ફરી એક ખતરનાક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય! લોકો થયા ડિસ્ટર્બ, આ રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી
એકબાજુ મેદાની રાજ્યોમાં કાતિલ ગરમી પડી રહી છે. તો બીજીબાજુ પહાડી રાજ્યોમાં બરફવર્ષા અને વરસાદના કારણે મોસમ ખુશનુમા બની ગયો છે. જેની સાક્ષી પૂરી રહ્યા છે. અહીંયા હળવી હિમવર્ષા થતાં પહાડોએ બરફની સફેદ ચાદર ઓઢી લીધી..
Trending Photos
Weather Fortecast: દેશના અનેક રાજ્યોમાં હાલ મોસમનો ટ્રિપલ મિજાજ જોવા મળી રહ્યો છે. કેમ કે પહાડી રાજ્યોમાં હજુપણ મધ્યમથી હળવી હિમવર્ષા થઈ રહી છે... જેના કારણે ત્યાં લઘુત્તમ તાપમાન શૂન્યની આસપાસ જોવા મળી રહ્યું છે... તો મેદાની રાજ્યોમાં ક્યાંક કાળઝાળ ગરમીનો કહેર છે.. તો ક્યાંક કમોસમી વરસાદ વરસી રહ્યો છે. મોસમના બદલાયેલા મિજાજે સૌથી વધુ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે... ત્યારે દેશના કયા રાજ્યમાં કેવો છે મોસમનો યુ-ટર્ન?.
- અમદાવાદમાં 36 ડિગ્રી ગરમી
- રાજકોટમાં 38 ડિગ્રી ગરમી
- સુરતમાં 36 ડિગ્રી ગરમી
- મુંબઈમાં 33 ડિગ્રી ગરમી
- દિલ્લીમાં 32 ડિગ્રી ગરમી
- તેલંગાણામાં 34 ડિગ્રી ગરમી
મેદાની રાજ્યોના આ આંકડા હજુ તો માર્ચ મહિનાના જ છે. અત્યારે આકાશમાંથી અગનગોળા વરસવાનું શરૂ કરી દીધું છે. જેના પગલે લોકો કાળઝાળ ગરમીમાં શેકાવા માટે મજબૂર બન્યા છે. એકબાજુ મેદાની રાજ્યોમાં કાતિલ ગરમી પડી રહી છે. તો બીજીબાજુ પહાડી રાજ્યોમાં બરફવર્ષા અને વરસાદના કારણે મોસમ ખુશનુમા બની ગયો છે. જેની સાક્ષી પૂરી રહ્યા છે. અહીંયા હળવી હિમવર્ષા થતાં પહાડોએ બરફની સફેદ ચાદર ઓઢી લીધી... આ નયનરમ્ય દ્રશ્યો ગરમીથી ત્રસ્ત લોકોને આંખોને ઠંડક આપનારા છે.
જમ્મુ કાશ્મીરના બાંદીપોરા વિસ્તારમાં ભારે હિમવર્ષાના પગલે રસ્તા પર અનેક ફૂટ સુધીનો બરફ પથરાઈ ગયો છે. જેના કારણે અનેક વિસ્તારનો સંપર્ક કપાઈ ગયો છે. જોકે BROની ટીમ સતત સ્નોકટર મશીનની મદદથી બરફને દૂર કરવાની કામગીરી કરી રહી છે... જોકે ઈમરજન્સીની સ્થિતિમાં તેઓ હેલિકોપ્ટરની મદદથી વ્યક્તિને બીજા સ્થળે પહોંચાડે છે. જમ્મુ કાશ્મીરના જોજિલા પાસ નજીક પણ આ જ સ્થિતિ જોવા મળી.
અહીંયા પણ બીઆરઓ અને સ્થાનિક પ્રશાસન દિવસ-રાત બરફને દૂર કરવાનું કામ કરી રહ્યા છે. જેથી સ્થાનિક લોકોને કોઈ હેરાનગતિનો સામનો ન કરવો પડે. આ તરફ શ્રીનગરનું જાણીતું દાલ લેક પ્રવાસીઓથી ઉભરાઈ ઉઠ્યું છે... કેમ તે મેદાની રાજ્યોમાં ગરમીનો પારો હાઈ જતાં અને વીકેન્ડ હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ શ્રીનગર પહોંચ્યા. અહીંયા તેમણે ઠંડા વાતાવરણમાં શિકારા બોટની રાઈડની મજા માણી અને ઠંડકનો અહેસાસ કર્યો.
એકબાજુ લોકો ગરમીથી હેરાન-પરેશાન થઈ ગયા છે..તો બીજીબાજુ તમિલનાડુમાં ઈન્દ્રદેવ જાતે મહેરબાન થઈ ગયા. અહીંયા થૂથુકૂડીમાં વહેલીસવારથી ઝમાઝમ વરસાદ વરસ્યો... જેના કારણે નીચાણવાળા રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. દેશના 20 રાજ્યોમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જોકે ગુજરાતમાં ગરમીમાં કોઈ રાહત મળવાની શક્યતા નથી... વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાતમાં લોકોને ગરમીમાં શેકાવું પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે