Sterilization Surgery: નસબંધી દરમિયાન ડોકટરો કઈ નસ કાપી નાખે છે, જેના કારણે બાળકો જન્મતા નથી?
Tubectomy: ભારતમાં એક સમય હતો જ્યારે નસબંધી લોકો માટે એક દુઃસ્વપ્ન હતું. ચાલો આજે તમને જણાવીએ કે નસબંધી દરમિયાન કઈ નસો કાપવામાં આવે છે.
Trending Photos
)
Tubectomy procedure: ભારતમાં એક સમય એવો હતો જ્યારે સરકાર લોકોને પકડી-પકડીને નસબંધી કરી દેતી હતી. તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીએ આ મામલાને ખુબ આગળ વધાર્યો. કહેવામાં આવે છે કે તે સમયે લોકોને પકડીને નસબંધી કરી દેવામાં આવતી હતી. સ્થિતિ એવી હતી કે લોકો ખેતરમાં કામ કરવા જતાં ડરતા હતા, ઘરમાં છુપાઈને રહેતા હતા કે કોઈ સરકારી ગાડી ન આવી જાય અને તેને લઈને નસબંધી ન કરી દેવામાં આવે. પરંતુ આપણા મનમાં એક સવાલ આવે છે કે નસબંધી કઈ રીતે કરવામાં આવે છે, નસબંધીમાં કઈ નસ કાપી દેવામાં આવે છે, જેનાથી લોકોના બાળકો પેદા થતાં નથી. જો તમારા મનમાં પણ આ સવાલ છે તો આવો તેના વિશે જણાવીએ.
પુરૂષોમાં નસબંધી કઈ રીતે થાય છે?
પુરૂષ નસબંધીને મેડિકલ ભાષામાં વેસક્ટોમી કહેવાય છે. તેમાં ડોક્ટર વાસ ડિફરેન્સ નામની નળીને કાપીને બાંધી દે છે. વાસ ડિફરેન્સ તે ટ્યૂબ છે જે ટેસ્ટિસથી શુક્રાણુને બહાર લાવે છે. નસબંધી દરમિયાન તેને કાપી સીલ કરી દેવામાં આવે છે, તેથી જ્યારે શુક્રાણુ બહાર નીકળતા નથી તો બાળકો ક્યાંથી પેદા થશે. આ રીતે જ્યારે પુરૂષ શારીરિક સંબંધ બાંધે તો વીર્ય બહાર નીકળે છે પરંતુ તેની સાથે શુક્રાણુ બહાર નીકળતા નથી. આ રીતે પુરૂષની બાળકો પેદા કરવાની સંભાવના ખતમ થઈ જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો પ્રજનન ક્ષમતા ખતમ થઈ જાય છે, પરંતુ પુરૂષની શારીરિક સંબંધ બાંધવાની ક્ષમતા પર કોઈ અસર થતી નથી.
મહિલાઓમાં નસબંધી
સ્ત્રી નસબંધીને ટ્યુબેક્ટોમી કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં, ડૉક્ટર સ્ત્રીની ફેલોપિયન ટ્યુબ કાપી નાખે છે અથવા બાંધી દે છે. સરળ શબ્દોમાં કહીએ તો, ફેલોપિયન ટ્યુબ એ માર્ગ છે જેના દ્વારા ઇંડા અંડાશયથી ગર્ભાશય સુધી જાય છે. જ્યારે આ ટ્યુબ બ્લોક થઈ જાય છે, ત્યારે ઇંડા અને શુક્રાણુનું જોડાણ અટકાવવામાં આવે છે, જેના કારણે સ્ત્રીઓ બાળકો પેદા કરી શકતી નથી. જો કે, અહીં એક વાત સૌથી વધુ નોંધનીય છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ માટે નસબંધી વધુ મુશ્કેલ છે. નળીઓ સુધી પહોંચવા માટે પેટના નીચેના ભાગમાં ચીરો લગાવવો પડે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર નસબંધી 99 ટકા પ્રભાવી હોય છે. આ એકવાર પ્રક્રિયા થઈ ગયા બાદ બીજીવાર બાળક પેદા થવાની સંભાવના ખૂબ ઓછી રહે છે. પરંતુ તે માટે સૌથી જરૂરી છે કે નસબંધીનું કામ કોઈ જાણકાર ડોક્ટર પાસે કરાવવું જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














