જમ્મુ-કાશ્મીરના માછીલમાં પાક. સેનાના ગોળીબારમાં એક જવાનનું મોત

જમ્મુ-કાશ્મીરના માછીલ વિસ્તારમાં પાકિસ્તાનની સેના દ્વારા યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન કરતાં ગુરૂવારે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં એક ભારતીય જવાનનું મોત થયું છે 

જમ્મુ-કાશ્મીરના માછીલમાં પાક. સેનાના ગોળીબારમાં એક જવાનનું મોત

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના માછીલ વિસ્તારમાં પાકિસ્તાનની સેના દ્વારા યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન કરતાં ગુરૂવારે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં એક ભારતીય જવાનનું મોત થયું છે.  આ અગાઉ જમ્મુ-કાશ્મિરની બારામુલ્લા જિલ્લા ખાતે આવેલ નિયંત્રણ રેખા ઉપર પણ ભારત અને પાકિસ્તાની સેના વચ્ચે સામ-સામો ગોળીબારની ઘટના બની હતી. 

પાકિસ્તાની સેનાએ બુધવારે પણ ઉરી વિસ્તારમાં ભારતીય જવાનોની પોઝિશનને ટાર્ગેટ કરતાં ઓટોમેટિક ગન અને મોર્ટાર બોમ્બનો મારો ચલાવ્યો હતો. 

સુત્રોએ જણાવ્યું કે, "ઉરીમાં બુધવારે મોડી રાત્રે શરૂ થયેલો ગોળીબાર ગુરૂવારે સવારે પણ ચાલુ રહ્યો હતો. ભારતીય સેનાએ પાક સૈન્યને જડબાતોડ જવાબ આપ્યો હતો." આ ઘટનામાં ભારતના બે જવાન ઘાયલ થયા હતા.

ગોળીબારમાં ઘાયલ થયેલા જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન કરવામાં આવે છે અને સરહદ ઉપર ગોળીબાર કરવામાં આવતો રહે છે. 

આ અગાઉ, 26 નવેમ્બરના કુપવારા જિલ્લાનામાં આવેલી નિયંત્રણ રેખા ઉપર પાકિસ્તાન દ્વારા સ્નાઈપર બંદૂકથી ગોળીબાર કરાયો હતો, જેમાં પણ એક જવાન ઘાયલો થયો હતો. 

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ગુરૂવારે માછીલમાં જે ગોળીબારની ઘટના ઘટી છે તેમાં એક જવાનનું મોત થયું છે, જ્યારે અન્ય ઘાયલ જવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news