સૌરભની પત્ની મુસ્કાનના 7 મોટા ખુલાસા; પતિ બોયફ્રેન્ડ સાહિલ સાથે આપત્તિજનક હાલતમાં જોઈ ગયો હતો...

સૌરભ રાજપૂતની હત્યારોપી મુસ્કાનને લઈને પોલીસ ની તપાસમાં ઘણા મોટા ખુલાસા થઈ રહ્યા છે. મર્ડર કેસમાં મુસ્કાનને સપોર્ટ કરનાર સાહિલ શુક્લાની હકીકત પણ સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને લાંબા સમયથી સૌરભની હત્યા કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા.

સૌરભની પત્ની મુસ્કાનના 7 મોટા ખુલાસા; પતિ બોયફ્રેન્ડ સાહિલ સાથે આપત્તિજનક હાલતમાં જોઈ ગયો હતો...

ઉત્તર પ્રદેશના મેરઠમાં મર્ચન્ટ નેવી ઓફિસર સૌરભ રાજપૂત હત્યા કેસની તપાસમાં પોલીસને ઘણી બાબતો જાણવા મળી છે. હત્યાના આરોપી મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાએ સુનિયોજિત કાવતરાના ભાગરૂપે આ ગુનો કર્યો છે. 3-4 માર્ચની મધ્યરાત્રિએ બંન્ને જણાએ સૌરભને નશીલો પદાર્થ પીવડાવીને ચાકુના ઘા મારીને તેની કરપીણ હત્યા કરી હતી.

ત્યારબાદ બંનેએ મળીને લાશના ટુકડા કરી નાખ્યા. આ ઘટના 17-18 માર્ચના રોજ પ્રકાશમાં આવી હતી અને પોલીસે સૌરભનો મૃતદેહ મેળવ્યો હતો. હવે સાહિલ અને મુસ્કાન બંને મેરઠ જેલમાં છે. પોલીસ તપાસ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં અનેક એવા ખુલાસા થયા છે જે પોલીસ અને સૌરભ-મુસ્કાનના પરિવારજનો માટે ચોંકાવનારા છે. ચાલો વિગતવાર જાણીએ…

સૌરભની હત્યા બાદ કરી ઉજવણી
તપાસમાં સામે આવ્યું છે કે મુસ્કાન અને સાહિલે સૌરભની હત્યાનો કોઈ પસ્તાવો નથી. સૌરભની હત્યા કરીને તેના મૃતદેહનો નિકાલ કરીને બંને હિમાચલ ફરવા ગયા હતા. જ્યાં તેમણે શિમલાની એક હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. કેબ ડ્રાઈવર પાસેથી કેક મંગાવીને સાહિલના જન્મદિવસની ઉજવણી કરી, બંનેએ કસોલમાં હોળી પણ રમી હતી. રેવ પાર્ટીમાં ડીજે પર ડાન્સ કર્યો હતો. આને લગતા વીડિયો પણ સામે આવ્યા છે, જેને પોલીસે તપાસમાં સામેલ કર્યા છે.

હત્યા પહેલા ખરીદી લીધો હતો આ સામાન
તપાસ અનુસાર, 25 ફેબ્રુઆરીએ પત્ની મુસ્કાન અને 28 ફેબ્રુઆરીએ દીકરી પીહુનો જન્મદિવસ સૌરભ રાજપૂતે ઉજવ્યો હતો. આ દરમિયાન ત્રણેયએ ખૂબ ડાન્સ પણ કર્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, પરંતુ આ દરમિયાન મુસ્કાને તેના પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને હત્યા કરવા માટે સામગ્રી પણ ખરીદી હતી. સાહિલ અને મુસ્કાન બંને બજારમાં ગયા હતા અને જાતે ચપ્પુ, રેઝર, ડ્રગ્સ અને પોલીથીન ખરીદ્યા હતા.

એક વૃદ્ધ મારફતે ઊંઘની દવા ખરીદી
SP સિટી આયુષ વિક્રમ સિંહના જણાવ્યા અનુસાર પોલીસે શારદા રોડ પર બનેલી એ દુકાનમાંથી સ્પષ્ટતા કરી ચુકી છે, જ્યાંથી મુસ્કાને 22 ફેબ્રુઆરી 2025ના રોજ ચાકુ, ડ્રમ અને દવાઓ ખરીદી હતી. જે મેડિકલ સ્ટોરમાંથી ઊંઘની દવા ખરીદવામાં આવી હતી તેના માલિક અમિત જોષી સાથે પણ વાત કરી હતી. અમિતે જણાવ્યું કે મુસ્કાન એક વૃદ્ધ સાથે આવી હતી. વૃદ્ધે ડૉક્ટરને એક ચિઠ્ઠી દેખાડી હતી, જેના પર ઊંઘની દવા લખી હતી. બંને દવા ખરીદીને ચાલ્યા ગયા. મુસ્કાને વૃદ્ધને પિતા જણાવ્યા હતા. હવે પોલીસ વૃદ્ધને શોધી રહી છે.

મુસ્કાનના ગેરકાયદેસર સંબંધો વિશે જાણતો હતો સૌરભ
તપાસમાં સામે આવ્યું છે કે સાહિલ અને મુસ્કાન વચ્ચેના ગેરકાયદેસર સંબંધો વિશે સૌરભ રાજપૂત પહેલાથી જ જાણતો હતો. તેણે વર્ષ 2021માં બંનેને આપત્તિજનક હાલતમાં જોઈ લીધા હતા. મુસ્કાન અને સાહિલ સ્નેપચેટ પર વાત કરતા હતા, પરંતુ હત્યા પહેલા તે ચેટ ડિલીટ કરી દેવામાં આવી હતી. જેથી, પોલીસ ચેટ રિકવર કરવા માટે સાહિલ અને મુસ્કાનના મોબાઈલને લેબમાં મોકલશે. સૌરભનો મોબાઈલ પણ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે.

નવેમ્બર 2024થી ઘડી રહ્યા હતા કાવતરું 
તપાસમાં સામે આવ્યું છે કે સૌરભની હત્યાનું કાવતરું વર્ષ 2024થી ઘડવામાં આવી રહ્યું હતું. નવેમ્બર 2024માં મુસ્કાન અને સાહિલે સૌરભની હત્યા કરવાની યોજના બનાવી હતી. આ માટે તેઓએ પશુઓને જ્યાં દફનાવવામાં આવે છે, તે જગ્યા પણ શોધી કાઢી હતી, જેથી હત્યા કર્યા બાદ સૌરભની લાશને ત્યાં જ દફનાવી દેવાની યોજના ઘડી હતી, જેથી લોકો વિચારે કે પ્રાણી મરી ગયું છે.

શિમલામાં પોતાની જાતને ગણાવ્યા પતિ-પત્ની
એસપી સિટીના જણાવ્યા અનુસાર હિમાચલ જવા માટે મુસ્કાન અને સાહિલે મેરઠની શિવ ટુર એન્ડ ટ્રાવેલ્સમાંથી 54000 રૂપિયામાં કાર બુક કરાવી હતી. અજાબ સિંહ ડ્રાઈવર હતા. બંને એક જ કેબમાં શિમલાથી મનાલી ગયા હતા અને કસોલ થઈને મેરઠ પરત ફર્યા હતા. મુસ્કાન અને સાહિલે શિમલાની એક હોટલમાં પતિ-પત્ની તરીકે રૂમ લીધો હતો.

સાહિલે મુસ્કાનને આપ્યા હતા એક લાખ 
તપાસમાં જાણવા મળ્યું કે સૌરભના ખાતામાં રૂ. 6 લાખ હતા, જે તેણે છેતરપિંડીના ડરથી ઉપાડી લીધા હતા. તેણે તેના પરિવારના સભ્યોને થોડા પૈસા આપ્યા અને મુસ્કાનને એક લાખ રૂપિયા આપ્યા, જેની મદદથી તેમણે હિમાચલમાં સાહિલ સાથે આનંદ માણ્યો. પૈસા પૂરા થતાં બંને મેરઠ આવ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news