સંસ્કૃત ફક્ત એક ભાષા નથી, વૈશ્વિક નેતૃત્વની ચાવી છે, શાસ્ત્રોના સંગમથી ઉભરશે નવું ભારત : બાબા રામદેવ

પતંજલિ યુનિવર્સિટીમાં આયોજિત 62મી અખિલ ભારતીય શસ્ત્રોત્સવ સ્પર્ધાના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર સનાતન અને ભારતીય જ્ઞાન પરંપરાને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે. આ દરમિયાન તેમણે સંસ્કૃતના મહત્વ પર પણ પ્રકાશ ફેંક્યો હતો.
 

  • 62મા અખિલ ભારતીય શાસ્ત્રોત્સવમાં પતંજલિ પહોંચ્યા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી
  • સંસ્કૃત અને શાસ્ત્રો સાથે ભારતનું થશે ઉત્થાન  - સીએમ ધામી
  • સંસ્કૃત એ ફક્ત એક ભાષા નથી પણ વિશ્વનું નેતૃત્વ કરવા સક્ષમ છે - સ્વામી રામદેવ
  • સંસ્કૃત તીર્થસ્થાન અને સંસ્કૃતિનું ગૌરવ - આચાર્ય બાલકૃષ્ણ
  • ભારતીય શાસ્ત્રો સૃષ્ટિના રહસ્યો જાણવાનું માધ્યમ છે: મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી
  • ઋષિમુનિઓના સંશોધનને આધુનિક પરિપ્રેક્ષ્યમાં વિકસાવવા જરૂરી છે: મુખ્યમંત્રી ધામી
  • સંસ્કૃત ફક્ત એક ભાષા નથી, તે વૈશ્વિક નેતૃત્વની ચાવી છે: સ્વામી રામદેવ
  • સંસ્કૃત અને શાસ્ત્રોના સંગમમાંથી એક નવું ભારત ઉભરી આવશે: સ્વામી રામદેવ
  • વેદ અને શાસ્ત્રોનું મહત્વ લોકો સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસો કરો: આચાર્ય બાલકૃષ્ણ

Trending Photos

સંસ્કૃત ફક્ત એક ભાષા નથી, વૈશ્વિક નેતૃત્વની ચાવી છે, શાસ્ત્રોના સંગમથી ઉભરશે નવું ભારત : બાબા રામદેવ

હરિદ્વારઃ આપણા શાસ્ત્રો માત્ર ગ્રંથ નહીં, પરંતુ સંપૂર્ણ સૃષ્ટિના રહસ્યોને જાણવાનું માધ્યમ છે. ભારતીય શાસ્ત્રો અને ગ્રંથોમાં એવા અદ્ભુત સૂત્રો છે, જે આધુનિક જ્ઞાન-વિજ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. આ વાત ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પતંજલિ વિશ્વવિદ્યાલયમાં આયોજીત 62મા અખિલ ભારતીય શાસ્ત્રોત્સવ સ્પર્ધાના સમાપન સમારોહમાં કહી હતી.

સંશોધનોને આધુનિક દ્રષ્ટિએ વિકસિત કરવા જરૂરી
મુખ્યમંત્રીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો આધાર આપણા પ્રાચીન શાસ્ત્ર છે, જેમાં વિજ્ઞાન, યોગ, ચિકિત્સા, ગણિત અને દર્શનના ગાઢ રહસ્યો સામેલ છે. તેમણે તે વાત પર ભાર આપ્યો કે ઋષિ-મુનિઓ દ્વારા કરવામાં આવેલા સંશોધનોને માત્ર વારસાના રૂપમાં જાળવવાની જગ્યાએ તેને આગળ વધારવા અને આધુનિક દ્રષ્ટિએ વિકસિત કરવા જરૂરી છે. તેમણે કહ્યું કે જેમ અદ્વૈત વેદાંતનું જ્ઞાન ભારતમાં ફેલાયું, તેમ આ શાસ્ત્રોત્સવના માધ્યમથી સંસ્કૃત અને શાસ્ત્રોના ગાઢ રહસ્યો દેશ અને વૈશ્વિક સ્તરે ફેલાય. તેમણે કહ્યું કે વેદો અને શાસ્ત્રોને વ્યાવહારિક રૂપથી પ્રસ્તુત કરવાની દિશામાં કાર્ય કરવું જોઈએ, જેનાથી આવનારી પેઢીમાં તેના પ્રત્યે રૂચિ અને આસ્થા વિકસિત થાય.

સમગ્ર માનવતા માટે ફાયદાકારક

સમાપન સમારોહ દરમિયાન મુખ્યમંત્રી ધામીએ કહ્યુ કે રાજ્ય સરકાર સનાતન અને ભારતીય જ્ઞાન પરંપરાને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ પગલા ભરી રહી છે, જેનાથી પ્રાચીન ભારતીય જ્ઞાન વિજ્ઞાનને વૈશ્વિક સ્તર પર સ્થાપિત કરી શકાય. આ પ્રસંગે મુખ્યમંત્રી ધામીએ ભારતના સમૃદ્ધ વૈદિક જ્ઞાનને વૈશ્વિક સ્તરે ઓળખવાની અને તેને શિક્ષણ પ્રણાલીમાં વધુ અસરકારક રીતે સંકલિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જો આપણે આપણા પ્રાચીન જ્ઞાનને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી રજૂ કરીએ તો તે સમગ્ર માનવતા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તમામ મૂળ ભાષાઓ સંસ્કૃતમાંથી ઉદ્ભવી છે

આ પ્રસંગે પતંજલિ યુનિવર્સિટીના ચાન્સેલર અને યોગઋષિ સ્વામી રામદેવે કહ્યું કે સંસ્કૃત માત્ર એક ભાષા નથી, પરંતુ તે સમગ્ર વિશ્વમાં કોઈપણ ક્ષેત્રમાં નેતૃત્વ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સનાતન ધર્મ અને ભારતીય પ્રાચીન ગ્રંથોમાં વિશ્વની તમામ જ્ઞાન પ્રણાલીઓ સમાયેલી છે. અખિલ ભારતીય શાસ્ત્રોત્સવને સંસ્કૃત અને સંસ્કૃતિનો સંગમ ગણાવતા સ્વામી રામદેવે કહ્યું કે તમામ મૂળ ભાષાઓ સંસ્કૃતમાંથી ઉદ્ભવી છે અને આપણે બધાએ આનું ગૌરવ લેવું જોઈએ. તેમણે સંસ્કૃત ભાષાના પ્રસારને પ્રોત્સાહન આપવાની અને ભારતીય જ્ઞાન પરંપરાને પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમમાં પતંજલિ વિશ્વવિદ્યાલયના કુલપતિ આચાર્ય બાલકૃષ્ણએ સંસ્કૃતને તીર્થ અને સંસ્કૃતિનું ગૌરવ જણાવતા જીવનમાં પ્રાચીન ભારતીય શાસ્ત્રોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સંસ્કૃત અને ભારતીય જ્ઞાન પરંપરાને જીવનની ઉન્નતિનો માર્ગદર્શક ગણાવ્યો હતો. આચાર્યજીએ દેશભરમાંથી આવેલા વિદ્વાનો, વિદ્યાર્થીઓ, સંશોધકો અને સનાતન પરંપરાના અનુયાયીઓને દિશા-નિર્દેશ આપ્યો કે વેદ અને શાસ્ત્રોત્સવના મહત્વને જન-જન સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસ કરતા રહે.

સંસ્કૃત કોઈ થાકેલી-હારેલી ભાષા નથી

કાર્યક્રમના સમાપન સમારોહમાં ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ડો. રમેશ પોખરિયાલ 'નિશંક'એ કહ્યું કે સંસ્કૃત કોઈ થાકેલી-હારેલી ભાષા નથી, પરંતુ તેનામાં વિશ્વમાં પોતાની છાપ છોડવાની ક્ષમતા છે. તેમણે કહ્યું કે સંસ્કૃતમાં સમસ્ત જ્ઞાન, વિજ્ઞાન અને ટેક્નોલોજી સામેલ છે. સાથે તેમણે ઉત્તરાખંડને રાજભાષાનો દરજ્જો મળવા અને સંસ્કૃતના ક્ષેત્રમાં ઉત્તરાખંડ રાજ્યનો ઝંડો વિશ્વમાં લહેરાવવાની વાત કહી.

આ અવસર પર કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, નવી દિલ્હીના કુલપતિ પ્રો. શ્રીનિવાસ વરખેડીએ પણ સંસ્કૃત, શાસ્ત્ર અને ભારતીય જ્ઞાન પરંપરા પર મહત્વપૂર્ણ વિચાર વ્યક્ત કર્યાં હતા. 

આ શાસ્ત્રોત્સવ સ્પર્ધામાં દેશના 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી આવેલા સ્પર્ધકોને પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંયોજન ડો. મધુકેશ્વર ભટ્ટ તથા મંચ સંચાલન ડો. પવન વ્યાસે કર્યું હતું. 

દેશના ખૂણે ખૂણેથી જાણીતા વિદ્વાનો અને મહાનુભાવો ઉપસ્થિત
સમાપન સમારોહમાં મહામંડલેશ્વર સ્વામી પુણ્યાનંદગીરીજી મહારાજ, ઉત્તરાખંડના પૂર્વ કેબિનેટ મંત્રી સ્વામી યતિશ્વરાનંદજી મહારાજ, ગુજરાતના વેરાવળમાં આવેલી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાંત કુમાર સેનાપતિ, કુમારભાસ્કરવર્મા સંસ્કૃત યુનિવર્સિટી, આસામના વાઇસ ચાન્સેલર પ્રો. પ્રહલાદ આર જોશી, શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી, નવી દિલ્હીના વાઇસ ચાન્સેલર, પતંજલિ યુનિવર્સિટીના પ્રોક્ટર ડૉ. મુરલી મનોહર પાઠક, પ્રો. સાધ્વી દેવપ્રિયા, પતંજલિ યુનિવર્સિટીના પ્રો વાઇસ ચાન્સેલર પ્રો. મયંક કુમાર અગ્રવાલ સાથે ફેકલ્ટી સભ્યો, પતંજલિ યુનિવર્સિટી, હરિદ્વાર અને કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી, નવી દિલ્હીના અધિકારીઓ, દેશના ખૂણે ખૂણેથી જાણીતા વિદ્વાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(This article is part of IndiaDotCom Pvt Lt’s consumer connect initiative, a paid publication programme. IDPL claims no editorial involvement and assumes no responsibility or liability for any errors or omissions in the content of the article.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news