JDS ના બાગી ધારાસભ્યોએ આપ્યું રાજીનામું, કોંગ્રેસમાં જોડાઇ શકે છે

વિધાનસભાની ચૂંટણી પહેલાં જીડીએસને શનિવારે ત્યારે મોટો આંચકો લાગ્યો જ્યારે તેના ચાર બાગી ધારાસભ્યોએ કર્ણાટક વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું. શુક્રવારે તેમણે કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવારોના પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. બી જેડ જમીર અહમદ ખાન, આર અખંડ શ્રીનિવાસનમૂર્તિ, એન ચાલૂવરાય સ્વામી અને ભીમ નાઇકે વિધાનસભાના અધ્યક્ષ કે બી કોલિવાડને તેમના ઘરે રાજીનામું આપ્યું. તેમના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર ધારાસભ્ય એક-બે દિવસમાં કોંગ્રેસમાં જોડાઇ શકે છે. 

Updated By: Mar 25, 2018, 07:08 AM IST
JDS ના બાગી ધારાસભ્યોએ આપ્યું રાજીનામું, કોંગ્રેસમાં જોડાઇ શકે છે
ફાઇલ તસવીર

બેંગલુરૂ: વિધાનસભાની ચૂંટણી પહેલાં જીડીએસને શનિવારે ત્યારે મોટો આંચકો લાગ્યો જ્યારે તેના ચાર બાગી ધારાસભ્યોએ કર્ણાટક વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું. શુક્રવારે તેમણે કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવારોના પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. બી જેડ જમીર અહમદ ખાન, આર અખંડ શ્રીનિવાસનમૂર્તિ, એન ચાલૂવરાય સ્વામી અને ભીમ નાઇકે વિધાનસભાના અધ્યક્ષ કે બી કોલિવાડને તેમના ઘરે રાજીનામું આપ્યું. તેમના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર ધારાસભ્ય એક-બે દિવસમાં કોંગ્રેસમાં જોડાઇ શકે છે. 

એચ ડી કુમારસ્વામી વિરૂદ્ધ ફરી રહ્યાં છે ચાર ધારાસભ્યો
આ ચારેય ધારાસભ્યો તે સાત ધારાસભ્યોમાં સામેલ છે જેમણે પાર્ટી વિરૂદ્ધ બગાવત કરી છે. તે પાર્ટી નેતૃત્વ, ખાસકરીને જેડીએસની પ્રદેશ એકમના પ્રમુખ એચ ડી કુમારસ્વામી વિરૂદ્ધ ફરી રહ્યા છે. કોલીવાડે સંવાદદાતાઓને કહ્યું કે તેમણે ક્રમમાં હોવાના લીધે રાજીનામું સ્વિકારી લીધું છે. 

'પાર્ટી પર એક વ્યક્તિ હાવી થઇ ગયો છે'
ખાને રાજીનામું આપ્યા બાદ કહ્યું કે તેમણે જેડીએસ છોડવાનો નિર્ણય કર્યો કારણ કે 'પાર્ટી પર એક વ્યક્તિ હાવી થઇ ગયો છે.' તેમણે કહ્યું કે 'એચ ડી કુમારસ્વામી કોઇનું સાંભળતા નથી. તે પોતાના પિતા તથા પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાના મોટાભાઇ એચ ડી રેવન્ના સાથે વિચાર વિમર્શ કરવાનું જરૂરી સમજતા નથી. શું તે અમારું સાંભળશે? જેડીએસના બાગી ધારાસભ્યોના વોટ અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી શુક્રવારે સત્તારૂઢ કોંગ્રેસ બોનસના રૂપમાં ત્રણ સીટો જીતવામાં સફળ રહી. સદનમાં પોતાના સંખ્યાબળના આધારે તે બે સીટો જ જીતવાની અપેક્ષા સેવી રહી હતી. 

(ઇનપુટ-ભાષા)