)
Stomach Pain: અનિયમિત આહાર, સ્ટ્રેસ અને બેઠાળુ જીવનશૈલીના કારણે પેટમાં દુખાવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. પેટનો દુખાવો દરેક વ્યક્તિએ અનુભવ્યો હશે. ઘણા લોકો દુખાવો મટાડવા માટે તુરંત દવા પણ લઈ લેતા હોય છે. પરંતુ વારંવાર દવા લેવી શરીર માટે નુકસાનકારક છે.
પેટમાં દુખાવો થાય તો તેને દવા વિના મટાડવાનો ઉપાય પણ છે. જ્યારે પણ પેટમાં દુખે ત્યારે દવા લેવાને બદલે એકવાર આ ઉપાય ટ્રાય કરો. આ ઉપાયથી થોડી મિનિટોમાં જ દુખાવો મટી શકે છે. પેટમાં દુખાવા ઉપરાંત, પેટમાં ચુંક આવતી હોય, પેટ ભારે થઈ ગયું હોય ત્યારે પણ આ ઉપાય ટ્રાય કરી શકો છો.
પેટનો દુખાવો મટાડવા ટ્રાય કરો આ મુદ્રા
પેટમાં દુખાવો થવો સામાન્ય સમસ્યા છે. ઘણા લોકો દુખાવા માટે દવા લેવાનું ટાળતા હોય છે અને ઘણા લોકો એટલી દવા લેતા હોય છે કે પછી દવા અસર પણ કરતી નથી. જો તમારે દવા લીધા વિના પેટનો દુખાવો મટાડવો હોય તો તેના માટે એક સરળ યોગ મુદ્રા કરી શકો છો.
તેના માટે બંને હાથની હથેળી ખોલી અને નખની મદદથી હથેળીમાં નીચેના ભાગ પર પ્રેશર આપવાનું છે. આ મુદ્રાથી 5 મિનિટમાં દુખાવામાં રાહત થવા લાગશે. આ મુદ્રા ઘરે, ઓફિસમાં કે કોઈપણ જગ્યાએ બેસીને કરી શકો છો. તેનાથી પેટના દુખાવાથી રાહત મળી જશે.
આ મુદ્રા કરવાથી ફક્ત પેટનો દુખાવો નહીં પેટ સંબંધિત અન્ય સમસ્યામાં પણ ફાયદો થશે. નખ વડે હથેળી પર પ્રેશર કરવાથી શરીરની નસો પર પ્રેશર આવે છે જેના કારણે પાચન ક્રિયા સુધરે છે, ગેસ, અપચો જેવી સમસ્યાથી રાહત મળે છે. આ મુદ્રાથી શરીરમાં ઊર્જાનો પ્રવાહ સંતુલિત થાય છે અને તણાવ દુર કરવામાં મદદ મળે છે. આ મુદ્રા કરવામાં સરળ છે અને તેના માટે તમારે વિશેષ જગ્યા કે વધારે સમય કાઢવાની પણ જરૂર નથી. આ મુદ્રાનો અભ્યાસ રોજ કરવાથી પાચન તંત્ર મજબૂત થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)