ઇજ્જત લૂંટવા આવતાં સગી કાકીએ જ કાપી નાખ્યું ભત્રીજાનું ગુપ્તાંગ

ઉત્તર પ્રદેશના ઇટાવાથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં એક યુવક પોતાની સગી કાકીની ઇજ્જત લૂંટવા માંગતો હતો. મહિલાએ પોતાની ઇજ્જત બચાવવા માટે શાકભાજી કાપવાના ચાકૂ વડે આરોપી યુવકનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો છે. આવશે. 

Updated By: May 2, 2018, 12:57 PM IST
ઇજ્જત લૂંટવા આવતાં સગી કાકીએ જ કાપી નાખ્યું ભત્રીજાનું ગુપ્તાંગ

ગૌરવ શ્રીવાસ્તવા, ઇટાવા: ઉત્તર પ્રદેશના ઇટાવાથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં એક યુવક પોતાની સગી કાકીની ઇજ્જત લૂંટવા માંગતો હતો. મહિલાએ પોતાની ઇજ્જત બચાવવા માટે શાકભાજી કાપવાના ચાકૂ વડે આરોપી યુવકનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો છે. કેસ બસરેહન પોલીસ ક્ષેત્રના દુર્ગાપુર ગામનો છે. પોલીસના અનુસાર આરોપી મહિલાનો સગો ભત્રીજો છે. ઘટનાબાદ મહિલાએ પોલીસને માહિતી આપી. સૂચના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ આરોપી યુવકને હોસ્પિટલમાં ભરતી કરાવ્યો. પોલીસ કેસની તપાસ કરી રહી છે. પોલીસે આરોપી યુવક વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. તેની હાલાતમાં સુધારો આવતાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

સગો ભત્રીજો છે આરોપી
પોલીસ પૂછપરછમાં મહિલાએ જણાવ્યું કે તેના સગા ભત્રીજાની ઘણા સમયથી તેના પર ખરાબ નજર હતી. આરોપ છે કે મંગળવારે તેણે મોકાનો ફાયદો ઉઠાવી બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો. વિરોધ કરતાં તે બળજબરી કરવા લાગ્યો. આ ઘટના વખતે પીડિત મહિલા શાકભાજી કાપી રહી હતી. તે સમયે ચાકૂ તેના હાથમાં હતું, માટે તેણે પોતાના બચાવમાં આરોપી ભત્રીજાનું ગુપ્તાંગ પર વાર કરી દીધો.

પતિ ગયો બહારગામ અને ઘરમાં પત્ની હતી એકલી, પાડોશીને પડી ખબર અને પછી...

ઇજ્જત બચાવવા માટે કાપ્યું ગુપ્તાંગ
મહિલાએ જણાવ્યું કે આરોપી તેના ઘરમાં ઘૂસ્યો અને તેની સાથે ખોટું કામ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. મહિલાએ ના પાડી છતાં તે બળજબરી કરવા લાગ્યો. તે પોતાની ઇજ્જત બચાવવા માટે પાસે પડેલા ચાકૂ વડે ગુપ્તાંગ કાપી દીધું.

રાજકોટના આ રાક્ષસે કર્યું છે એવું ગંદુ કામ કે જાણીને મન થશે તેના પર થૂંકવાનું

પોલીસને કરી માહિતગાર
પોલીસે જણાવ્યું કે ઘટના બાદ મહિલાએ જ પોલીસને માહિતગાર કરી, ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગંભીર રીતે ઘાયલ યુવકને સીએચસી બસરેહરમાં દાખલ કરવામાં આવ્યો. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

શરમ કર ગુજરાત : માત્ર 3 વર્ષની બાળકી પર જાહેરમાં ભરબપોરે દુષ્કર્મ

કૌશામ્બી સામે આવ્યો હતો આવો કેસ
તમને જણાવી દઇએ કે ગત મહિને ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં એક યુવતિની છેડતીને મામલે યુવતિએ પડોશમાં રહેતા યુવકનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. ઘટના બાદ મહિલાએ પોલીસને માહિતગાર કરી, ત્યારબાદ પોલીસે ઘાયલ આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.