વ્હાઇટ કોલર જોબ છોડી IITનાં 50 વિદ્યાર્થીઓએ રાજકારણ શરૂ કર્યું

બહુજન આઝાદ પાર્ટી 50 લોકોનું એક જુથ છે, જે તમામ આઇઆઇટીમાંથી આવ્યા અને હવે રાજનીતિમાં આવવા માંગે છે

વ્હાઇટ કોલર જોબ છોડી IITનાં 50 વિદ્યાર્થીઓએ રાજકારણ શરૂ કર્યું

નવી દિલ્હી : રાજનીતિક હવે માત્ર સમાજ સેવા નહી રહેતા એક સારૂ કેરિયર બનીને ઉભરી રહી છે. ગત્ત થોડા વર્ષોમાં બ્યૂરોક્રેટ્સ અને અન્ય પદ પર રહેલા લોકો દ્વારા સારી નોકરી છોડીની રાજનીતિ તરફનુ આકર્ષણ વધ્યું છે. તેમાં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ સૌથી મોખરે છે. વહે પ્રતિષ્ઠિત ભારતીય ટેક્નોલોજીકલ સંસ્થાઓ (IIT)નાં 50 પુર્વ વિદ્યાર્થીઓએ એસસી, એસટી અને ઓબીસીનાં અધિકારોની લડાઇ લડવા માટે પોતાની નોકરીઓ છોડીને રાજનીતિમાં આવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. 

ચૂંટણી પંચની પુર્વ મંજૂરીની રાહ જોઇ રહેલા આ સમુહે પોતાનાં રાજનીતિક સંગઠનનું નામ બહુજન આઝાદ પાર્ટી નામ રાખ્યું છે. આ જુથનાં નેતૃત્વ અને વર્ષ 2015માં આઇઆઇટીનાં સ્નાતકનો અભ્યાસ પુરો કરી ચુકેલ નવીન કુમારે જણાવ્યું કે, તેમનું 50 લોકોનું એખ જુથ છે. તમામ અલગ અલગ આઇઆઇટીમાંથી આવે છે. અને તમામે પાર્ટી માટે કામ કરવા માટે પોતાની નોકરીઓ પણ છોડી છે. નવીને જણાવ્યું કે, અમે  મંજૂરી માટે ચૂંટણી પંચને અરજી કરી છે. બીજી તરફ હાલ જમીની સ્તર પર કામ પણ ચાલુ કરી દીધું છે. 

નવીને જણાવ્યું કે, ઉતાવળમાં ચૂંટણી મેદાનમાં નથી કુદવા માંગતા. તેમનો ઇરાદો 2019ની લોકસભા ચૂંટણી લડવાનો નથી. તેમણે કહ્યું કે, અમે જલ્દી કોઇ જ કામ નથી કરવા માંગતા. અમે મોટી મહત્વકાંક્ષાવાળા નાના સંગઠન બનીને રહેવા નથી માંગતા. અમે 2020 બિહાર વિધાનસભા ચૂંટણીથી શરૂઆત કરીશું અને ત્યાર બાદની લોકસભા ચૂંટણીમાં પણ અમારા ઉમેદવારો ઉભા રાખીશું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news