાય બીજું નુકસાન એ છે કે, તમે ઓવર હાઇડ્રેશનનો ભોગ બની શકો છો. વધારે પાણી પીવું શરીરમાં સોડિયમના concentrationને ઘટાડે છે અને તે ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી આ થેરાપી અપનાવતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂરથી લો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
More Stories