2G મુદ્દે ચુકાદો આવ્યા બાદ વિનોદ રાય ઉઘાડા પડ્યા હવે સ્પષ્ટતા કરે

2જી મુદ્દે ભાજપે પોતે હરિશ્ચંદ્રનો અવતાર હોવાની હવા ઉભી કરીને સરકારની રચના કરી લીધી

2G મુદ્દે ચુકાદો આવ્યા બાદ વિનોદ રાય ઉઘાડા પડ્યા હવે સ્પષ્ટતા કરે

મુંબઇ : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નાં નેતૃત્વમાં રહેલી કેન્દ્ર અને રાજ્ય સરકારમાં ભાગીદાર શિવસેનાએ 2જી મુદ્દે સીબીઆઇ કોર્ટનાં ચુકાદાને ભાજપ અને રાજનીતિક લાભ લેનારા ગાલ પર તમાચો ગણાવ્યો છે. સાથે જ આ મુદ્દો જાહેર કરનારા દેશનાં પૂર્વ નિયંત્રક અને મહાલેખા પરિક્ષક (કૈગ) વિનોદ રાય પર શનિવારે નિશાન સાધ્યું છે. તથા કથઇત 2જી ગોટાળા મુદ્દે તેમની મંશા પર સવાલ ઉઠી રહ્યા છે. શિવસેનાએ કહ્યું કે, તેઓ સાચા અગ્રવાહક નથી અને આ સમગ્ર કેસમાં તેમની ભુમિકા શંકાસ્પદ છે.

શિવસેનાએ પોતાનાં મુખપત્ર સામના અને દોપહર કા સામનાનાં સંપાદકીયમાં કહ્યું કે, આ આદમી(રાય) દ્વારા એક ખાસ રાજનીતિક પાર્ટીની મદદ કરવામાં આવી. જેમાં તેનાં કેટલાક નીહિત સ્વાર્થ હતા. જો કે હવે તેઓ બેનકાબ થઇ ચુક્યા છે. સ્પષ્ટ છે કે તેમણે પોતાનાં પદનો દુરૂપયોગ કર્યો અને તેમણે આ મુદ્દે સ્પષ્ટીકરણ કરવું જોઇએ. રાયે પોતાનાં સંશોધનથી સાબિત કર્યું કે 2જી સ્પેક્ટ્રમ ફાળવણીમાં ગોટાળો થયો છે. જેનાં કારણે દેશને 1.76 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવ્યું. જેનાં કારણે વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરાબ થઇ છે.

શિવસેનાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે આ કૌભાંડનાં નામે ભાજપે આખા દેશમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ચગાવ્યો અને સાબિત કર્યું કે પોતે હરિશ્ચંદ્રનો અવતાર છે, જેણે કોઇ જ અસત્ય નથી કર્યું. આટલા વર્ષો બાદ સીબીઆઇ કોર્ટ દ્વારા આ સમગ્ર કેસને નકલી અને મનઘડંત ગણાવવામાં આવ્યો અને સીબીઆઇ સહિત અન્ય તપાસ એજન્સીઓને આ મુદ્દે એક પણ પુરાવો એકત્ર નહી કરી શકવાનાં કારણે આકરી ઝાટકણી કાઢી.

શિવસેનાએ કહ્યું કે, 2જી મુદ્દે પહેલા સંપ્રગ સરકાર આશ્ચર્યચકિત થઇ હવે ચુકાદો આવ્યા બાદ ભારત આશ્ચર્યચકીત થઇ પરંતુ રાય હજી પણ યથાવત્ત મોજમાં જ છે. ભાજપનાં એક સાંસદે આરોપ લગાવ્યો કે, રાજાએ 2જી ગોટાળામાં કોરડો રૂપિયા કમાણી કરી અને વિદેશમાં જમા કરાવ્યા, હવે ભાજપ સરકાર તે નાણા પાછા લાવવામાં નિષ્ફળ રહી.

શિવસેનાએ કહ્યું કે, કેગ અને સુપ્રીમને લાગી રહ્યું છે કે આ એક મોટો ગોટાળો થયો છે. જો કે તે પણ તથ્ય છે કે સીબીઆઇની ખાસ કોર્ટે તમામ આરોપીઓને મુક્ત કર્યા. જો સાચે જ કોઇ ગોટાળો થયો હોત તો આ આરોપીઓનો છુટવાનો કોઇ સવાલ જ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news