Uric Acid: ઝડપથી યુરિક એસિડ ઘટાડી શકે છે આ 3 ફળ, ગાઉટના દુખાવામાં પણ થશે રાહત
How to Reduce Uric Acid: યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે કેટલાક ફળ ઉપયોગી સાબિત થાય છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે આ ફળ ખાવાથી વધેલુ યુરિક એસિડ કંટ્રોલમાં રહે છે અને હાડકા પણ મજબૂત થાય છે.
Trending Photos
How to Reduce Uric Acid: યુરિક એસિડ એવો પદાર્થ છે જે શરીરમાં પ્યુરીનના તૂટવાથી બને છે. શરીરમાં યુરિક એસિડનું લેવલ વધી જાય તો સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે. એક વખત યુરિક એસિડ હદ કરતાં વધી જાય તો તેને કંટ્રોલ કરવું પણ મુશ્કેલ થઈ જાય છે. યુરિક એસિડના કારણે સાંધામાં તીવ્ર દુખાવો અને સોજો રહે છે અને સાથે જ તે ગઠિયા જેવી ગંભીર બીમારી થવાનું કારણ પણ બની જાય છે. નિષ્ણાંત જણાવે છે કે હાઈ યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે કેટલાક ફળ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ફળ યુરિક એસિડને કંટ્રોલ કરવાની સાથે હાડકાને પણ મજબૂત બનાવે છે.
શરીરમાં યુરિક એસિડ ત્યારે વધે છે જ્યારે પ્યુરીન નામનું તત્વ તૂટે છે અને કિડની તેને શરીરમાંથી બહાર કાઢી શકતી નથી. આ સ્થિતિમાં કેટલાક નેચરલ ફળ યુરિક એસિડને ઝડપથી ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. એક્સપર્ટ અનુસાર ચેરી, અનાનસ અને કીવી એવા ફળ છે જે યુરિક એસિડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને હાડકાને મજબૂત પણ બનાવે છે.
ચેરી ખાવાથી થતા ફાયદા
એક રિપોર્ટ અનુસાર ચેરીમાં યુરિક એસિડ કંટ્રોલ કરતાં ગુણ હોય છે. લાલ રંગની ચેરી વિટામીન b6, વિટામિન એ, વિટામીન સી થી ભરપૂર હોય છે. ચેરીમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણનું પ્રમાણ સારું એવું હોય છે જે યુરિક એસિડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ચેરીમાં એન્થોસાયનિન નામનું તત્વ હોય છે જે શરીરના સોજા ઓછા કરે છે અને યુરિક એસિડને કંટ્રોલ કરવામાં પણ અસરકારક છે.
અનાનસ ખાવાથી થતા ફાયદા
અનાનસ યુરિક એસિડ લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં બ્રોમેલેન નામનું તત્વ હોય છે જે શરીરમાંથી યુરિક એસિડને બહાર કાઢવામાં મદદ કરે છે અને સોજા ઓછા કરે છે. અનાનસ વિટામિન સી અને ફાઇબરથી ભરપૂર હોય છે જે યુરિક એસિડ લેવલને ઘટાડવામાં મદદ કારક સાબિત થાય છે. સાંધાના દુખાવાને શાંત કરવામાં મદદ કરે છે. તેનાથી હાડકા મજબૂત થાય છે અને ગઠિયાથી પણ રાહત મળે છે.
કીવી ખાવાથી થતા ફાયદા
કીવી એવું ફળ છે જે યુરિક એસિડ લેવલને ઘટાડવામાં મદદ કરે છે. વિવિધ પ્રકારના પોષક તત્વોથી ભરપૂર કેવી શરીરમાંથી વિષાક્ત પદાર્થ એટલે કે ટોક્સિન બહાર કાઢવામાં મદદ કરે છે. કીવી ઇમ્યુનિટી બુસ્ટ કરે છે અને શરીરને અનેક રીતે લાભ કરનાર છે. કીવી કિડની સફાઈ કરવાની સાથે હાડકા અને સાંધાને મજબૂત કરવાના કામમાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે