)
Green Leaves Health Benefits: આપણા ઘરની આસપાસ ઉગતા કેટલાક છોડના લીલા પાન દેખાવમાં સામાન્ય લાગે છે પરંતુ આ પાનમાં આપણા શરીરને સ્વસ્થ રાખવાનું સીક્રેટ છુપાયેલું હોય છે. આ પાનમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી ઓક્સીડન્ટ ભરપુર માત્રામાં હોય છે. આ પાન આપણને બીમારીઓથી બચાવે છે અને શરીરની કેટલીક સમસ્યાઓ પણ દુર કરી શકે છે. તો ચાલો જાણીએ આ 5 જાદુઈ પાન કયા છે.
કરી પત્તા
કરી પત્તા એટલે કે મીઠા લીમડાના પાનનો ઉપયોગ રસોઈમાં રોજ થાય છે. આ પાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. લીમડાના પાન આયરન, કેલ્શિયમથી ભરપુર હોય છે. આ પાન લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેનાથી બ્લડ શુગર કંટ્રોલ થાય છે. પાચન શક્તિ મજબૂત થાય છે. ખરતા વાળની સમસ્યામાં પણ મીઠો લીમડો લાભકારી સાબિત થાય છે.
તુલસીના પાન
તુલસીના પાન ઔષધીય છે. તુલસીના પાનમાં યૂજેનોલ અને એન્ટી ઈંફ્લેમેટરી કંપાઉંડ હોય છે જે શરીરના સોજા ઓછા કરે છે. તુલસી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. સ્ટ્રેસ ઘટાડે છે. રોજ સવારે ખાલી પેટ 2 તુલસીના પાન ખાવાથી શરદી, ઉધરસ, કફ જેવી સમસ્યાથી રાહત મળી શકે છે.
કડવો લીમડો
કડવા લીમડાના ગુણ મીઠા હોય છે. લીમડાના પાનમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે. તે રક્ત સાફ કરે છે. કડવો લીમડો ખીલ સહિતની સ્કિન પ્રોબ્લેમમાં લાભ કરે છે. લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેનું પાણી પી પણ શકો છો. ત્વચા પર લીમડાના પાનની પેસ્ટ લગાડી પણ શકાય છે.
સરગવના પાન
મોરિંગા એટલે કે સરગવાના પાનમાં વિટામીન એ, સી, ઈ અને એમિનો એસિડ ભરપુર માત્રામાં હોય છે. આ પાન એનર્જી વધારે છે. હિમોગ્લોબીન સુધારે છે અને હોર્મોન બેલેન્સ કરવામાં મદદ કરે છે. નિયમિત રીતે મોરિંગા પાવડર લેવાથી શરીર અંદરથી મજબૂત થાય છે.
ફુદીનો
ફુદીનો શરીરને ઠંડક કરનાર છે. ફુદીનાના પાનમાં મેંન્થોલ હોય છે જે પેટના મસલ્સને રિલેક્સ કરે છે. તેનાથી ગેસ, એસિડિટી અને અપચાથી રાહત મળે છે. ફુદીનાના પાનની ચટણી લેવાથી શરીરને ઠંડક મળે છે. ફુદીનો ચાવીને ખાવાથી મોંમાંથી આવતી વાસની સમસ્યા દુર થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)