)
કેન્દ્ર સરકાર બુધવારે લોકસભામાં 3 બિલ રજૂ કરશે જેનો હેતુ પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અને મંત્રીઓને ગંભીર કેસોમાં જો ધરપકડ કે અટકાયત કરાય તો તેમને પદ પરથી હટાવી શકાય. વાત જાણે એમ છે કે હાલના કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે ધરપકડ કે જ્યૂડિશિયલ કસ્ટડીની સ્થિતિમાં નેતાઓને તેમના પદ પરથી હટાવી શકાય. આ ખામી દૂર કરવાના હેતુથી સરકારે 3 બિલ તૈયાર કર્યા છે જે ગંભીર અપરાધિક કેસોમાં આરોપી નેતાઓ પર નકલ કસી શકે.
કેન્દ્ર સરકાર બુધવારે જે બિલ રજૂ કરશે તેમાં સંઘ રાજ્ય ક્ષેત્ર સરકાર (સંશોધન) બિલ 2025, સંવિધાન (એક સો ત્રીસમું સંશોધન) બિલ 2025, અને જમ્મુ કાશ્મીર પુર્નગઠન (સંશોધન) બિલ 2025 સામેલ છે. એવું કહેવાય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ 3 બિલોને સંસદની સંયુક્ત સિતિને મોકલવા માટે લોકસભામાં પ્રસ્તાવ પણ રજૂ કરશે.
કેન્દ્ર શાસિત સંશોધન બિલ શું છે?
અત્રે જણાવવાનું કે કેન્દ્ર શાસિત પ્રદેશ (સંશોધન) બિલ, 2025ના હેતુઓ અને કારણોના વિવરણ મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશ અધિનિયમ 1963 (1963 નો 20)માં એવી કોઈ જોગવાઈ નથી, જે હેઠળ મુખ્યમંત્રી કે મંત્રીને ગંભીર અપરાધિક આરોપોમાં ધરપકડ કે અટકાયતની સ્થિતિમાં હટાવી શકાય. આથી આ કાયદાની કલમ 45માં સંશોધન કરીને એવી સ્થિતિ માટે કાયદાની જોગવાઈ જરૂરી છે. આ બિલ ઉપરોક્ત હેતુઓને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે.
બંધારણનું 130મું સંશોધન
બંધારણ (130મું સંશોધન) બિલ 2025ના હેતુઓમાં કહેવાયું છે કે બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી કે કોઈ મંત્રીને ગંભીર અપરાધિક કેસોમાં ધરપકડ કે અટકાયતની સ્થિતિમાં હટાવી શકાય. આથી બંધારણની કલમ 75,0164 અને 239એએમાં સંશોધન કરીને પ્રધાનમંત્રી કે કેન્દ્રીય મંત્રી અને રાજ્યો તથા દિલ્હીના મુખ્યમંત્રી કે મંત્રીને હટાવવાની જોગવાઈ કરવાની જરૂર છે.
આ ઉપરાંત નવી જોગવાઈઓ હેઠળ જો કોઈ મંત્રી, જેમાં પીએમ, મુખ્યમંત્રી કે રાજ્યોના મંત્રી સામેલ છે તો પાંચ વર્ષ કે તેનાથી વધુની સજાવાળા ગુના માટે સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવે તો તેમને પદ પરથી હટાવી શકાય છે.
J&K પુર્નગઠન અધિનયમમાં જોડાશે ખંડ
જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન (સંશોધન) બિલ 2025ના હેતુઓમાં કહેવાયું છે કે જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન અધિનિયમ 2019 (2019નો 34)માં પણ એવી કોઈ જોગવાઈ નથી જે હેઠળ મુખ્યમંત્રી કે મંત્રીને ગંભીર અપરાધિક આરોપો હેઠળ ધરપકડ અને અટકાયતની સ્થિતિમાં હટાવી શકાય. આથી તેની કલમ 54માં સંશોધન કરીને નવો ખંડ (4એ) જોડવામાં આવશે.
31માં દિવસે આપોઆપ પદમુક્ત
આ ખંડ મુજબ જો કોઈ મંત્રી પોતાના કાર્યકાળ દરમિયાન સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે તો તે 31માં દિવસે મુખ્યમંત્રીની સલાહ પર ઉપરાજ્યપાલ દ્વારા હટાવવામાં આવશે. આ કડીમાં જો મુખ્યમંત્રી દ્વારા તેના પર ગંભીરતાથી લેવામાં નહીં વે તો બીજા દિવસે તે મંત્રી આપોઆપ પદેથી હટી જશે.
એ જ પ્રકારનું તંત્ર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો માટે પણ પ્રસ્તાવિત છે. જ્યાં કસ્ટડીમાં લેવાયેલા મંત્રી કે પ્રધાનમંત્રીને સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રહેવા પર 31માં દિવસે હટાવી દેવાશે.