20 વર્ષના વિદ્યાર્થીએ બનાવી દીધી ઇલેક્ટ્રિક સાયકલ, જબરદસ્ત રેન્જ અને 100Kg સુધી વજન ઉપાડશે
Electric Bicycle: આ ઈલેક્ટ્રિક સાઈકલને બનાવવામાં લગભગ એક મહિનાનો સમય લાગ્યો છે અને તેમાં આજની બાઈકમાં આપવામાં આવતી સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઈલેક્ટ્રિક સાઈકલ સિંગલ ચાર્જમાં 30 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે.
20 Year Old Student: ઈલેક્ટ્રિક વાહનોને લઈને લોકોમાં ક્રેઝ સતત વધી રહ્યો છે. જ્યારે અગ્રણી વાહન ઉત્પાદક કંપનીઓ ઇલેક્ટ્રિક બાઇક, સ્કૂટર અને સાઇકલના ઉત્પાદનમાં વ્યસ્ત છે, ત્યારે લોકો સ્થાનિક સ્તરે પણ નવા સંશોધનો કરી રહ્યા છે. તાજા સમાચાર મધ્યપ્રદેશના છે, જ્યાં છતરપુરના એક 20 વર્ષના છોકરાએ પણ આવી અનોખી ઈલેક્ટ્રિક સાઈકલ બનાવી છે, જે ન માત્ર સારી ડ્રાઈવિંગ રેન્જ આપે છે પરંતુ 100 કિલો વજન પણ ઉપાડી શકે છે.
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના રહેવાસી આદિત્ય શિવહરેએ સખત મહેનત બાદ આ ઇલેક્ટ્રિક સાઇકલ બનાવી છે. આદિત્યએ આ અંગે કહ્યું છે કે તેને બનાવવામાં લગભગ 1 મહિનાનો સમય લાગ્યો છે અને તેની કિંમત લગભગ 20,000 રૂપિયા છે. આ ઈલેક્ટ્રિક સાઈકલ એકવાર ફુલ ચાર્જ થઈ જવા પર 30 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે અને તેની ખાસ વાત એ છે કે તેમાં આજના સમયમાં આધુનિક બાઇકમાં જોવા મળતા ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આજે સૂર્ય ગ્રહણ પર બનશે 5 શુભ યોગ, આ રાશિવાળા પર થશે ધન-વર્ષા, મળશે પ્રગતિ
રાશિફળ 20 એપ્રિલ: આ રાશિના લોકો થઇ જાય સાવધાન, થઇ શકે છે આર્થિક નુકસાન
અંડરગાર્મેટમાં રોટલી સંતાડીને ખાવી પડતી હતી, પરંતુ હવે ઓફિસ બની પતિને ભણાવ્યો પાઠ
Buying Property: ઘર ખરીદવું કે ભાડે રહેવું સારું? જાણી લો તમારા ફાયદાનું ગણિત
કોમર્શિયલ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી? જાણી લો કઈ ખરીદવાથી તમને મળશે અધધ... વળતર
આ ઈલેક્ટ્રીક સાઈકલમાં એક્સીલેટર, બ્રેક, લાઈટ, હોર્ન અને મોબાઈલ સ્ટેન્ડ પણ આપવામાં આવ્યા છે. ડ્રાઈવર પોતાનો સ્માર્ટફોન આ મોબાઈલ સ્ટેન્ડ પર રાખી શકે છે, જેનો ઉપયોગ નેવિગેશન માટે કરી શકાય છે. આદિત્યએ આ ઇલેક્ટ્રિક સાઇકલનું નામ 'IND EV1' રાખ્યું છે. આદિત્યનું કહેવું છે કે તેમાં 250 વોટની BLDC ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેની બેટરીને સામાન્ય 5 Amp ડોમેસ્ટિક સોકેટ સાથે કનેક્ટ કરીને ચાર્જ કરી શકાય છે. સંપૂર્ણ ચાર્જ થવામાં લગભગ 5 કલાકનો સમય લાગે છે.
ઓનલાઈન હોટલનું બુકિંગ કરાવો છો તો રહેજો સાવચેત, હોટલ બુક નહીં થાય અને રૂપિયા જશે
Love Story : એક લંગડી મરઘીના પ્રેમમાં પાગલ કૂકડો, એ દૂર થાય તો ધમપછાડા કરે છે મજનુ!
'Insta Jockey' તરીકે કરી હતી શરૂઆત, આજે લોકોના દિલ પર રાજ કરે છે આ છોકરી
ઇલેક્ટ્રિક સાઇકલનો વિચાર ક્યાંથી આવ્યો?
આ સાયકલ બનાવવા અંગે આદિત્યએ જણાવ્યું કે, આજના સમયમાં બજારમાં ઉપલબ્ધ બાઇક અને સ્કૂટરની કિંમત ઘણી વધારે છે, લોકોને ઘણા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે હજારો રૂપિયા ખર્ચવા પડે છે. આવી સ્થિતિમાં તે એક એવી ઇલેક્ટ્રિક સાઇકલ બનાવવા માંગતો હતો જે સામાન્ય લોકોના બજેટમાં હોય અને જે ગરીબ વ્યક્તિ પણ સરળતાથી ખરીદી શકે.
તમને જણાવી દઈએ કે, આદિત્યને ટેક્નોલોજી અને મશીનો સાથે ખાસ લગાવ છે, આ પહેલાં પણ તેણે માત્ર 16 વર્ષની ઉંમરમાં વાયરલેસ વીજળી જનરેટ કરનાર ઉપકરણ બનાવ્યું છે. જેના વખાણ માત્ર રાજ્ય સરકાર જ નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કર્યા હતા.
આદિત્ય વિશ્વને લાઇટ બલ્બની ભેટ આપનાર પ્રખ્યાત વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસનને પોતાનો આદર્શ માને છે અને તે કહે છે કે તે જીવનમાં અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યો છે, તેની પાછળની પ્રેરણા એડિસન છે. આદિત્ય શિવહરે હાલમાં સરદાર વલ્લભભાઈ પટેલ પોલિટેકનિક કોલેજમાંથી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરી રહ્યો છે અને તે પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે.
Beauty Parlour માં મહિલા પાસે મસાજ કરાવતો હતો પતિ, અચાનક પહોંચી ગઇ પત્ની, પછી જે થયુ
પુત્રી ફોન પર બોલી હેલો..સાંભળીને ધ્રૂજી ઉઠ્યા મમ્મી પપ્પા, હકિકત જાણીને દંગ રહી જશો
શું તમે ભોજપુરી ફિલ્મ Raazનું ટ્રેલર જોયું! પત્નીનું ભૂત નથી મનાવવા દેતું હનીમૂન
7th Pay Commission: કર્મચારીઓને મળશે DA ની ભેટ, આ વખતે 8000 ₹ વધીને આવશે પગાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube