2019માં મોદી-શાહની જોડીના 5 ઐતિહાસિક નિર્ણય, જેણે દેશનો 'ઈતિહાસ' અને 'ભૂગોળ' બદલી નાખ્યા

શિયાળુ સત્રમાં નાગરિકતા સંશોધન બિલ પર નવો કાયદો બનાવીને મોદી સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે 2024 સુધીમાં તેઓ પોતાના તમામ રાજકીય એજન્ડા પૂરા કરીને જ રહેશે.

2019માં મોદી-શાહની જોડીના 5 ઐતિહાસિક નિર્ણય, જેણે દેશનો 'ઈતિહાસ' અને 'ભૂગોળ' બદલી નાખ્યા

નવી દિલ્હી: સંસદમાં  નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019)  પાસ કરાવવાની સાથે જ મોદી સરકાર 2.0એ વર્ષ પૂરું થતા પહેલા પોતાના મોટા મોટા ચૂંટણી વચનોને પૂરા કરવાની હેટ્રિક મારી દીધી છે. 6 મહિના પહેલા જ્યારે મોદી સરકાર (Modi Government) ફરીથી પ્રચંડ બહુમતથી સરકારમાં આવી તો કોઈએ વિચાર્યું પણ નહતું કે પીએમ મોદી (Narnedra Modi) અને અમિત શાહ (Amit Shah) ની જોડી દાયકાઓથી પેન્ડિંગ મુદ્દાઓને ચપટીમાં ઉકેલ લાવી દેશે. 

શિયાળુ સત્રમાં નાગરિકતા સંશોધન બિલ પર નવો કાયદો બનાવીને મોદી સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે 2024 સુધીમાં તેઓ પોતાના તમામ રાજકીય એજન્ડા પૂરા કરીને જ રહેશે. નાગરિકતા સંશોધન બિલ પર લોકસભામાં ચર્ચા દરમિયાન જ્યારે કોંગ્રેસે (Congress) સરકારના નિર્ણયો પર સવાલ ઉઠાવ્યાં તો ગૃહમંત્રી અમિત શાહે પોતે મોરચો સંભાળતા સ્પષ્ટ કરી દીધુ કે તેઓ દેશહિતના નિર્ણય લેતા રહેશે. 

મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયો પાછળ સમન્વયનો ઈતિહાસ છે જે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે જોવા મળી રહ્યો છે. આ સમન્વયના દમ પર મોદી અને શાહની જોડીએ અશક્યને શક્ય કરી બતાવ્યું છે અને 2019ને નિર્ણયોની ક્રાંતિનું વર્ષ બનાવી દીધુ છે. 

મોદી સરકારના ક્રાંતિકારી નિર્ણયો

1. શરણાર્થીઓ માટે નાગરિકતા સંશોધન બિલ
2. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370નો અંત
3. જમ્મુ અને કાશ્મી તથા લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યાં
4. ત્રિપલ તલાક વિરુદ્ધ સંસદમાં કાયદો બનાવ્યો
5. આતંક વિરુદ્ધ NIA અને UAPA કાયદો

જુઓ LIVE TV

પોતાના બીજા કાર્યકાળમાં મોદી-શાહની જોડીએ અનેક એવા ક્રાંતિકારી નિર્ણયો લીધા છે જેની વાટ દેશ છેલ્લા 70 વર્ષોથી જોયા કરતો હતો. પીએમ મોદીએ સ્પષ્ટ કરી દીધુ છે કે હાલ આ સિલસિલો અટકશે નહીં. 2019માં ભાજપને જબરદસ્ત બહુમત મળ્યા બાદ પીએમ મોદી અને અમિત શાહ જનતાના ભરોસે પૂરેપૂરી રીતે  ખરા ઉતરી રહ્યાં છે. જનસંઘના સમયથી ચાલ્યા આવતા હતાં એવા તમામ એજન્ડા તેઓ એક બાદ એક પૂરા કરી રહ્યાં છે. આ તમામ ક્રાંતિકારી નિર્ણયો લેવાનો શ્રેય મોદી-શાહની જોડીને જાય છે. કહેવાય છે કે મોદી સરકારના આગામી એજન્ડામાં કોમન સિવિલ કોડ, જનસંખ્યા નિયંત્રણ  કાયદો સામેલ છે. આ સરકારના દરેક ઐતિહાસિક નિર્ણય બાદ લોકોની હવે આશાભરી મીટ અમિત શાહ તરફ માંડી રહ્યાં છે. કારણ કે પીએમ મોદીના દરેક સપનાને શક્ય બનાવનારા અમિત શાહ જ છે. હવે આ જોડીની આગામી ક્રાંતિ કઈ તેની રાહ જોવાઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news