8th Pay Commission: લેવલ-1 કર્મચારીઓનો આટલો પગાર થઈ શકે, 1 કરોડ કર્મચારીઓ-પેન્શનર્સ માટે ખુશખબરી!

8th Pay Commission: આઠમું પગાર પંચ લગભગ 18 મહિનામાં પોતાનો રિપોર્ટ સબમિટ કરે તેવી સંભાવના છે. એવી આશા છે કે કર્મચારીઓના પગારમાં વર્ષ 2027 સુધીમાં વધારો જોવા મળશે. કેવું હોઈ શકે આઠમાં પગાર પંચમાં સેલરી સ્ટ્રક્ચર એ પણ જાણવા જેવું છે. 

8th Pay Commission: લેવલ-1 કર્મચારીઓનો આટલો પગાર થઈ શકે, 1 કરોડ કર્મચારીઓ-પેન્શનર્સ માટે ખુશખબરી!

કેન્દ્ર સરકારે હાલમાં જ આઠમાં પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ(ToR) ને મંજૂરી આપી છે. જેનાથી લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 70 લાખથી વધુ પેન્શનર્સ માટે પગાર વધારાનો રસ્તો ક્લિયર થયો છે. આ પંચ 18 મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે અને એવી આશા છે કે કર્મચારીઓના પગારમાં વર્ષ 2027 સુધીમાં વધારો થઈ શકશે. આઠમાં પગાર પંચમાં સેલરી સ્ટ્રક્ચર કેવું હોઈ શકે તે પણ જાણવું જરૂરી છે. 

પંચનું સ્ટ્રક્ચર
આઠમું પગાર પંચ એક અસ્થાયી સંસ્થા હશે જેમાં એક અધ્યક્ષ, એક પાર્ટ ટાઈમ સભ્ય અને એક સભ્ય સચિવ હશે. તેની અધ્યક્ષતા ન્યાયમૂર્તિ (રિટાયર્ડ) રંજન દેસાઈ કરશે. પંચ પોતાનો રિપોર્ટ 18 મહિનાની અંદર આપશે. જરૂર પડશે તો તે વચગાળાનો રિપોર્ટ પણ મોકલી શકે છે. 

Add Zee News as a Preferred Source

પંચ કઈ વાતો પર કરશે વિચાર
દેશની આર્થિક સ્થિતિ અને નાણાકીય અનુશાસનની જરૂર. 
વિકાસ અને જનકલ્યાણ માટે સંસાધનોની ઉપલબ્ધતા. 
યોગદાન વગરની પેન્શન યોજનાઓનો બોજ. 
રાજ્યોની નાણાકીય સ્થિતિ, કારણ કે રાજ્યો પણ કેન્દ્રની ભલામણો અપનાવે છે. 
પબ્લિક સેક્ટર અને પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓના પગાર અને ભથ્થાઓની સરખામણી કરાશે. 

ફિટમેન્ટ ફેક્ટર- પગાર વધારાનો આધાર
આઠમાં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર સૌથી મહત્વની ભૂમિકા ભજવશે. આ એક મલ્ટીપ્લાયર હોય છે જેના આધાર પર કર્મચારીઓના બેઝિક પેમાં વધારો નક્કી થાય છે. અંદાજા મુજબ આ વખતે ફિટમેન્ટ ફેક્ટર 1.8થી 2.57 વચ્ચે રહી શકે છે. 

જો ફિટમેન્ટ ફેક્ટર 1.8 નક્કી થાય તો

લેવલ 1 (18,000 રૂપિયા બેઝિક પે)- 32,400 રૂપિયા

લેવલ 2 (19,900 રૂપિયા બેઝિક પે) - 35,820 રૂપિયા

લેવલ 3  (21,700 રૂપિયા બેઝિક પે)- 39,060 રૂપિયા

જો ફિટમેન્ટ ફેક્ટર 1.92 (અનેક મીડિયા રિપોર્ટ્સ દર્શાવે છે તે મુજબ થાય તો) નક્કી થાય તો

લેવલ 1 (18,000 રૂપિયા બેઝિક પે)- 34,560 રૂપિયા

લેવલ 2 (19,900 રૂપિયા બેઝિક પે) - 38,208 રૂપિયા

લેવલ 3  (21,700 રૂપિયા બેઝિક પે)- 41,664રૂપિયા

જો ફિટમેન્ટ ફેક્ટર 2.46 નક્કી થાય તો

લેવલ 1 (18,000 રૂપિયા બેઝિક પે)- 44,280 રૂપિયા

લેવલ 2 (19,900 રૂપિયા બેઝિક પે) - 48,954 રૂપિયા

લેવલ 3  (21,700 રૂપિયા બેઝિક પે)- 53,382 રૂપિયા

જો ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી થાય તો

લેવલ 1 (18,000 રૂપિયા બેઝિક પે)-  46,260  રૂપિયા

લેવલ 2 (19,900 રૂપિયા બેઝિક પે) -  51,143 રૂપિયા

લેવલ 3  (21,700 રૂપિયા બેઝિક પે)- 55,769  રૂપિયા

એટલે કે નવા પગાર પંચથી 80 ટકાથી લઈને 157 ટકા સુધી પગાર વધારો થાય તેવી હાલ તો સંભાવના જોવા મળી રહી છે. જો કે અધિકૃત જાહેરાત થાય ત્યારબાદ જ સાચી વિગતો સામે આવી શકે. 

ભથ્થામાં પણ થશે ફેરફાર
આઠમાં પગાર પંચના લાગૂ થતા જ મોંઘવારી ભથ્થું હાલના બેઝિક પેમાં જોડાઈ શકે છે. આ સાથે હાઉસ રેન્ટ અલાઉન્સ  (HRA) અને ટ્રાવેલ અલાઉન્સ  (TA)ની પણ નવી ગણતરી આવશે. 

પેન્શન સુધાર પણ થશે
પેન્શનર્સ માટે પણ આયોગ રાહત આપશે. પેન્શન અમાઉન્ટ વધશે અને પેન્શન પેમેન્ટમાં  સમાનતા ઉપર પણ ધ્યાન અપાશે. સમયાંતરે પેન્શન આપવાની સિસ્ટમને પણ સરળ બનાવવામાં આવશે. 

નવું પે મેટ્રિક્સ
નવા પગાર પંચ હેઠળ એક રિવાઈઝ પે મેટ્રિક્સ લાવવામાં આવશે. જેનાથી કર્મચારીઓના પગાર ગ્રેડ અને ઈન્ક્રીમેન્ટ સ્ટ્રક્ચરને સમજવું સરળ બનશે. 

Disclaimer: અહીં જે જાણકારી આપવામાં આવી છે તે સાતમાં પગાર પંચના નિયમો અને કેટલીક ખાસ વાતોને તથા મીડિયા રિપોર્ટ્સ મુજબ અનુમાન લગાવવામાં આવ્યું છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે જયારે આઠમું પગાર પંચ આવશે તો તેના નિયમો, પગાર વધારાની રીત (ફિટમેન્ટ ફેક્ટર), ઘર ભાડા ભથ્થું  (HRA/TA) અને મોંઘવારી ભથ્થું (DA)ના દરોમાં ફેરફાર હોઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news