દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ, 13ના મોત, 24 ઘાયલ

Delhi Red Fort bomb blast : દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં થયેલા જોરદાર વિસ્ફોટથી વ્યાપક ગભરાટ ફેલાયો છે. વિસ્ફોટમાં 13 લોકોના મોત થયાના અહેવાલ છે. વિસ્ફોટ બાદ કારમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે અનેક વાહનો પણ ચપેટમાં આવી ગયા હતા.

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ, 13ના મોત, 24 ઘાયલ

Delhi Blast: દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટથી વ્યાપક ગભરાટ ફેલાયો છે. વિસ્ફોટમાં 24 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વિસ્ફોટ બાદ કારમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે અન્ય ત્રણ વાહનો પણ લપેટમાં આવી ગયા હતા. વિસ્ફોટની તસવીરો ભયાનક છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પર વિસ્ફોટ થયો હતો.

વિસ્ફોટ બાદ નજીકના વાહનોના કાચ પણ તૂટી ગયા હતા. વિસ્ફોટ સમયે આ વિસ્તારમાં ભારે ભીડ હતી.

Add Zee News as a Preferred Source

10 લોકોના મોત

24 જેટલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે કારમાં રહેલા CNGના કારણે વિસ્ફોટ થયો હતો કે અન્ય કોઈ કારણસર. ફાયર બ્રિગેડના વાહનો પણ ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. 13 લોકોના મોત થયાના પણ સુત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે.

સુરક્ષા એજન્સીઓ ચિંતામાં મુકાઈ

લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટથી સુરક્ષા એજન્સીઓ ચિંતામાં મુકાઈ ગઈ છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના ફક્ત લોકલ વિસ્ફોટ નથી. આ વિસ્ફોટ એવા સમયે થયો હતો જ્યારે આજે વહેલી સવારે દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદમાં 2900 કિલો એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યું હતું. જોકે, બંને ઘટનાઓને એકબીજા સાથે જોડવી જલ્દી ગણાશે.

ટીમે તપાસ શરૂ કરી

ફાયર બ્રિગેડને સાંજે 6:55 વાગ્યે વિસ્ફોટની માહિતી મળી હતી. દિલ્હી પોલીસની એક ટીમે તપાસ શરૂ કરી દીધી છે. વિસ્ફોટનું સ્વરૂપ નક્કી કરવા માટે ફોરેન્સિક અને ટેકનિકલ નિષ્ણાતો ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. નજીકની સ્ટ્રીટલાઇટ પણ બંધ થઈ ગઈ હતી.

દિલ્હીમાં હાઇ એલર્ટ

વિસ્ફોટ બાદ સમગ્ર દિલ્હીમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિ મોટા કાવતરાની શક્યતા સૂચવે છે. આ દરમિયાન, નજીકના ચાંદની ચોક બજારને બંધ કરી દેવામાં આવ્યું છે. લાલ ચોકની આસપાસનો સમગ્ર વિસ્તાર અને રસ્તાઓને કોર્ડન કરી લેવામાં આવ્યા છે.
 

 

— ANI (@ANI) November 10, 2025

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krushnapalsinh Chudasama

2017થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news