દેશમાં દર 3.5 મિનિટે માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું થાય છે મોત, આ 10 Tips અપનાવશો તો નહી થાય અકસ્માત

હેલમેટ પહેરવું ન માત્ર તમને ચાલાન આપવાથી બચાવે છે, પરંતુ તમારી સુરક્ષા પણ કરે છે. બાઈક અથવા સ્કુટર ચલાવતી વખતે હંમેશા સારી ક્વોલિટીનું હેલમેટ પહેરવું જોઈએ. ખાસ વાત એ કે હેલમેટમાં ISIનું માર્કિંગ હોવું જરૂરી છે.

Updated By: Jan 18, 2021, 05:40 PM IST
દેશમાં દર 3.5 મિનિટે માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું થાય છે મોત, આ 10 Tips અપનાવશો તો નહી થાય અકસ્માત

રાહુલ પીઠડિયા, અમદાવાદ: ભારતમાં દર 3.5 મિનિટે માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે. છેલ્લા એક દાયકામાં ભારતમાં આશરે 14 લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. જ્યારે 50 હજારથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમાં બેદરકારી મુખ્ય કારણ હોય છે. ઓવરસ્પીડ, ઓવરટેકિંગ, વગર હેલમેટે બાઈક ચલાવવી જેવી બેદરકારીને કારણે લોકો માર્ગ અક્સમાતને આમંત્રણ આપે છે. જો કે અમે તમને જણાવીશું માર્ગ અકસ્માતથી બચવાના કેટલીક ટીપ્સ.

ભારતમાં મોટી સંખ્યામાં કોમ્યુટર્સ ઓફિસે અથવા તેમની વર્ક પ્લેસે પહોંચવા બાઈક્સ અને સ્કુટર ચલાવતા હોય છે. એવું નથી કે કોમ્યુટર્સ કાર નથી ખરીદી શક્તા. પરંતું બાઈક વધુ માઈલેજ અને ઝડપી ચાલતી હોવાથી તેઓ બાઈક્સને વધુ પસંદ કરે છે. જો કે એક વાત તમે જાણીને ચોંકી જશો કે આપણા ભારતમાં દર 3.5 મિનિટે એક માર્ગ અકસ્માતની ઘટના બને છે. જેમાં એક વ્યક્તિનું મોત થાય છે. ભારતમાં અત્યારસુધીમાં યુદ્ધમાં જેટલા જવાનો શહીદ નહીં થયા હોય તેના કરતા વધુ લોકો માર્ગ દુર્ઘટનામાં એક વર્ષમાં મૃત્યુ પામ્યા છે.

માતા બની પત્ની: પોતાના જ પુત્ર સાથે લગ્ન કરવા પતિને આપ્યા છુટાછેડા

છેલ્લા એક દાયકામાં ભારતમાં આશરે 14 લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. જ્યારે 50 હજારથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે આવામાં તેમની સુરક્ષા સામે મોટો સવાલ ઉભો થાય છે. જો તમે 2 વ્હીલ વાહન ચલાવી રહ્યાં છો તે સુરક્ષા પ્રત્યે જરા પણ ઢીલાશ આપવી જોઈએ નહીં. અહીં અમે તમને જણાવીશું કે બાઈક અથવા સ્કુટર ચલાવતી વખતે કંઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

રિયલ લાઈફનો આ છે રિકી બહલ, એક નહીં પરંતુ 50થી વધુ યુવતી સાથે બાંધ્યો સંબધ અને પછી...

1) સારી ક્વોલિટીનું હેલમેટ પહેરીને જ બાઈક ચલાવો-
હેલમેટ પહેરવું ન માત્ર તમને ચાલાન આપવાથી બચાવે છે, પરંતુ તમારી સુરક્ષા પણ કરે છે. બાઈક અથવા સ્કુટર ચલાવતી વખતે હંમેશા સારી ક્વોલિટીનું હેલમેટ પહેરવું જોઈએ. ખાસ વાત એ કે હેલમેટમાં ISIનું માર્કિંગ હોવું જરૂરી છે. હેલમેટ તમારા માથામાં બરાબર ફીટ થાય તે પણ જરૂરી છે. રસ્તા પર હેલમેટ વેચતા લોકો અનેકવાર ડુપ્લીકેટ ISI માર્કવાળુ અથવા લો ક્વોલિટીનું હેલમેટ વેચતા હોય છે. આ હેલમેટના ઓછા પૈસા હોવાથી લોકો આ હેલમેટ ખરીદે છે. આપણો જીવ કિંમતી છે, માટે હેલમેટ લેવા સમયે તમામ તકેદારી રાખવી જરૂરી છે. 

2) બંને બ્રેકનો ઉપયોગ કરવો-
બાઈક અથવા સ્કુટર ચલાવતા સમયે ઘણીવાર લોકો રિયર બ્રેક વધુ મારી દેતા તેમની ગાડી સંતુલન ગુમાવી સ્લીપ થાય છે. અથવા તો ફ્રંટ બ્રેક મારી ત્યારે પણ દુર્ઘટના બની શકે છે. ત્યારે લોકોએ બાઈક ચલાવતા સમયે બંને બ્રેક લગાવવી જોઈએ. જેથી બાઈકનું સંતુલન જળવાઈ રહે અને તને આસાનીથી બાઈક રોકી શકો. કેટલાક સ્કુટરોમાં કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ આપી છે, જે સ્કુટર માટે બહુ અનિવાર્ય ફિચર છે.

3)સ્પીડ પર રાખો કાબૂ-
તમે રસ્તા પર વાચ્યું હશે ઝડપની મજા, મોતની સજા. બાઈકની સ્પીડ કાબૂમાં ન રહેતા આ કહેવત સાચી સાબિત થઈ શકે. તેથી બાઈક ચલાવતી વખતે ચાલકે રસ્તા પર તો ધ્યાન રાખવું જોઈએ, જો કે તેની સાથે સ્પીડોમીટર પર પણ નજર રાખવી જોઈએ. આજકલ યુવાનોમાં સ્પોર્ટ્સ બાઈકનો ક્રેઝ બહું વધ્યો છે. જો કે ચાલકે અન્ય વાહનો સાથે રેસ અથવા કોઈ કોમ્પીટીશન કરવી જોઈએ નહીં. આવી બેદરકારી કરવાથી ભારે કિંમત ચુકવવી પડી શકે છે. રસ્તા પર સરકારે નક્કી કરેલી ગતિએ વાહન ચલાવવું અનિવાર્ય છે. 

Gold, Silver Rate Update: 6 મહિનામાં 8,400 રૂપિયા સસ્તું થયું સોનું, જાન્યુઆરીમાં 1500 રૂપિયા ઘટ્યા ભાવ

4) અચાનક લેન બદલવી જોઈએ નહીં-
બાઈકચાલકે પોતાના સાઈડ ઈન્ડિકેટર્સનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. રસ્તા પર કોઈ જગ્યાએ વણાંક લેવા સમયે અથવા તો વાહન રોકતા સમયે ઈન્ડેકેટર્સને સમયસર ચાલુ કરવા જોઈએ. રસ્તા પર ડ્રાઈવિંગ દરમિયાન લેન બદલતા પહેલા ઈન્ડિકેટર્સનો ઉપયોગ કરવો જોઈએ. ચાલકે પોતાની દિશા અચાનક બદલવી ન જોઈએ. જો બાઈકમાં ઈન્ડિકેટર ન હોય તો તમે હાથ દર્શાવી પણ સાઈડ આપી શકો છો. 

5) સુરક્ષિત દૂરી બનાવવી જરૂરી-
સ્કુટર કે મોટરસાઈકલ ચલાવતી વખતે, તમારી આગળ ચાલી રહેલા અથવા આજુ-બાજુના વાહનોથી યોગ્ય દૂરી બનાવી રાખવી જરૂરી છે. ટ્રાફિક જામમાં ફસાઈ ત્યારે આસપાસની પરિસ્થિતિ પર આપણી નજર હોવી જરૂરી છે. જેમ કે કોઈ એમ્બ્યુલન્સની પસાર થવા દેવા માટે લેન ખાલી રાખવી જોઈએ. જેથી તે આસાનીથી રસ્તા પરથી પસાર થઈ શકે.

અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, એક પાછળ એક 20થી 25 ગાડીઓ અથડાઈ, જુઓ Pics...

6) બાઈકમાં ABS જરૂરી-
આજકાલ સ્પોર્ટ્સ બાઈકમાં ABS એટલે કે એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ સામાન્ય છે. બાઈકમાં આ ફિચર અનેક પ્રકારની દુર્ઘટના ટાળી શકે છે. તેથી કોઈ પણ સ્પોર્ટ્સ બાઈક ખરીદતા પહેલા તેમાં આ ફિચર છે કે નહીં તેની તપાસ કરી લેવી જોઈએ.

7) બાઈક ચલાવતી વખતે કેટલીક લિમિટ રાખવી જરૂરી-
તમે જે બાઈક અથવા સ્કુટર ચલાવી રહ્યાં છો તેની પણ એક લિમિટ છે. જેવી કે એન્જીનની એક લિમિટ છે. જો ચાલક બાઈકને સતત સ્પીડમાં ચલાવતો હોય અથવા તો એકદમ રફ ડ્રાઈવિંગ કરતો હોય તો બાઈકના એન્જીનમાં નુકસાન થાય શકે છે. એન્જીન અતિશય ગરમ થઈ જવાથી માઈલેજ પર અસર પડી શકે છે. જો તમે બાઈકમાં યોગ્ય સમયે એન્જીન ઓઈલ ચેન્જ ન કરો તો બાઈકનું આયુષ્ય ઘટી જાય છે. બાઈકમાં એર ફિલ્ટર પણ સમયસર સાફ કરવું જરૂરી છે. જો તમે તે સાફ ન કરો તો બાઈકમાંથી વધુ પ્રમાણમાં કાર્બન એમીશન રિલીઝ થઈ શકે છે. 

8) ઓવરટેકિંગ ટાળો-
ઓવરટેકિંગને કારણે અનેક મોટા અકસ્માત સર્જાઈ છે. તેથી ક્યારેય પણ બાઈકચાલકે આગળ ચાલી રહેલા વાહનને અચાનક ઓવરટેક કરવું જોઈએ નહીં. ખાસ કરીને ત્યારે જ્યારે તમારા બાઈકની આગળ કોઈ બસ અથવા ટ્રક હોય. 

9) વરસાદની સિઝનમાં રાખો આટલું ધ્યાન-
વરસાદની સિઝનમાં રસ્તા લપસણા થઈ જતા હોય છે. ઘણીવાર બ્રેક મારતા સમયે બાઈક સ્લીપ થઈ જતી હોય છે. બાઈકના ટાયરની ગ્રીપ ઘસાઈ જતા આવી ઘટના બને છે. તેથી ચોમાસામાં બાઈકના ટાયરમાં પહેલા ચેક કરવી જરૂરી છે. 

10) યોગ્ય સમયે બાઈકની સર્વિસ-
ઘણા લોકોના ધંધા-રોજગાર બાઈક પર નિર્ભર હોય છે. ત્યારે આવા લોકોએ પોતાની બાઈકની યોગ્ય સમયે સર્વિસ કરાવી જોઈએ. બાઈકની સર્વિસ કંપનીના સર્વિસ સ્ટેશનમાં કરવી હિતાવહ છે. કારણ કે અહીં ત્યાં બાઈકના જેન્યુન સ્પેર પાર્ટ્સ આસાનીથી મળી રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube