8th Pay Commission: 2026માં નહીં થાય સેલરી રિવિઝન! છતાં સરકારી કર્મચારીઓને મળશે ગૂડ ન્યૂઝ, જાણો કેમ
8th Pay Commission Latest News: ભલે નવા પે કમીશનનો કાર્યકાળ અધિકૃત રીતે 1 જાન્યુઆરી 2026થી શરૂ થાય પરંતુ સેલરી રિવિઝનમાં થોડો વિલંબ થઈ શકે છે. વર્ષ 2027ના શરૂઆતી મહિનાઓ સુધી કર્મચારીઓએ રાહ જોવી પડી શકે છે.
Trending Photos
)
8th Pay Commission Latest News: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સે પોતાના સેલરી રિવિઝન માટે થોડી રાહ જોવી પડશે. વાત જાણે એમ છે કે આઠમાં પગાર પંચની ભલામણોમાં થોડી વાર લાગી શકે છે. જેના કારણે તેનું 1 જાન્યુઆરી 2026થી સંશોધન થાય તે નક્કી નથી. સૂત્રોનું માનીએ તો પે-કમીશનની ભલામણો એપ્રિલ 2026 સુધીમાં સોંપાઈ શકે છે. જો કે હજુ તેની ટાઈમલા સંપૂર્ણ રીતે તૈયાર નથી. પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે. બીજી બાજુ તેને લાગૂ કરતા કરતા વર્ષ 2027 સુધીનો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં સેલરી રિવિઝન પણ 2027 સુધીમાં થવાની શક્યતા છે. આથી કર્મચારીઓએ થોડી રાહ જોવી પડશે. જો કે સૂત્ર જણાવે છે કે કર્મચારીઓ માટે આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી જ લાગૂ થશે. એટલે કે ગમે તેટલો વિલંબ થાય પરંતુ આમ છતાં કર્મચારીઓને એરિયર્સ (arrears) આપવામાં આવશે. બધુ મળીને કર્મચારીઓ માટે સારા સમાચાર જ આવશે.
8th Pay Commission: 2027 સુધી રાહ જોવી પડશે?
ભલે નવા પે કમીશનનો કાર્યકાળ અધિકૃત રીતે 1 જાન્યુઆરી 2026થી શરૂ થાય પરંતુ પગાર રિવિઝનમાં થોડીવાર લાગી શકે છે. વર્ષ 2027ના શરૂઆતી મહિના સુધી કર્મચારીઓએ રાહ જોવી પડી શકે છે. જો કે આ દરમિયાન તો કર્મચારીઓ અને પેન્શનર્સને જેટલો વિલંબ થશે એટલા મહિનાની બાકી રકમ ચૂકવાશે. સૂત્રોનું માનીએ તો ભલામણોને આવવામાં 15થી 18 મહિનાનો સમય લાગી શકે છે. જેના કારણે વિલંબ થઈ શકે છે. સરકાર સંલગ્ન સૂત્રોના જણાવ્યાં મુજબ આઠમા પગાર પંચની રચના બાદ 15થી 18 મહિનાની અંદર ભલામણો સોંપાઈ શકે છે. પંચ પોતાનો છેલ્લો રિપોર્ટ જમા કરતા પહેલા એક વચગાળાનો રિપોર્ટ રજૂ કરશે. પરંતુ આખો રિપોર્ટ મે 2026 સુધી આવે તેવી શક્યતા છે.
8th Pay Commission: સેલરી રિવિઝનમાં વિલંબ
એક્સપર્ટ્સનું પણ માનવું છે કે સરકારે 1 જાન્યુઆરી 2026થી આઠમાં પગાર પંચને લાગૂ કરવાની જાહેરાત કરી. પરંતુ તેનું કામ એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં 12 મહિના તો ઓછામાં ઓછા ભલામણો આવવામાં લાગશે. જ્યારે ત્યારબાદ પણ તેને લાગૂ કરવામાં પણ થોડો સમય જશે. ભલામણોને મંજૂરી મળવામાં પણ સમય લાગી શકે છે. આવામાં પગાર રિવિઝન માટે વિલંબ થવો સ્વાભાવિક છે. કર્મચારીઓને નવા પગાર પંચનો ફાયદો 2027ની શરૂઆતમાં મળી શકે છે. પરંતુ સરકારે તેને 1 જાન્યુઆરી 2026થી લાગૂ કરવું જોઈએ અને બાકી રહેતી રકમ કર્મચારીઓને આપવી જોઈએ. જો આઠમું પગાર પંચ લાગૂ કરવામાં વિલંબ થાય તો તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે કર્મચારીઓને એક ઝટકે 12 મહિનાનું એરિયર્સ મળશે.
ગત પગાર પંચોમાં પગાર વધારાની સરખામણી
પગાર પંચ ભલામણ કરેલો પગાર વધારો
2nd CPC 14.20%
3rd CPC 20.60%
4th CPC 27.60%
5th CPC 31.00%
6th CPC 54.00%
7th CPC 14.27%
સરેરાશ વધારો 27%
જો આપણે પાછલા પગાર પંચો જોઈએ તો સરેરાશ પગાર વધારો 27% થયો છે. સાતમા પગાર પંચમાં વધારો ફક્ત 14.27% હતો જેનાથી કર્મચારીઓમાં નિરાશા હતી. હવે જ્યારે આઠમા પગાર પંચની રચના થઈ છે તો એ જોવું મહત્વનું રહેશે કે સરકાર આ વખતે કેટલા પગાર વધારાની ભલામણ કરે છે.
8th Pay Commission: મોંઘવારી ભથ્થું ક્યાં સુધી પહોંચશે?
હાલ મોંઘવારી ભથ્થું (DA) જોઈએ તો 01.01.2026 સુધી ડીએ 60% થી 62% સુધી થઈ શકે છે.
નીચે અપાયેલા સંભવિત Scenarios જણાવે છે કે આઠમાં પગાર પંચમાં પગાર વધારો કેટલો થઈ શકે છે.
સંભાવના 01.01.2026 સુધી અનુમાનિત ડીએ સંભવિત પગાર વધારો
Very Optimistic 62% 24%
Very Pessimistic 60% 12%
Normal Expectation 61% 18%
સંભાવના છે કે સરકાર 18% થી 24% વચ્ચે પગાર વધારાની ભલામણ કરી શકે છે. જો 24% વધારો થાય તો ફિટમેન્ટ ફેક્ટર વધુ રહેશે અને પગાર વધારો શાનદાર રહેશે. જો ફક્ત 12%નો વધારો થાય તો કર્મચારીઓની અપેક્ષાઓને ઝટકો લાગી શકે છે.
8th CPC: કેટલું હોઈ શકે ફિટમેન્ટ ફેક્ટર?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે











