)
Bone Glue China: હાડકામાં ફ્રેકચર સામાન્ય વાત છે. દુર્ઘટના દરમિયાન કે ઘરમાં પડવા વાગવાથી આવું થઈ શકે છે. આ સ્થિતિમાં હાડકાને જોડવા માટે સર્જરી કરાવવી પડે છે કે પ્લાસ્ટર કરાવવું પડે છે. આ પ્રોસેસ પછી પણ એક થી 2 મહિના થાય છે હાડકું જોઈન્ટ થવામાં. ફ્રેકચર થઈ જાય તો તેને રીપેર થતા સમય પણ લાગે છે અને દુખાવો પણ થાય છે.
પરંતુ ચીનના વૈજ્ઞાનિકોએ એક જબરદસ્ત શોધ કરી છે. ચીન દ્વારા દુનિયાનું પહેલું બોન ગ્લૂ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગ્લૂ તૂટેલા હાડકાંને 2 થી 3 મિનિટમાં જોડી શકે છે. આ ગ્લૂનો ઉપયોગ કર્યા પછી સર્જરી કરાવવાની જરૂર પડતી નથી એવો દાવો કરવામાં આવે છે.
બોન ગ્લૂને બોન-02 કહેવામાં આવે છે. તે એક ખાસ ચીપકી જનાર પદાર્થ છે. આ અંગે મળતી જાણકારી અનુસાર આ ગ્લૂને ઈંજેકશનની જેમ ફ્રેક્ચર હોય ત્યાં લગાવવાનું હોય છે અને આ ગ્લૂ જેવો પદાર્થ તૂટેલા હાડકાને મજબૂતીથી જોડી દે છે. આ પ્રોસેસમાં 2 થી 3 મિનિટનો જ સમય લાગે છે. ખાસ વાત એ છે કે જ્યારે હાડકું ચોંટી જાય છે તો આ ગ્લૂ 6 મહિનામાં શરીરમાં ભળી જાય છે.
ચીનના ઝેજિયાંગના શોધકર્તાઓએ આ ગ્લૂ બનાવુયં છે. આ ગ્લૂ શરીરમાં તુરંત ભળી જાય છે અને હાડકાંને જોડી દે છે. એકવાર આ ગ્લૂ લગાડ્યા પછી સર્જરી કે પ્લાસ્ટરની જરૂર પડતી નથી. આ ગ્લૂને કાઢવાની પણ જરૂર પડતી નથી. આ ગ્લૂ છીપલાથી પ્રેરિત છે. જે રીતે છીપલા પાણીમાં મજબૂતીથી ચીપકી જાય છે તે રીતે જ હાડકાને ચોંટાડવાનું કામ આ ગ્લૂ કરે છે. જાણકારી અનુસાર આ ગ્લૂ 400 પાઉંડથી વધુનું વજન સહન કરી શકે છે.
આ બોન ગ્લૂનો લેબ ટેસ્ટ સુરક્ષિત સાબિત થયો છે. 150 થી વધુ દર્દી પર તેનું ટ્રાયલ થઈ ચુક્યું છે. એક ટ્રાયલમાં સર્જરી બસ 3 મિનિટમાં થઈ ગઈ છે જેમાં કલાકોનો સમય લાગતો હોય છે. આ બોન ગ્લૂ દર્દીઓની મોટી સમસ્યા દુર કરી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)