ત્રણ દિવસમાં આધાર કાર્ડમાં નહીં કરાવો આ કામ તો હાથમાંથી જતી રહેશે મોટી તક, ચૂકવવા પડશે પૈસા

Aadhaar Update Last date : હવે આધાર કાર્ડના મફત અપડેટ માટે ફક્ત ત્રણ દિવસ બાકી છે. જો તમે જરૂરી અપડેટ્સ નહીં કરાવો, તો તમે મફતમાં આધાર અપડેટ કરવાની તક ગુમાવશો. જે પછી તમારે ચાર્જ ચૂકવવો પડશે.

ત્રણ દિવસમાં આધાર કાર્ડમાં નહીં કરાવો આ કામ તો હાથમાંથી જતી રહેશે મોટી તક, ચૂકવવા પડશે પૈસા

Aadhaar Update Last date : આધાર કાર્ડનો ઉપયોગ હવે તમામ પ્રકારના સરકારી અને ખાનગી કામમાં પુરાવા તરીકે થઈ રહ્યો છે. પછી ભલે તે કોઈ સરકારી દસ્તાવેજ બનાવવાનું હોય, બેંક ખાતું ખોલાવવાનું હોય કે નવી નોકરી માટે દસ્તાવેજો સબમિટ કરવાનું હોય, દરેક જગ્યાએ આધાર કાર્ડ માંગવામાં આવે છે. સરકારી સુવિધાઓ અને બેંકિંગ સુવિધાઓ મેળવવા માટે આધાર નંબર ખૂબ જ મહત્વપૂર્ણ છે. 

નિયમો મુજબ, વ્યક્તિએ દર 10 વર્ષે પોતાનું આધાર કાર્ડ અપડેટ કરવું પડે છે. આ ઉપરાંત, બાલ આધાર એટલે કે 5 વર્ષથી 15 વર્ષની વયના બાળકોનો આધાર અપડેટ કરવામાં આવે છે. આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જૂને સમાપ્ત થઈ જશે. જો તમે આગામી ત્રણ દિવસમાં નજીકના આધાર સેવા કેન્દ્રમાં જઈને તમારો આધાર અપડેટ નહીં કરો, તો તમે મફતમાં આધાર અપડેટ કરાવાની તક ગુમાવી દેશો.

Add Zee News as a Preferred Source

કોને આધાર અપડેટ કરાવાની જરૂર ?

છેલ્લા 10 વર્ષમાં જેમણે પોતાનું આધાર કાર્ડ અપડેટ કર્યું નથી તેમના માટે આધાર કાર્ડ અપડેટ કરવું સૌથી જરૂરી છે. આ માટે, છેલ્લી તારીખ ઘણી વખત લંબાવવામાં આવી છે. એવું લાગે છે કે આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAI, આ વખતે છેલ્લી તારીખ લંબાવશે નહીં. જો આવું થાય, તો તમારે 14 તારીખ પછી તમારા આધાર કાર્ડને અપડેટ કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

તમે આધાર ઓનલાઈન અપડેટ કરી શકો છો

ઘણા લોકો મૂંઝવણમાં છે કે શું તેમને આધાર અપડેટ કરવા માટે આધાર સેન્ટર જવું પડશે. આવું નથી. અહેવાલો અનુસાર, આ કામ ઓનલાઈન પણ કરી શકાય છે. આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા https://uidai.gov.in/ પોર્ટલની મુલાકાત લઈને કરી શકાય છે. આધાર કાર્ડ સંબંધિત ઘણા ફેરફારો જેમ કે નામ, લિંગ, જન્મ તારીખ, બાયોમેટ્રિક ડેટા વગેરે ફક્ત આધાર સેન્ટર પર જ અપડેટ થાય છે. આ ઉપરાંત, તમે અપડેટ માટે ઓનલાઈન વિનંતી કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, બિઝનેસ, ઓટો, ટેક, જોબ્સ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું

...और पढ़ें

Trending news