)
Who Should Not Eat Rice: વાત કરીએ ચોખાની તો મોટાભાગના ભારતીય ઘરની રસોઈમાં ભાત મહત્વનો ભાગ હોય છે. મોટાભાગના ઘરોમાં બપોરે જમવામાં ભાત અચૂક બને છે. ઘણા લોકોના ઘરે તો રાત્રે પણ ખીચડી, પુલાવ કે બિરયાની બને છે જેમાં પણ ચોખાનો ઉપયોગ થાય છે. મોટાભાગે બપોરના ભોજનમાં તો ભાત ખવાતો જ હોય છે. જો બપોરે ભાત વધ્યો હોય તો લોકો રાત્રે પણ ભાત ખાવા તૈયાર હોય છે. જોકે દરેક વ્યક્તિ માટે ભાત ફાયદાકારક નથી.
કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાના દર્દીએ ભાત ખાવાનું ટાળવું જોઈએ. ભાત ખાવામાં તો મજા આવે છે અને સ્વાદ પણ આવે છે પરંતુ જો આ સ્વાસ્થ્ય સમસ્યામાં રોજ ભાત ખાવામાં આવે તો ગંભીર નુકસાન થઈ શકે છે. તેથી આ સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો દર્દીએ ભાતનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
ડાયાબિટીસના દર્દી
જે લોકોને ડાયાબિટીસની તકલીફ હોય તેમણે ભાત ખાવાથી બચવું જોઈએ. ચોખાનો ગ્લાયસેમીકઈન્ડેક્સ વધારે હોય છે જે બ્લડ સુગર લેવલને વધારી શકે છે. જો કોઈપણ વ્યક્તિને ડાયાબિટીસ છે અને તેને ભાત ખાવા પણ પ્રિય છે તો તેણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને તે અનુસાર જ આહાર લેવો જોઈએ..
સ્થૂળતા
જો તમે વજન ઘટાડવા માંગતા હોય એટલે કે પહેલાથી જ તમારું વજન વધારે હોય તો ભાતને તમારી ડાયટમાંથી દૂર કરી દો. વજન વધારે હોય અને ભાત ખાશો તો શરીર વધવા લાગશે. ચોખામાં કાર્બોહાઈડ્રેટ હોય છે જે શરીરમાં ફેટ જામવાનું મુખ્ય કારણ બની શકે છે..જે લોકોનું વજન પહેલાથી જ વધારે હોય તેવો રોજ ભાત ખાય તો શરીરમાં ફેટ ઝડપથી વધવા લાગે છે.
નબળું પાચન
જે લોકોની પાચનશક્તિ નબળી હોય તેમણે પણ ભાત ખાવાથી બચવું જોઈએ. જે લોકોનું પાચન નબળું હોય તેઓ ભાતનું સેવન કરે તો તેના પાચનમાં સમય લાગે છે. જ્યાં સુધી ભાત પતે નહીં ત્યાં સુધી પેટમાં ભારેપણું અનુભવાય છે.
કિડની પ્રોબ્લેમ
જે લોકોને કિડની પ્રોબ્લેમ હોય તેમણે પણ ચોખાનું સેવન કરવાથી બચવું જોઈએ.. જો તમને ન ખબર હોય તો જણાવી દઈએ કે ચોખામાં ભરપૂર માત્રામાં ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે. જે કિડની માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે જો તમને પહેલાથી જ કીડની સંબંધિત કોઈ સમસ્યા હોય. કિડનીની તકલીફ હોય અને રોજ ભાત ખાવામાં આવે તો સ્થિતિ વધારે બગડી શકે છે..
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)