Odisha gang rape: 1 રાજ્ય, 3 દિવસ અને અને 3 ગેંગરેપની ત્રણ ઘટના, કાયદો વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ
Odisha News: ઓડિશાના મયૂરભંજ જિલ્લામાં ચાર લોકોએ એક મહિલા સાથે સામૂહિક બળાત્કાર કર્યો છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ઓડિશામાં ત્રણ દિવસમાં સામૂહિક બળાત્કારની ત્રણ ઘટનાઓ બની છે.
Trending Photos
બારીપદાઃ ઓડિશામાં બળાત્કારની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. હવે ઓડિશાના મયૂરભંજ જિલ્લામાં બળાત્કારની ઘટના સામે આવી છે. અહીં ચાર લોકોએ એક મહિલા સાથે કથિત રીતે બળાત્કાર કર્યો. પોલીસે ગુરૂવારે આ જાણકારી આપી છે. રાજ્યમાં ત્રણ દિવસમાં બળાત્કારની ત્રીજી આવી ઘટના છે. પીડિતા (31) ના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પીડિતાના પતિ તરફથી દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર તેના પરિવારના પરિચિત ચાર લોકો બારીપદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત તેના ઘરમાં તે સમયે ઘૂસી ગયા, જ્યારે તે અને પરિવારના અન્ય સભ્યો ત્યાં નહોતા. ફરિયાદ અનુસાર ચાર લોકો તેની પત્ની બળજબરીપૂર્વક લઈ ગયા અને સામૂહિક બળાત્કાર કર્યો.
બારીપાડા સદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર આદિત્ય પ્રસાદ જેનાએ જણાવ્યું હતું કે પીડિતાએ ચાર લોકોના નામ આપ્યા છે અને તે બધા ફરાર છે. જેનાએ કહ્યું, 'આરોપીઓને શોધવા માટે એક ટીમ બનાવવામાં આવી છે.' તેમણે કહ્યું કે ગુનેગારોએ મહિલાને ધમકી આપી હતી કે જો તેણીએ આ વિશે કોઈને કહ્યું તો તેઓ તેને મારી નાખશે.
બીચ પર યુવતી સાથે સામૂહિક બળાત્કાર
ઓડિશાના પ્રખ્યાત ગોપાલપુર બીચ પર 20 વર્ષીય મહિલા પર થયેલા ગેંગરેપના સંદર્ભમાં મંગળવારે ચાર સગીરો સહિત દસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના રવિવારે રાત્રે બની હતી જ્યારે એક ખાનગી કોલેજની ગ્રેજ્યુએટ વિદ્યાર્થીની તેના ક્લાસમેટ બોયફ્રેન્ડ સાથે રાજા ઉત્સવ નિમિત્તે બીચ પર ગઈ હતી. જ્યાં યુવતી સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.
17 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મની ઘટના
આ પહેલા ક્યોંઝર જિલ્લામાં મંગળવારે 17 વર્ષીય એક કિશોરી સાથે કથિત રીતે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ યુવતીની હત્યા કરી દેવામાં આવી અને બાદમાં તેને ઝાડ સાથે લટકાવી દેવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે