બાગપત: દુનિયાભરના ઇતિહાસકારોની ભ્રમણા આખરે સિનૌલી સાઇટે તોડી દીધું છે. જે વાતને લઇને પુરાતત્વવિદ અને ઇતિહાસકારો ખૂબ ઉત્સાહિત જોવા મળી રહ્યા હતા. તે નજારો આખરે સામે આવી જ ગયો છે. વિશ્વભરમાં અત્યાર સુધી મળેલા પ્રાચીન સભ્યતાઓના દટાયેલા પુરાસ્થળો સૌથી મહત્વપૂર્ણ છે. અહીં ચાલી રહેલા ખનનથી પુરાતત્વવિદોને મહાભારત કાળ 'રથ' અને 'શાહી કોફિન' મળ્યા છે. આ સાથે જ કોફીનમાં દફન યોદ્ધાની તામ્ર યુગની તલવાર, ઢાલ, સોનું અને બહુમૂલ્ય પથ્થરોના મણકા, યોદ્ધાના કવચ, હેલમેટ વગેરે પ્રાપ્ત થયા હવે વિશ્વના પુરાતત્વવિદોની નજર સિનૌલી પર ટકેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

15 ફેબ્રુઆરી 2018થી ટ્રાયલ ટ્રેંચ લગાવવામાં આવ્યું હતું
જોકે, 15 ફેબ્રુઆરી 2018ના રોજ બાગપત જનપદના ગામ સિનૌલીમાં ખનન સ્થળ પર એક ટ્રાયલ ટ્રેંચ સ્થાનીય ઇતિહાસકારોની માંગ પર એએસઆઇની મહાનિર્દેશક ડો. ઉષા શર્માના નિર્દેશ પર પુરાત્વવિદ ડો. સંજય મંજૂલ અને ડો. અરવિન મંજૂલના નિર્દેશનમાં લગાવવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે વર્ષ 2005ના ઉત્ખનન બાદ 2007માં સિનૌલીની માનવ વસ્તીના સર્વેક્ષણ દરમિયાન શહજાદ રાય શોધ સંસ્થાના નિર્દેશક અમિત રાય જૈન અને તત્કાલિન ઉપ મહાનિરીક્ષક, મેરઠ વિજય કુમારને અહીંથી તામ્ર ધાતુના કેટલાક ટુકડા બાણની આકૃતિના મળ્યા હતા. જે જગ્યા પર ગ્રામીણો દ્વારા માટી દૂર કરવામાં આવી હતી, તે જગ્યા પર સિનૌલીનો આ ઐતિહાસિક ટ્રેંચ લગાવવામાં આવ્યો અને ટ્રેંચનું ઉત્ખનન કરતાં પહેલાં દિવસે અહીંથી તામ્રનિધિ પ્રાપ્ત થવાનું શરૂ થઇ ગયું જોઇસ લધુ ઉત્ખનનના સમાપન સુધી પ્રાપ્ત થઇ રહી છે. 


રથ લગભગ 5000 વર્ષ જૂનો છે
સિનૌલી ઉત્ખનનથી પ્રાપ્ત પુરાવશેષોની જાણકારી આપતાં ઇતિહાસકારોએ જણાવ્યું કે સિનૌલીના વર્તમાન ઉત્ખન્નથી આઠ માનવ કંકાલ અને તેમની સાથે એંટીના શોર્ડ (તલવારો) મોટી સંખ્યામાં મૃદભાંડ, વિભિન્ન દુર્લભ પથ્થરોના મણકા અને સૌથી મહત્વપૂર્ણ અને આશ્વર્યજનક 5000 વર્ષ જૂનો રથ મળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની સ્થાપના બાદ અત્યાર સુધી ઉત્ખનન અને શોધમાં પહેલીવાર સિનૌલી ઉત્ખનનથી ભારતીય યોદ્ધાઓના ત્રણ રથ પ્રાપ્ત થયા છે, જે વિશ્વ ઇતિહાસની એક દુર્લભતમ ઘટના છે.


ભારતીય ઇતિહાસ અનુસાર ખૂબ મહત્વપૂર્ણ
અત્યાર સુધી ઇતિહાસકાર ભારતીય માનવ સભ્યતાના પ્રાચીન નિવાસીઓને બહારથી આવેલા ગણાવીને અન્ય સભ્યતાઓ સાથે ઓછા આંકતા રહ્યા છે, પરંતુ યોદ્ધાઓના શબની સાથે તેમના યુદ્ધ રથ પણ દફન કરવામાં આવ્યા. યોદ્ધાઓની તલવારો, તેમના હેલમેટ, કવચ, ઢાલ પણ પ્રાપ્ત થવી 5000 વર્શ પ્રાચીન યુદ્ધકલાનું સ્પષ્ટ ઉદાહરણ છે. ઘટનાસ્થળે શહજાદ રાય શોધ સંસ્થાનના નિર્દેશક અમિત રાય જૈને દાવો કર્યો કે સિનૌલી સભ્યતા ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસને વિશ્વના પુરાતત્વવિદોને ફરીથી લખવા માટે મજબૂત કરશે. 


બાગપતનો ઇતિહાસ મહાભારત કાલથી છે
હાલ, હવે સિનૌલી સાઇટ પરથી પુરાતત્વવિદોએ કામ સમેટી લીધું છે. અહીંથી પ્રાપ્ત દુર્લભ પુરાવશેષોને દિલ્હીના લાલકિલ્લામાં પહોંચાડવામાં આવી રહ્યા છે. ત્યાં તેમને રાસાણિક વિધીઓથી સાફ સફાઇ કરી આંતરરાષ્ટ્રીય વિદ્વાનો સમક્ષ પ્રસ્તુત કરવા લાયક બનાવવામાં આવશે. આ સંબંધમાં તેમણે જણાવ્યું કે મહાભારત મહાકાવ્યમાં જનપદ બાગપતના બરનાવા અને બાગપત નગર તથા યમુના નદીના બીજા કિનારે હરિયાણાના સોનીપત, પાનીપત નગરને પાંડવો દ્વારા શ્રીકૃષ્ણ ભગવાનના માધ્યમથી કૌરવો સાથે સંધિ  દરમિયાન માંગવામાં આવ્યું હતું. ભૌગોલિક રૂપે આ સિદ્ધ છે કે આ વિસ્તાર કુરૂ જનપદનું પ્રાચીનકાળથી એક કેંદ્ર રહ્યું છે, જેની પ્રાચીન રાજધાની હસ્તિનાપુર અને ઇંદ્વપ્રસ્થ (દિલ્હી) રહી છે. 


4000 વર્ષ પહેલાં પણ અહીં હતી સભ્યતા
2005ના સિનૌલી ઉત્ખનનની રાસાયણિક વિધિઓથી પ્રાપ્ત કાર્બન ડેટિંગ પણ અહીંની સભ્યતાને 4000 થી 5000 વર્ષનું સિદ્ધ કરે છે. સિનૌલીથી 2005માં પ્રાપ્ત માનવ શબ જે હજારોની સંખ્યામાં છે, મહાભારત સભ્યતાના નિવાસીઓના રહ્યા છે, આ વાતને નકારી ન શકાય. બીજો દ્વષ્ટિકોણ એ પણ છે કે હાલમાં જૂના સ્થળ નજીક 5 કિલોમીટર પહેલાં ખેતર પર જે ટ્રાયલ ટ્રેંચ લગાવવામાં આવ્યો, ત્યાંથી ભારતના પ્રાચીનત શવાધાન કેંદ્રોની એક દુર્લભતમ પ્રક્રિયા કોફીનમાં માનવ શબને દફનાવેલા પ્રાપ્ત થયા છે. તે કોફીનને પણ અત્યાધિક દુર્લભ ગણવામાં આવતી તામ્ર ધાતુથી સુસજ્જિત કરવામાં આવી છે. 


યુદ્ધની યુષ્ટિ થાય છે
કોફીનમાં દફન યોદ્ધાના શસ્ત્ર-અસ્ત્ર, આભૂષણ, રોજિંદા વપરાશની વસ્તુઓના ખાદ્ય પદાર્થ, મૃદભાંડ વગેરે મળી આવ્યા છે. સાથે જ તે યોદ્ધાના ઉપયોગમાં લેવાતા યુદ્ધ રથ પણ દફન કરવામાં આવ્યા હતા. જે પહેલીવાર ભારતમાં પ્રાપ્ત થયા છે. કાર્બન ડેટિંગ દ્વારા પણ આ સિદ્ધ થયુ છે કે પુરાવશેષ અને હાડપિંજર 4500 વર્ષથી વધુ જૂના છે અને આ સમય મહાભારત કાળનો કહેવામાં આવે છે. સિનૌલીમાં જે પણ હાડપિંજર મળ્યા છે, તેમની સાથે યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હથિયાર મળ્યા છે જે એ વાતને સાબિત કરે છે કે આ સામાન્ય વ્યક્તિની નહી પણ યોદ્ધા હતા. એ વાતને નકારી ન શકાય કે મહાભારતના યુદ્ધમાં મૃત્યું પામેલા યોદ્ધાઓના મૃતદેહને અહીં દફનાવવામાં આવ્યા હતા, કારણ કે આ સમગ્ર વિસ્તાર મહાભારત કાળ સાથે સંકળાયેલો છે. 


દેશના વધુ ન્યૂઝ, જાણો