ગુજરાતી ન્યૂઝIndia8th Pay Commission: આઠમું પગાર પંચ લાગૂ થશે તો પછી શું થશે મોંઘવારી ભથ્થાનું? સરકાર કર્મચારીઓ ખાસ જાણે

8th Pay Commission: આઠમું પગાર પંચ લાગૂ થશે તો પછી શું થશે મોંઘવારી ભથ્થાનું? સરકાર કર્મચારીઓ ખાસ જાણે

સરકાર દ્વારા આઠમાં પગાર પંચની રચનાને મંજૂરી મળી ગયા બાદ હવે મોંઘવારી ભથ્થા પર ચર્ચાઓ જોરશોરમાં છે. આઠમું પગાર પંચ લાગૂ થયા બાદ શું થશે મોંઘવારી ભથ્થાનું? શૂન્ય થશે? જો શૂન્ય થશે તો કઈ રીતે ગણતરી થશે....તમામ વિગતો જાણો. 

8th Pay Commission: આઠમું પગાર પંચ લાગૂ થશે તો પછી શું થશે મોંઘવારી ભથ્થાનું? સરકાર કર્મચારીઓ ખાસ જાણે

કેન્દ્ર સરકાર તરફથી આઠમાં પગાર પંચને મંજૂરી મળી ગઈ છે. જલદી તેના ચેરમેન અને પેનલની પણ રચના થઈ જશે. ત્યારબાદ કર્મચારીઓના નવા પે મેટ્રિક્સ ઉપર પણ મંથન થશે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના પગાર અને ભથ્થામાં સંશોધનની અપેક્ષા છે. આ માટે પે કમીશનની ભલામણો લાગુ થશે. આઠમાં પગાર પંચના આવવાથી સૌથી મોટી અસર મોંઘવારી ભથ્થા પર પડશે. કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય એટલે કે ઝીરો થશે કે નહીં. તમારા માટે આ સમાચાર જાણવા ખુબ જરૂરી છે. 

2026માં મર્જ થશે મોંઘવારી ભથ્થું
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરી 2026 સુધી મોંઘવારી ભથ્થું (DA) 63 ટકા પર પહોચી જશે. નિયમ મુજબ તેના 50 ટકા થયા બાદ જ ઝીરો કરીને બેઝિકમાં મર્જ કરવાનું હોય છે. પરંતુ 50 ટકા થયા બાદ પણ તેને મર્જ કરાયું નહીં. હવે ચર્ચા છે કે નવા પગાર પંચની ભલામણો લાગૂ થવા પર કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય કરીને તેને બેઝિક પગારમાં મર્જ કરી  દેવામાં આવશે. જો કે ચર્ચા એ પણ છે કે ફક્ત 50 ટકા ભથ્થું જ મર્જ કરાશે. વધારાનું 13 ટકા  ભથ્થું મર્જ કરાશે નહીં. હવે તેના પર અંતિમ નિર્ણય સરકારે લેવાનો છે. આવામાં એ જોવાનું રહેશે કે સરકાર પૂરેપૂરું 63 ટકા બેઝિકમાં મર્જ કરશે કે નહીં. 

Add Zee News as a Preferred Source

ઝીરોથી શરૂ થશે ગણતરી
આઠમાં પગાર પંચ લાગૂ થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓના નવા બેઝિક પગાર પર ડીએની ગણતરી થશે. તેને શૂન્યથી શરૂ કરવામાં આવશે. માની લો કે કોઈનો બેઝિક પગાર 34200 રૂપિયા હશે તો જાન્યુઆરી 2026થી તેનું મોંઘવારી ભથ્થું શૂન્ય હશે. પછી જુલાઈ 2026માં તેમાં 3-4 ટકા ( જે પણ મોંઘવારી ભથ્થું થશે) જોડવામાં આવશે. ત્યારબાદ જ આગળની ગણતરી ચાલુ થશે. મોંઘવારી ભથ્થું શૂન્ય થવા પર અન્ય ભથ્થાઓ ઉપર પણ ફરક પડશે. 

મોંઘવારી ભથ્થાની ગણતરી
આઠમાં પગાર પંચ લાગૂ થયા બાદ મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં જોડવામાં આવશે. જો મોંઘવારી ભથ્થું 50 ટકા કે તેનાથી વધુ હોય તો તેને નવા પે કમિશન પર મર્જ કરવાની જોગવાઈ છે. મોંઘવારી ભથ્થાની ગણતરી CPIના આધારે થાય છે. CPIમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે, જેનાથી ડીએમાં પણ પરિવર્તન થાય છે. આઠમાં પગાર પંચ લાગૂ થયા બાદ વર્તમાન ડીએને મૂળ પગારમાં જોડવાથી કર્મચારીઓનો કુલ પગાર વધશે. માની લો કે હાલની સ્થિતિમાં એક કર્મચારીનો હાલ બેઝિક પગાર ₹18,000 છે અને મોંઘવારી ભથ્થું 50% છે તો DA ₹9,000 રૂપિયા હશે. આઠમાં પગાર પંચના લાગૂ થવા પર જો DA ને મૂળ પગારમાં જોડી  દેવામાં આવે તો કુલ પગાર ₹27,000 થઈ જશે. 

શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે?
જ્યારે પણ નવું પગાર ધોરણ લાગૂ કરવામાં આવે તો કર્મચારીઓને મળનારા ડીએને મૂળ પગારમાં જોડી દેવામાં આવે છે. જાણકારોનું કહેવું છે કે આમ તો નિયમ કર્મચારીઓને મળનારા પૂરેપૂરા ડીએને મૂળ વેતનમાં જોડી દેવું જોઈએ પરંતુ એવું થઈ શકતું નથી. નાણાકીય સ્થિતિ આડે આવે છે. જો કે વર્ષ 2016માં આમ કરવામાં આવ્યું. તે પહેલા વર્ષ 2006માં જ્યારે છઠ્ઠું પગાર ધોરણ આવ્યું તો તે સમયે પાંચમા પગાર ધોરણમાં ડિસેમ્બર સુધી 187 ટકા ડીએ મળતું હતું. પૂરેપૂરું ડીએ મૂળ પગારમાં મર્જ કરાયું હતું. આથી છઠ્ઠું પગાર ધોરણ ગુણાંક 1.87 હતું. ત્યારે નવું પગાર બેન્ડ અને નવો ગ્રેડ પગાર પણ બનાવવામાં આવ્યો હતો. તેને આપવામાં ત્રણ વર્ષ લાગ્યા હતા. 

ક્યારે શૂન્ય થશે મોંઘવારી ભથ્થું?
એક્સપર્ટ્સનું માનીએ તો જાન્યુઆરી 2026માં જ્યારે આઠમું પગાર પંચ લાગૂ થશે તો મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે. આવામાં મોંઘવારી ભથ્થાને ત્યારે મર્જ કરાશે અને શૂન્યથી તેની ગણતરી થશે. એટલે કે જાન્યુઆરીથી જૂન 2026ના AICPI ઈન્ડેક્સથી નક્કી થશે કે મોંઘવારી ભથ્થું 3 ટકા, 4 ટકા કે કેટલું હશે. આ સ્થિતિ સ્પષ્ટ થતા જ કર્મચારીઓને શૂન્ય ટકાથી આગળ મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. 

(અહેવાલ સાભાર- ઝી બિઝનેસ હિન્દી)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news