નીરવ મોદી બાદ વધુ જ્વેલરે લગાવ્યો 14 બેંકોને ચૂનો, 1000 કરોડ લઇને ફરાર

પીએનબી કૌભાંડ બાદ સતત બેંકોના નવા-નવા કૌભાંડ ખુલીને સામે આવી રહ્યાં છે. હવે વધુ એક મામલે ખુલાસો થયો છે જેમાં જ્વેલરી બિઝનેસ સાથે સંકળાયેલી વધુ એક કંપનીએ બેંકોને 824.15 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ જાન્યુઆરીમાં સીબીઆઇને ચેન્નઇની જ્વેલરી ચેન કનિષ્ક ગોલ્ડની તપાસ કરવા માટે કહ્યું હતું. 

Updated By: Mar 21, 2018, 04:10 PM IST
નીરવ મોદી બાદ વધુ જ્વેલરે લગાવ્યો 14 બેંકોને ચૂનો, 1000 કરોડ લઇને ફરાર

નવી દિલ્હી/ચેન્નઇ: પીએનબી કૌભાંડ બાદ સતત બેંકોના નવા-નવા કૌભાંડ ખુલીને સામે આવી રહ્યાં છે. હવે વધુ એક મામલે ખુલાસો થયો છે જેમાં જ્વેલરી બિઝનેસ સાથે સંકળાયેલી વધુ એક કંપનીએ બેંકોને 824.15 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ જાન્યુઆરીમાં સીબીઆઇને ચેન્નઇની જ્વેલરી ચેન કનિષ્ક ગોલ્ડની તપાસ કરવા માટે કહ્યું હતું. જો કે કનિષ્ક ગોલ્ડે 14 બેંકો પાસેથી લગભગ 824 કરોડથી વધુની લોન લીધી હતી. 

મોરિશયમાં છે કનિષ્ક ગોલ્ડના પ્રોમોટર્સ 
કનિષ્ક ગોલ્ડની રજિસ્ટર્ડ ઓફિસ તમિલનાડુના ચેન્નઇમાં છે. તેના પ્રોમોટર્સ અને ડાયરેક્ટર્સ ભૂપેશ કુમાર જૈન અને તેમની પત્ની નીતા જૈન છે. બેંકર્સનું કહેવું છે કે આ બંનેનો છેલ્લા કેટલાક સમયથી સંપર્ક થઇ શકતો નથી. બેંકોનું માનવું છે કે બંને હાલ મોરિશયમાં રહે છે. જો કે આ મામલે હજુ સુધી સીબીઆઇએ એફઆઇઆર દાખલ કરી નથી. 

SBI સહિત 14 બેંકોનું લેણું
ટાઇમ્સ ઓફ ઇન્ડીયામાં પ્રકાશિત સમાચાર અનુસાર કનિષ્ક ગોલ્ડને લોન આપવામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા ઉપરાં ખાનગી અને સરકારી 14 બેંકો સામેલ છે. 25 જાન્યુઆરી 2018ના રોજ સીબીઆઇને લખેલા એક પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કનિષ્ક ગોડ રેકોર્ડને બદલવાનો પ્રયત્ન અને રાતોરાત દુકાનો બંધ કરી રહી છે. બેંકોના અનુસાર કંપની પર 824 કરોડનું દેવું છે અને વ્યાજ સાથે આ રકમ 1000 કરોડથી વધુ થઇ શકે છે. 

RBI ને ગત એક વર્ષથી જાણકારી આપવામાં આવતી હતી
એસબીઆઇએ સૌથી પહેલાં કંપની વિરૂદ્ધ આરબીઆઇને જાણકારી આપી હતી. એસબીઆઇએ 11 નવેમ્બર 2017માં આરબીઆઇને કંપનીના ફ્રોડ વિશે જણાવ્યું હતું. જાન્યુઆરીમાં બેંકોને કોમર્શિયલના બાકી સભ્યો (બેંક)ને કંપની વિરૂદ્ધ ફ્રોડની ફરિયાદ દાખલ કરાવી. એસબીઆઇના અનુસાર જ્વેલરી કંપનીએ માર્ચ 2017માં પહેલીવાર આઠ બેંકોને વ્યાજના ડિફોલ્ટ કર્યા હતા. તો બીજી તરફ એપ્રિલ 2017 બાદ કનિષ્ક ગોલ્ડે બધી 14 બેંકોને ચૂકવણી ન કરી. 

એપ્રિલથી ગાયબ છે પ્રોમોટર્સ
બેંકોએ 5 એપ્રિલ 2017ના રોજ કંપની વિરૂદ્ધ ઓડિટ શરૂ કર્યું હતું. પ્રોમોટર્સ દ્વારા આ દરમિયાન સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ તેમની સાથે સંપર્ક થઇ શક્યો નથી. 25 મે 2017ના રોજ બેંક કનિષ્કના કોર્પોરેટ ઓફિસમાં પહોંચ્યા, પરંતુ ઓફિસ, ફેક્ટરી અને શોરૂમામાં કામકાજ બંધ હતું. તે દિવસે કંપની પ્રોમોટર ભૂપેશ કુમાર જૈને બેંકર્સને ચિઠ્ઠી લખીને આ વાત કબૂલ કરી રહી તેને રેકોર્ડ સાથે છેડછાડ અને સ્ટોક્સને દૂર કર્યા છે. તો બીજી તરફ કંપનીના બીજા શોરૂમ પણ બંધ થઇ ચૂક્યા છે. 

મે 2017માં જ બંધ કર્યો બિઝનેસ
મદ્રાસ જ્વેલર્સ એન્ડ ડાયમંડ મર્ચેંટ એસોસિએશનના એક પ્રતિનિધિએ કહ્યું કે પ્રોમોટર્સે મે 2017ની શરૂઆતમાં જ કંપની બંધ કરી દીધી હતી. કારણ કે તે નુકસાનનો સામનો કરી શકતી ન હતી. એસબીઆઇની સીબીઆઇને લખેલી ચિઠ્ઠીથી સ્પષ્ટ થાય છે કે કનિષ્ક ગોલ્ડને 2007માં લોન આપવામાં આવી હતી. વર્ષ દહાડે બેંકોએ કનિષ્ક ગોલ્ડને ક્રેડિટ લિમિટ અને કેપિટલ લોન વધારી દીધી હતી. 

કઇ બેંક પર કેટલું લેણું

 • સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા: 2.15 કરોડ
 • આઇસીઆઇસીઆઇ બેંક: 115 કરોડ
 • યૂનિયન બેંક ઓફ ઇન્ડીયા: 50 કરોડ
 • સિંડિકેટ બેંક: 50 કરોડ
 • બેંક ઓફ ઇન્ડીયા: 45 કરોડ
 • IDBI બેંક: 45 કરોડ
 • યૂકો બેંક: 40 કરોડ
 • તમિલનાડુ મર્કેંટાઇલ બેંક: 37 કરોડ
 • આંધ્રા બેંક: 30 કરોડ
 • બેંક ઓફ બરોડા: 30 કરોડ
 • HDFC બેંક: 25 કરોડ
 • સેંટ્રલ બેંક: 20 કરોડ
 • કોર્પોરેશન બેંક: 20 કરોડ