મંદીનું મહાસંકટ: વિશ્વ સાયકલ દિવસે જ વિશ્વની સૌથી મોટી કંપની શટડાઉન, રાજકારણ શરૂ

વિશ્વ સાયકલ દિવસે બુધવારે 69 વર્ષ જુની એટલસ સાયકલ કંપનીએ આર્થિક તંગીના કારણે ફેક્ટરીમાં કામ અટકાવી દીધું છે. તેના કારણે કંપનીના 450 કર્મચારીઓ સામે રોજી રોટીનો સવાલ પેદા થયો છે. એક સમય હતો ત્યારે આ કંપનીની વાર્ષિક 40 લાખ સાયકલ બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જો કે હવે તે લે ઓફ નોટિસમાં કંપનીનાં પ્રટંભકે કહ્યું કે, સંચાલકોની પાસે ફેક્ટરી ચલાવવા માટે રકમ નથી. એટલે સુધી કે કાચો માલ ખરીદવા માટેના પૈસા પણ નથી. એટલા માટે વર્કર્સ લે ઓફ કરી લે. તેમાં કર્મચારીઓની હાજરી નોંધાવીને પરત જવાનું હોય છે. 

મંદીનું મહાસંકટ: વિશ્વ સાયકલ દિવસે જ વિશ્વની સૌથી મોટી કંપની શટડાઉન, રાજકારણ શરૂ

નવી દિલ્હી : વિશ્વ સાયકલ દિવસે બુધવારે 69 વર્ષ જુની એટલસ સાયકલ કંપનીએ આર્થિક તંગીના કારણે ફેક્ટરીમાં કામ અટકાવી દીધું છે. તેના કારણે કંપનીના 450 કર્મચારીઓ સામે રોજી રોટીનો સવાલ પેદા થયો છે. એક સમય હતો ત્યારે આ કંપનીની વાર્ષિક 40 લાખ સાયકલ બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જો કે હવે તે લે ઓફ નોટિસમાં કંપનીનાં પ્રટંભકે કહ્યું કે, સંચાલકોની પાસે ફેક્ટરી ચલાવવા માટે રકમ નથી. એટલે સુધી કે કાચો માલ ખરીદવા માટેના પૈસા પણ નથી. એટલા માટે વર્કર્સ લે ઓફ કરી લે. તેમાં કર્મચારીઓની હાજરી નોંધાવીને પરત જવાનું હોય છે. 

કંપની ગત્ત થોડા વર્ષોથી આર્થિક તંગીમાંથી પસાર થઇ રહી છે. કંપનીનાં તમામ ઉપલબ્ધ બ્રાંડ ફંડ ખર્ચી નાખ્યા છે. હવે સ્થિતી એ છે કે કંપની પાસે આવકનું કોઇ સ્ત્રોત નથી. રોજના ખર્ચાઓ માટેની રકમ ઉપલબ્ધ થતી નથી. નોટિસમાં પ્રબંધકનાં કર્મચારીઓને કહ્યું કે, જ્યાં સુધી સંચાલન નાણાના પ્રબંધ નથી કરી લેતી ત્યાં સુધી કારખાનામાં કાચો માલ નહી આવે. એવી સ્થિતીમાં ફેક્ટરી ચલાવવાની સ્થિતીમાં નથી. નોટિસમાં વર્કર્સને 3 જુનથી લે ઓફ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. 

1951થી જાણીનેદાસ કપુર દ્વારા સ્થાપિત એટલાસ સાયકલ કંપનીએ પહેલા જ વર્ષે 12 હજાર સાયકલ બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. 1965 સુધી આ દેશની સૌથી મોટી સાયકલ નિર્માતા કંપની બની ગઇ. 1978માં ભારતમાં પહેલી રેસિંગ સાયકલ રજુ કરીને એટલસ વિશ્વમાં ટોપની સાયકલ ઉત્પાદક કંપનીઓમાંથી એક હોવાનું ગૌરવ પણ પ્રાપ્ત કરી ચુકી છે. કંપનીને બ્રિટિશ સ્ટાન્ડર્ડ ઇંસ્ટીટ્યૂશન દ્વારા આઇએસઓ 9001-2015 સર્ટિફિકેશન સાથે પણ માન્યતા આપવામાં આવી. કંપનીએ તમામ વર્ગનાં લોકો માટે એક વિસ્તૃત શ્રૃંખલા પણ રજુ કરી.

એટલાસની યાત્રા
- 1951માં સ્થાપના બાદ પહેલા વર્ષે જ 12 હજાર સાયકલ બનાવી હતી.
- 1958 માં પહેલી ખેપ નિકાસ કરવામાં આવી.
- 1965 મા સૌથી મોટી સાયકલ નિર્માતા કંપની બની. નિકાસનો પણ રેકોર્ડ બનાવ્યો
- 1978માં પહેલી રેસિંગ સાયકલની સાથે તમામ ઉંમરનાં લોકો માટે શ્રૃંખલા રજુ કરી
- કંપનીને ઇટાલીનાં ગોલ્ડ મર્કરી ઇન્ટરનેશનલ એવોર્ડ પણ મળ્યો. 
- 2003 માં એટલસ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની પુનર્ગઠન, જયદેવ કપુર અધ્યક્ષ બન્યા
- 2005 માં વિદેશોમાં અનેક કંપનીઓ સાથે રણનીતિક ગઠબંધન કર્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news