Karnataka: ઓક્સિજન ન મળવાના કારણે 24 દર્દી મોતને ભેટ્યા, રાહુલ ગાંધીએ કહ્યું- આ મોત કે હત્યા?

કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં કોરોનાના 24 દર્દીઓના મોતથી હડકંપ મચી ગયો છે. આ દુખદ ઘટનાક્રમ ચામરાજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સામે આવી છે. આ મામલે પ્રદેશના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ જિલ્લા કલેક્ટર સાથે વાત કરીને સ્થિતિની સમીક્ષા કરી છે. 

Karnataka: ઓક્સિજન ન મળવાના કારણે 24 દર્દી મોતને ભેટ્યા, રાહુલ ગાંધીએ કહ્યું- આ મોત કે હત્યા?

બેંગ્લુરુ: કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં કોરોનાના 24 દર્દીઓના મોતથી હડકંપ મચી ગયો છે. આ દુખદ ઘટનાક્રમ ચામરાજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સામે આવી છે. આ મામલે પ્રદેશના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ જિલ્લા કલેક્ટર સાથે વાત કરીને સ્થિતિની સમીક્ષા કરી છે. 

રાહુલ ગાંધીએ પૂછ્યો વેધક સવાલ
કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ રાજ્ય સરકારને આડે હાથ લેતા પૂછ્યું કે આ હત્યા છે કે મોત. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યો છે. 

My heartfelt condolences to their families.

How much more suffering before the ‘system’ wakes up? pic.twitter.com/JrfZbIo7zm

— Rahul Gandhi (@RahulGandhi) May 3, 2021

ઓક્સિજનની કમીથી મોત
મળતી માહિતી મુજબ અહીં દાખલ આ 24 કોરોના દર્દીઓના મોત ઓક્સિજનની અછતના કારણે થયા છે. અહીં કોરોનાના 144 દર્દીઓ દાખલ હતા. એક સાથે આટલા મોત થયાનો ખુલાસો થયા બાદ હોસ્પિટલમાં સામે આવેલા આ ઘટનાક્રમની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ અપાયા છે. આ બાજુ મુખ્યમંત્રીએ કાલે આ મામલે એક કેબિનેટ બેઠક પણ બોલાવી છે. 

— ANI (@ANI) May 3, 2021

મૈસૂરથી આવવાનો હતો ઓક્સિજન
ઝી ન્યૂઝને મળેલી જાણકારી મુજબ આ સંસ્થાનમાં 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા વચ્ચે મોટું સંકટ જોવા મળ્યું અને મૈસૂરથી આવનારો ઓક્સિજન સપ્લાય ત્યાં પહોંચી શક્યો નહતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news