એક વર્ષની બાળકી ચાલુ ગાડીએ રસ્તા પર પડી ગઈ, પછી જે થયું તે જોઈને ધબકારા વધી જશે, જુઓ VIDEO 

ક્યારેક એવું જોવા મળે જે ચમત્કારથી જરાય ઓછું ન હોય. આવું જ કઈંક કેરળમાં જોવા મળ્યું. અહીં એક બાળકી ચમત્કારિક રીતે અકસ્માતમાંથી બચી ગઈ.

Updated By: Sep 9, 2019, 02:03 PM IST
એક વર્ષની બાળકી ચાલુ ગાડીએ રસ્તા પર પડી ગઈ, પછી જે થયું તે જોઈને ધબકારા વધી જશે, જુઓ VIDEO 

નવી દિલ્હી: ક્યારેક એવું જોવા મળે જે ચમત્કારથી જરાય ઓછું ન હોય. આવું જ કઈંક કેરળમાં જોવા મળ્યું. અહીં એક બાળકી ચમત્કારિક રીતે અકસ્માતમાંથી બચી ગઈ. બાળકી હેમખેમ તેના માતાપિતા સાથે છે. વાત જાણે એમ બની કે બાળકીના માતા પિતા એક મંદિરમાં દર્શન કર્યા બાદ ઘરે પાછા ફરી રહ્યાં હતાં. આ દરમિયાન બાળકી ગાડીની સીટ પર સૂઈ ગઈ હતી પરંતુ ત્યારબાદ જે થયું તે ચોંકાવનારું હતું. 

કેરળના મુન્નારમાં આ ઘટના ઘટી. બાળકીના માતાપિતાને ખબર જ ન પડી કે તેમની બાળકી ગાડીમાં નથી અને પડી ગઈ છે. લગભગ 9.40 વાગે પોલીસને વન વોર્ડનનો કોલ આવે છે. વોર્ડન કહે છે કે તેમને એક બાળકી મળી છે. તેને ઈજા થઈ છે. આ ઘટના રવિવારની છે. સૂચના મળતા જ પોલીસ અલગ અલગ પોલીસ સ્ટેશનો અને ચોકીઓ પર સંદેશ મોકલે છે. રાતે 11 વાગે તેમને ઈડુક્કીમાં પોલીસ ચોકીમાંથી ફરિયાદ મળે છે કે પોલીસ સ્ટેશનથી 6 કિમી દૂર તેમને એક બાળકી રસ્તા પર ભાખોડિયા ભરતી જોવા મળી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ત્યારબાદ પોલીસે બાળકીના માતા પિતાનો સંપર્ક કર્યો. અને બાળકી માતા પિતા પાસે પહોંચી ગઈ. 

27મી સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન આમને સામને, UNમાં પીએમ મોદી અને ઈમરાન ખાનનું સંબોધન

ચાલુ વાહનમાંથી બાળકી પડી જાય અને આમ છતાં તે સાજી સમી રહે તો તે ભગવાનનો ચમત્કાર નહીં તો શું કહેવાય. હાઈવે પર બાળકી અન્ય વાહનની ચપેટમાં આવતા બચી ગઈ અને હેમખેમ માતા પિતા પાસે પહોંચી ગઈ. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...