આટલા વર્ષે બાળકોનું આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી, બાકી થઈ જશે એક્સપાયર!
Aadhaar Card Validity: ઘણીવાર લોકોના મનમાં તે સવાલ ઉઠે છે કે આધાર કાર્ડની કોઈ વેલિડિટી હોય છે કે નહીં? શું તે કેટલાક વર્ષો બાદ ઇનવેલિડ થઈ શકે છે? તે વિશે સત્ય શું છે તમે પણ જાણી લો.
Trending Photos
Aadhaar Card Validity: આધારકાર્ડ આપણા જીવનનો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તે એક યુનિક આઈડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટ છે, જે ન માત્ર ઓળખના રૂપમાં કાર્ય કરે છે, પરંતુ બેન્કિંગ, મોબાઇલ સિમ, સરકારી યોજનાઓ અને ટેક્સ ફાઇલિંગ જેવી સેવાઓમાં પણ જરૂરી હોય છે. પરંતુ ઘણીવાર લોકોના મનમાં તે સવાલ ઉઠે છે કે આધાર કાર્ડની કોઈ વેલિડિટી હોય છે કે નહીં? શું તે કેટલાક વર્ષો બાદ ઇનવેલિડ થઈ શકે છે? તે વિશે ઘણી અફવાઓ પણ ફેલાતી હોય છે, પરંતુ સત્ય શું છે, આવો જાણીએ.
UIDAI એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડની કોઈ એક્સપાયરી ડેટ નથી. તે જીવન માટે માન્ય રહે છે અને સમય સમય પર તેને અપડેટ કરવું જરૂરી નથી. જો કે અમુક વયના બાળકોના આધાર કાર્ડને અપડેટ કરાવવું ફરજિયાત છે.
ક્યારે આધાર કાર્ડ થઈ શકે છે ઇનવેલિડ?
આધાર કાર્ડ સામાન્ય રીતે અમાન્ય થતું નથી, પરંતુ એક સ્થિતિ એવી છે જ્યારે તે અમાન્ય થઈ શકે છે. જ્યારે 5 વર્ષથી નાની ઉંમરના બાળકોનું આધાર કાર્ડ બનાવો તો તેને 5 વર્ષની ઉંમરમાં અપડેટ કરાવવાનું ફરજીયાત હોય છે. ત્યારબાદ 15 વર્ષની ઉંમરમાં ફરી અપડેટ કરાવવું જરૂરી હોય છે. જો આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં ન આવે તો બાળકોનું આધાર કાર્ડ અમાન્ય ગણવામાં આવે છે. આ અપડેટમાં બાળકોની ફિંગરપ્રિન્ટ, આઇરિસ (Iris Scan) અને ફોટોમાં ફેરફાર કરવામાં આવે છે, જેથી તેની ઓળખ ભવિષ્યમાં સ્પષ્ટ બની રહે.
કાર્ડ અપડેટ કરાવવું કેમ જરૂરી?
UIDAI એ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ 10 વર્ષ પછી પણ તેનું આધાર કાર્ડ અપડેટ નહીં કરે તો પણ તે માન્ય રહેશે. જો કે, અપડેટ કરવાની સલાહ આપવામાં આવે છે, જેથી ભવિષ્યમાં કોઈ અસુવિધા ન થાય. આધાર અપડેટ કરવા માટે, કોઈપણ આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.
બાળકોના આધારને અપડેટ કરવાની પ્રક્રિયા મફત છે. સરકારે બાળકો માટે આધાર અપડેટ સંપૂર્ણપણે મફત કરી દીધું છે. 5 વર્ષ અને 15 વર્ષની ઉંમરે આધાર અપડેટ કરવા માટે કોઈ ફી લેવામાં આવતી નથી. પુખ્ત વયના લોકો માટે આધાર અપડેટ માટે નજીવી ફી ચૂકવવી પડશે, જે નામ, જન્મ તારીખ, સરનામું, મોબાઈલ નંબર અથવા બાયોમેટ્રિક્સ અપડેટ કરવા પર આધાર રાખે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે