)
Food For Brain Development: પ્રેગ્નેંસી દરમિયાન મહિલાઓ પોતાની ડાયટને લઈને સજાગ રહેવું જોઈએ. પ્રેગ્નેંસી દરમિયાન તે જે પણ ખાય છે તેની સીધી અસર ગર્ભમાં ઉછરતા બાળકના વિકાસ પર પડે છે. બાળકના સારા સ્વાસ્થ્ય અને સારા વિકાસ માટે મહિલાએ બેલેન્સ ડાયટ લેવી જરૂરી છે. ગર્ભમાં જે બાળક હોય તેના મગજના વિકાસ માટે મહિલાએ પોતાની ડાયટમાં કેટલીક ખાસ વસ્તુઓ સામેલ કરવી જોઈએ. આ વસ્તુઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.
શક્કરીયા
શક્કરીયા બીટા કેરોટીન, વિટામિન એ થી ભરપુર હોય છે જે બાળકના મગજના વિકાસ માટે જરૂરી હોય છે. તેથી ગર્ભવતી મહિલાએ પોતાની ડાયટમાં શક્કરીયા સામેલ કરવા જોઈએ.
બદામ
બદામ વિટામિન ઈ, આયરન, હેલ્ધી ફેટ્સથી ભરપુર હોય છે. બદામનું સેવન કરવાથી બાળકના મગજનો વિકાસ સારી રીતે થાય છે. પ્રેગ્નેંસી દરમિયાન બદામને પાણીમાં પલાળી ખાવી જોઈએ. જો કે બદામ ખાવાનું શરુ કરો તે પહેલા ડોક્ટરની સલાહ લઈ લેવી.
દહીં
દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે. દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમ હોય છે જે માં અને બાળકના હાડકા મજબૂત કરે છે. દહીં ખાતા પહેલા પણ ડોક્ટર સાથે વાત કરી લેવી. કારણ કે દરેક મહિલાની પ્રેગ્નેંસીની તાસીર અલગ અલગ હોય છે.
ઈંડા
ઈંડામાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન બી 12 હોય છે. પ્રેગ્નેંસીમાં ઈંડા ખાવાથી બાળકના હાડકા મજબૂત થાય છે. ઈંડાનું સેવન કરવાથી નર્વસ સિસ્ટમ અને મગજનો વિકાસ થાય છે.
બીન્સ અને દાળ
મહિલાઓએ પ્રેગ્નેંસી દરમિયાન ડાયટમાં બીન્સ અને દાળને પણ સામેલ કરવા જોઈએ. આ વસ્તુઓ પ્રોટીન, ફાઈબર અને આયરનથી ભરપુર હોય છે.
મગફળી
પ્રેગ્નેંસી દરમિયાન મગફળીનું સેવન સ્નેક્સ તરીકે કરી શકાય છે. મગફળીમાં પણ પ્રોટીન હોય છે. સાથે જ તેમાં ફોલેટ, વિટામિન ઈ હોય છે જે બાળકના મગજના વિકાસ માટે લાભકારી ગણાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)