ગુજરાતી ન્યૂઝIndia8th Pay Commission: પેન્શનર્સ માટે આનંદના સમાચાર! ફિટમેન્ટ ફેક્ટર વધવાથી પેન્શનમાં કેટલો થશે વધારો? ખાસ જાણો માહિતી

8th Pay Commission: પેન્શનર્સ માટે આનંદના સમાચાર! ફિટમેન્ટ ફેક્ટર વધવાથી પેન્શનમાં કેટલો થશે વધારો? ખાસ જાણો માહિતી

8th Pay Commsiion: આઠમાં પગાર પંચની કર્મચારીઓ અને પેન્શનર્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે જો સરકાર નવું ફિટમેન્ટ ફેક્ટર લાગૂ કરે તો પેન્શનમાં જંગી વધારો થઈ શકે છે. 

8th Pay Commission: પેન્શનર્સ માટે આનંદના સમાચાર! ફિટમેન્ટ ફેક્ટર વધવાથી પેન્શનમાં કેટલો થશે વધારો? ખાસ જાણો માહિતી

આઠમું પગાર પંચ આવવાની અટકળો વચ્ચે પેન્શનર્સ માટે રાહતના સમાચાર છે. જો સરકાર નવું ફિટમેન્ટ ફેક્ટર લાગૂ કરે તો પેન્શનમાં મોટો વધારો થઈ શકે છે. હાલના સમયમાં પેન્શનર્સને જે રકમ મળે છે તે ફિટમેન્ટ ફેક્ટર 2.57ના આધાર પર હોય છે. પરંતુ જો નવું ફિટમેન્ટ ફેક્ટર 1.92 કે પછી 2.28 હોય તો પેન્શનમાં લગભગ બમણો વધારો થઈ શકે છે. 

ગ્રેડ પે 2000 રૂપિયાવાળા  પેન્શનર્સ
જે પેન્શનર ગ્રેડ પે 2000 રૂપિયા પર રિટાયર થયા છે તેમનું હાલનું પેન્શન લગભગ 13,000 રૂપિયા હોય છે. જો ફિટમેન્ટ ફેક્ટર 1.92 લાગૂ થાય તો તેમનું પેન્શન વધીને 24,960 રૂપિયા થઈ શકે છે. જ્યારે લેવલ 3ના પેન્શનર્સને ફિટમેન્ટ ફેક્ટર 2.28ના આધાર પર 27,040 રૂપિયા પેન્શન મળી શકે છે. જેમનું પેન્શન હાલ 16,000 રૂપિયા છે તેમને પણ 30,720 રૂપિયા પેન્શન મળવાની શક્યતા છે. 

Add Zee News as a Preferred Source

ગ્રેડ પે 2800 વાળા પેન્શનર્સ
જે કર્મચારીઓનો ગ્રેડ પે 2800 રૂપિયા હતો અને નિવૃત્તિ લીધેલી છે તેમનું હાલનું પેન્શન 15,700 રૂપિયા છે. નવા પગાર પંચ અને  ફિટમેન્ટ ફેક્ટર 1.92 મુજબ તે વધીને 30,140 રૂપિયા થઈ શકે છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.28 લાગૂ થયું તો પેન્શન 32,656 રૂપિયા સુધી પહોંચી શકે છે. લવલ 5ના પેન્શનર્સનું ન્યૂનતમ પેન્શન 39,936 રૂપિયા (1.92 ફિટમેન્ટ ફેક્ટર) અને 43,264 રૂપિયા (2.28 ફેક્ટર) થઈ શકે છે. 

ગ્રેડ પે 4200 રૂપિયાવાળા પેન્શનર્સ
લેવલ 6ના એવા કર્મચારીઓ જેમણે 4200 રૂપિયા ગ્રેડ પે પર રિટાયરમેન્ટ લીધુ છે તેમનું હાલનું પેન્શન 28,450 રૂપિયા નજીક છે. જો ફિટમેન્ટ ફેક્ટર 1.92 લાગૂ થાય તો આ પેન્શન વધીને 54,624 રૂપિયા થઈ શકે છે. જ્યારે 2.28 ફિટમેન્ટ ફેક્ટર થાય તો આ પેન્શન 59,176 રૂપિયા પર પહોંચી શકે છે. 

વધી જશે પેન્શન
જો કેન્દ્ર સરકાર આઠમું પગાર પંચ લાગૂ કરે અને ફિટમેન્ટ ફેક્ટરમાં રિવિઝન થાય તો પેન્શનર્સને ફાયદો થઈ શકે છે. તેનો ફાયદો લાખો રિટાયર્ડ કર્મચારીઓ અને તેમના પરિવારોને મળશે. હવે બધાની નજર સરકારના નિર્ણય પર  છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news